________________
૨૯૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કથ' દ્વાર | ગાથા ૨૦૬-૨૦૦ ધૃતિમાન સાધુઓ બેડીના બંધનની જેમ બંધનરૂપ ગૃહવાસને પુણ્યના ઉદયથી છોડે છે; કેમ કે ગૃહવાસનો ત્યાગ કરવાથી ચિત્તની પરમ સ્વસ્થતારૂપ સુખ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ગૃહવાસ બંધનરૂપ છે, તેથી મુનિઓ ગૃહવાસનો ત્યાગ કરે છે, પરંતુ સંયમ ગ્રહણ કર્યા પછી ઉત્તમ ભોજનાદિ કેમ કરતા નથી ? તેથી કહે છે કે વિષથી મિશ્રિત ભોજનની જેમ શીતોદકાદિના ભોગો વિપાકથી કટુ હોવાથી મુનિઓ શીતળ જળ અને ઉત્તમ ભોજન વગેરેના ભોગો પણ ભોગવતા નથી.
જેમ વિષથી મિશ્રિત સુંદર પણ ભોજન ખાવાથી ખાનારનો નાશ થાય છે, તેમ સ્વાદમાં મધુર અને શીતળ એવા પણ જલના કે ઉત્તમ ભોજનાદિના ભોગથી જીવને રાગાદિના ભાવરૂપ સંક્લેશ પેદા થાય છે; જે ફળથી કટુ છે. આ કારણથી તપસ્વી એવા મુનિઓ રાગાદિના પરિવાર અર્થે સુંદર ભોગોનો પણ ત્યાગ કરે છે. ૨૦૬l અવતરણિકા :
एतदेव समर्थयति - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે ધૃતિમાન અને તપસ્વી એવા સાધુઓ પુણ્યના ઉદયથી ગૃહવાસનો ત્યાગ કરે છે અને વિપાકથી કટુ હોવાથી શીતોદકાદિના ભોગને કરતા નથી. એનું જ સમર્થન કરે છેગાથા :
केइ अविज्जागहिआ हिंसाईहिं सुहं पसाहंति।
नो अन्ने ण य एए पडुच्च जुत्ता अपुण्ण त्ति ॥२०७॥ અન્વયાર્થ :
વિના =અવિઘાથી ગૃહીત એવા કેટલાક હિંસાર્દિ=હિંસાદિ દ્વારા જુદું પતિ= સુખને પ્રસાધે છે, બન્ને નો=અન્યો નહીં=સાધુઓ નહીં; પણ પડુત્ર =અને આમને=હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોને, આશ્રયીને પુછUT=(સાધુઓ) અપુણ્યવાળા કુત્તા =યુક્ત નથી. * “ત્તિ' પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
અવિધાથી ગ્રહણ કરાયેલા કેટલાક સંસારી જીવો હિંસાદિ દ્વારા સુખને પ્રકૃષ્ટ રીતે સાધે છે. વળી સાધુઓ હિંસાદિ દ્વારા સુખને સાધતા નથી; અને હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોને આશ્રયીને સાધુઓને પુણ્ય વગરના કહેવા યોગ્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org