________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર ગાથા ૨૦૦૭-૨૦૦૮ તેવા હિંસાદિ કરનારા જીવો જ પુણ્ય વગરના છે, તેમ કહેવું ઉચિત છે; અને હિંસાદિ પાપોનું ફળ ભયંકર છે એ વાત પરને પણ માન્ય છે.
વિશેષાર્થ :
લાભાંતરાયકર્મના ક્ષયોપશમવાળા વિવેકી સાધુઓ સ્વાભાવિક રીતે સંયમને ઉપદંભક એવા નિર્દોષ આહારાદિ મેળવી શકે છે, તેથી તેવા સાધુઓ બાહ્ય દૃષ્ટિએ સુખ-ભોગથી યુક્ત છે; અને લાભાંતરાયકર્મના ઉદયવાળા વિવેકસંપન્ન સાધુઓ ઢંઢણમુનિની જેમ સંયમને અનુકૂળ એવા નિર્દોષ આહારાદિ મેળવી શકતા નથી, તેથી તેવા સાધુઓ બાહ્ય દૃષ્ટિએ સુખ-ભોગથી રહિત છે; છતાં પણ તેઓ હિંસાદિ દ્વારા સુખ મેળવનારા ગૃહસ્થોની અપેક્ષાએ પુણ્ય વગરના કહેવાય નહીં; કેમ કે આવા સંયમી મહાત્માઓ સંયમ પાળીને ભવિષ્યમાં સ્વર્ગ કે મોક્ષનું જે ઉત્તમ સુખ મેળવશે, તે સુખ હિંસાદિ દ્વારા ભૌતિક સુખ મેળવનારા એવા ગૃહસ્થો મેળવી તો શકતા નથી, પરંતુ તુચ્છ એવા ભૌતિક સુખ માટે કરેલી હિંસાદિ દ્વારા ભવિષ્યમાં ભયંકર અનર્થો પામે છે. આથી ખરેખર તો ભૌતિક દષ્ટિથી સુખી એવા પણ અજ્ઞાનથી અભિભૂત સંસારી જીવો પુણ્ય વગરના કહેવાય.
૨૯૨
વળી, સુખ-ભોગરહિત પણ વિવેકી સાધુઓ, હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોને આશ્રયીને અપુણ્યવાળા કહેવા યુક્ત નથી, એ કથનનું તાત્પર્ય એ છે કે સંયમને અનુકૂળ એવા નિર્દોષ આહારાદિ સ્વાભાવિક પ્રાપ્ત કરી શકે તેવા લબ્ધિસંપન્ન સાધુઓને આશ્રયીને આવા સુખ-ભોગથી રહિત સાધુઓને પુણ્ય વગરના કહેવા યુક્ત છે, પરંતુ હિંસાદિ દ્વારા સુખના સાધક એવા સંસારી જીવોને આશ્રયીને સુખભોગથી રહિત સાધુઓને અપુણ્યવાળા કહેવા યુક્ત નથી.૨૦૭
અવતરણિકા :
एतेन 'बहुदुःखे 'त्याद्यपि परिहृतं, गृहवासस्य वस्तुतोऽनर्थत्वाद्, इदानी ' त्यक्ते गृहवास' इत्यादि परिहरन्नाहઅવતરણિકાર્ય :
આના દ્વારા=પૂર્વપક્ષી વડે કરાયેલ ગાથા-૧૮૦ ના ઉત્તરાર્ધના કથનનો, ગાથા-૨૦૩ થી ૨૦૭ માં ગ્રંથકાર વડે કરાયેલ પરિહાર દ્વારા, ગાથા-૧૮૧ માં પૂર્વપક્ષી વડે કહેવાયેલ વહુદુ:ણ ઇત્યાદિ કથન પણ પરિહાર કરાયેલ થયું; કેમ કે ગૃહવાસનું વસ્તુથી=પરમાર્થથી, અનર્થપણું છે. હવે ગાથા-૧૮૨માં પૂર્વપક્ષી વડે કહેવાયેલ ચત્તે વાસે ઇત્યાદિ કથનનો પરિહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથા :
चइऊणऽगारवासं चरित्तिणो तस्स पालणाहेउं ।
जं कुति चिट्ठे सुत्ता सा सा जिणाणुमया ॥२०८॥
અન્વયાર્થ :
અગારવાનું = અગારવાસને રફળ = ત્યજીને તF = તેની = ચારિત્રની, પાતળાદેૐ = પાલનાના હેતુથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org