SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ પરીક્ષામુખસૂત્ર (ઉ. વિક્રમની ૧૧મી સદી)– આના કર્તા દિ. માણિક્યનક્ટિ છે. જૈન ન્યાયની સૂત્રરૂપે વ્યાપક સ્વરૂપે રચાયેલી જે કૃતિઓ મળે છે તે સૌમાં આ પ્રથમ છે. આ કૃતિનું નામ બૌદ્ધાના હેતુમુખ અને ન્યાયમુખનું સ્મરણ કરાવે છે. આ કૃતિ પ્રમાણોના નિરૂપણ પૂરતી મર્યાદિત છે. એ પરિચ્છેદમાં વિભક્ત છે. એની સૂત્રસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૧૩, ૧૨, ૧૦૧, ૯, ૩ અને ૭૪. આમ એકંદર ૨૧૨ સૂત્રો છે. ત્રીજા પરિચ્છેદનાં સૂત્ર ૬૨-૬૩માં પ્રજ્ઞાકરગુપ્તના ભાવિકારણવાદ અને અતીતકારણવાદની સમાલોચના કરાઈ છે. પ્રસ્તુત કૃતિ ઉપર અકલંકના ગ્રંથોનો પ્રભાવ જોવાય છે. એ હિસાબે આના કર્તાની P ૯૫ પૂર્વાવધિ તરીકે વિ. સં. ૮૫૭નો નિર્દેશ કરાય છે. આ કૃતિ ઉપર પ્રભાચન્દ્ર વિદ્વત્તાપૂર્ણ પ્રમેયકમલમાર્તડ રચ્યું છે. એમનો સમય ઇ.સ.ની ૧૧મી સદી છે. એ વિચારતાં પ્રસ્તુત કૃતિની ઉત્તરાવધિ ઇ.સ.ની દસમી સદીની મનાય છે. અનુવાદ– પરીક્ષામુખસૂત્રનો એસ. સી. ઘોશાલે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. "પ્રમેયકમલમાર્તડ કિંવા પરીક્ષામુખાલંકાર- આ પરીક્ષામુખસૂત્રઉપરની વૃત્તિ છે અને એના કર્તા ન્યાયકુમુદચન્દ્ર, તત્ત્વાર્થવૃત્તિ-પદવિવરણ (સર્વાર્થસિદ્ધિની વ્યાખ્યા) વગેરેના પ્રણેતા દિ. પ્રભાચન્દ્ર છે. અંતમાં ચાર પદ્યોની પ્રશસ્તિ છે. એમાં એમણે પોતાના ગુરુ તરીકે પદ્મનદિ સૈદ્ધાન્તનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રમેયકમલમાર્તડમાં શાકટાયનકૃત કેવલિ-ભક્તિ અને સ્ત્રી-મુક્તિનું ખંડન કરાયું છે જ્યારે વાદમહાર્ણવ અને “પાઇય ટીકા”માં એનું મંડન કરાયું છે. આગળ ઉપર પ્રભાચન્દ્રના વિચારોની સમાલોચના ન્યાયચાર્ય યશોવિજયગણિએ કરી છે. એ પૂર્વે કવલાહારને અંગે સ્યાદ્વાદરત્નાકરમાં સમાલોચના કરાઇ છે. પ્રમેયકમલમાર્તડનું વાદમહાર્ણવ સાથે સામ્ય જોવાય છે. પ્રમેયકમલમાર્તડ (પૃ. ૮)માં નવ્વલોદકથી– એક જાતના ઘાસના પાણીથી પગના રોગની P ૯૬ ઉત્પત્તિ દર્શાવાઈ છે અને પૃ. ૪૨૪માં બહેરાશ તેમ જ કાનના અન્ય રોગોને અંગે “બલાતૈલ'નો ઉલ્લેખ કરાયો છે. ૧. આ સતીશચન્દ્ર વિદ્યાભૂષણે સંપાદિત કરી છે અને એ “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં ઇ.સ. ૧૯૦૯માં પ્રકાશિત કરાઇ છે. ત્યાર બાદ આ કૃતિની પ્રમેયકમલમાર્તડ સહિતની પ્રથમ આવૃત્તિ “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ.સ. ૧૯૧૨માં અને બીજી ઇ.સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ કરાઈ છે. બીજી આવૃત્તિમાં એના સંપાદક પં. મહેન્દ્રકુમાર શાસ્ત્રીની હિંદીમાં વિસ્તૃત પ્રસ્તાવના છે. એમાં ન્યાયકુમુદચન્દ્ર (ભા. ૨)ની પ્રસ્તાવનામાં આચાર્ય પ્રભાચન્દ્ર”ના શીર્ષકપૂર્વક જે લખાણ છે તે જ અહીં ઉદ્ધત કરાયું છે. અંતમાં સાત પરિશિષ્ટો છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે મૂળ કૃતિ અપાઈ છે. સાતમા પરિશિષ્ટમાં આ મૂળ કૃતિનું દિનાગ, ધર્મકીર્તિ, અકલંક, વાદી દેવસૂરિ અને “કલિ.” હેમચન્દ્રસૂરિના ગ્રંથો સાથે સંતુલન કરાયું છે. ૨. ન્યાયકુમુદચન્દ્ર પછી આ રચાયું છે, એ બંને પ્રકાશિત છે. ૩. આ વિવરણ સહિત “The Sacred Books of the Jainas” (Vol. XI) તરીકે લખનૌથી ઇ.સ. ૧૯૪૦માં પ્રકાશિત કરાયો છે. ૪. આ નિર્ણય સા. દ્વારા પ્રકાશિત છે. જુઓ પૃ. ૯૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy