________________
૨૯૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૨૦૮-૨૦૯ દ્રવ્યથી અને ભાવથી ઉગારવાસને છોડીને” એ કથનથી એ જણાવવું છે કે બાહ્ય એવા ઘરનો ત્યાગ કરવો એ દ્રવ્યથી અગારવાસનો ત્યાગ છે, અને દ્રવ્યથી અગારવાસ છોડવા છતાં જે સાધુ સંયમમાં અભ્યત્યિત નથી, તે સાધુ નિર્દોષ વસતિમાં રહે, તોપણ તે નિર્દોષ વસતિ તે સાધુ માટે ધર્મના સાધનભૂત ઉપકરણ બનતી નથી, પણ અગારવાસરૂપ બને છે. તેથી તે સાધુએ ભાવથી અગારવાસનો ત્યાગ કર્યો કહેવાય નહિ, પરંતુ જે સાધુ સર્વત્ર પ્રતિબંધ વગરના છે અને કેવલ સંયમના સાધનભૂત વસ્ત્રાદિનું ગ્રહણ કરે છે તેમ જ સંયમને ઉપષ્ટભક એવી નિર્દોષ વસતિમાં રહે છે, તે સાધુ ભાવથી અગારવાસનો ત્યાગ કરનારા છે.
આ રીતે દ્રવ્યથી અને ભાવથી ગૃહવાસનો ત્યાગ જેમણે કર્યો હોય તેવા સાધુઓને જિનાનુમત એવી ક્રિયાઓનું પાલન સુખને માટે થાય છે, પરંતુ તેનાથી અન્ય સાધુઓને નહિ; કેમ કે અન્ય સાધુઓ સંયમમાં અભ્યસ્થિત નહીં હોવાથી સાતાના અર્થી હોય છે, તેથી જો અનુકૂળ વસતિ ન મળે તો તેઓને અસાતા થાય છે. ૨૦૮
અવતરણિકા :
લિરુંઅવતરણિકાર્ય :
ગાથા-૧૮૨ માં પૂર્વપક્ષીએ કહેલ કે ગૃહવાસ છોડવાથી અવકાશ વગરના પ્રવ્રુજિત દુઃખી થશે. તેનું નિરાકરણ કરતાં પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ભગવાનના વચનાનુસાર સાધુ દેવકુલમાં વસવા વગેરે રૂપ જે જે ક્રિયા કરે છે, તે ક્રિયા સાધુને સુખનું કારણ થાય છે; કારણ કે તે ક્રિયાઓ ભગવાનને અનુમત છે અને સાધુનયે જિનવચન પ્રિય છે.
હવે નિશ્ચયનયથી અને વ્યવહારનયથી વસવાની ક્રિયા શું છે? અને મુનિ પોતાનું નિયત સ્થાન કેમ રાખતા નથી? તે બતાવવા માટે વિશ્ચ' થી કહે છે
ગાથા :
अवगासो वि आय च्चिय जो वा सो व त्ति मुणिअतत्ताणं। निअकारिओ उ मज्झं इमो त्ति दुक्खस्सुवायाणं ॥२०९॥
અન્વયા :
મુકિતત્તા = જાણેલ છે તત્ત્વ જેમણે એવા મુનિઓને (નિશ્ચયનયથી) સવસો વિ સાથે ત્રિય = અવકાશ પણ આત્મા જ છે નો વા સો વ = અને (વ્યવહારનયથી) જે તે (દેવકુલાદિ) છે. નિરિમો ૩ રૂમો મજું = વળી નિજકારિત એવો આ = અવકાશ, મારો છે, ત્તિ =એ કુવર = દુઃખનું કવાયા = ઉપાદાન છે= કારણ છે. * મૂળગાથાના પૂર્વાર્ધમાં રહેલ 'ત્તિ' પાદપૂર્તિ માટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org