SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૮ P. ૯૧ ૧૭)માં આપ્યો છે. એમણે અહીં કહ્યું છે કે કેવળ ‘સ્યાહૂનો પ્રયોગ કરવાથી પ્રમાણ અને નયનો ભેદ મટી જતો નથી. અન્ય નયની અપેક્ષા રાખનાર નય જો પ્રમાણ બની જાય તો વ્યવહાર વિગેરે સર્વે નયોને પ્રમાણ માનવા પડે આમ યશોવિજયગણિએ અકલંકના મતનું જ સમર્થન કર્યું છે.' છઠ્ઠા પ્રસ્તાવમાં વાદનું નિરૂપણ છે. વિશેષમાં ધર્મકીર્તિ વગેરે બૌદ્ધોએ જિનેશ્વરને “જડ' વગેરે શબ્દોથી વગોવ્યા છે તેના જડબાતોડ જવાબ અપાયા છે અને તેમ કરતી વેળા ખરેખરી જડતા, નિર્લજ્જતા, પશુતા, અલૌકિકતા, તામસતા અને પ્રાકૃતતા તો બૌદ્ધોને વરેલી છે એમ કહ્યું છે. આઠમા પ્રસ્તાવમાં સપ્તભંગીનું અને નયોનું નિરૂપણ છે. આ કૃતિ ન્યાયવિનિશ્ચય પછી રચાઈ હશે એમ હતુઓના અનેક ભેદ દર્શાવાયા છે તે ઉપરથી અનુમનાય છે. સ્વોપજ્ઞ ભાષ્ય- આ અકલંકે જાતે રચ્યું છે. સિદ્ધિવિનિશ્ચય ઉપરની અનન્તવીર્યકૃત ટીકામાં આનો ઉલ્લેખ છે. શું પ્રમાણસંગ્રહાલંકાર તે આ જ છે ? ટીકા- આના કર્તા દિ. અનન્તકીર્તિ છે. પ્રમાણપરીક્ષા (ઉ. વિ. સં. ૯૦૦)- આના પ્રણેતા દિ. વિદ્યાનન્દ છે. એમણે ‘ગંગ’ દેશના રાજા શિવમાર બીજા (ઇ.સ. ૮૧૦)નો અને એના ઉત્તરાધિકારી રાયમલ્લ સત્યવાક્યનો અનુક્રમે ત. ગ્લો. વા.ની અને આપ્તપરીક્ષાની પ્રશસ્તિમાં શ્લેષ દ્વારા ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એમનો સમય ઇ.સ. ૭૭૫થી ઇ.સ. ૮૪૦નો હોવાનું અનુમનાય છે. એમણે નિમ્નલિખિત કૃતિઓ રચી છે : (૧) વિદ્યાનન્દ-મહોદય આ અદ્યાપિ અનુપલબ્ધ છે. એ એમની આદ્ય કૃતિ જણાય છે કેમકે કર્તાએ જાતે “વિદ્યાનન્દમહોદય’ના નામથી આનો ઉલ્લેખ ત. શ્લો. વા. (પ્ર. આ.નાં પૃ. ૨૭ર અને ૩૮૫), અષ્ટસહસ્ત્રી (પૃ. ૨૯૦) અને આપ્તપરીક્ષા (પૃ. ૨૬૨)માં કર્યો છે. સ્યાદ્વાદરત્નાકર (ભા. ૨, પૃ. ૩૪૯)માં આ કૃતિનો મહોદયના નામથી નિર્દેશ છે. (-૩) આપ્તપરીક્ષા અને એની સ્વોપજ્ઞ ટીકા. આ સંબંધમાં જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૦૯-૩૧૧). (૪) પ્રમાણપરીક્ષા આ કૃતિ અત્રે પ્રસ્તુત છે. : (૫) પત્ર પરીક્ષા આનો પૃ. 49માં વિચાર કરાયો છે. (૬) સત્યશાસનપરીક્ષા આના પરિચય માટે જુઓ પૃ. 49. (૭-૮) ત. શ્લો. વા. અને એનું સ્વપજ્ઞ વિવરણ. આ વિષે આપણે પૃ. ૧૯-૨૧માં વિચાર કરી ગયા છીએ. (૯) યુજ્યનુશાસન કિવા વીરજિનસ્તોત્રની ટીકા. આની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૩૦૬)માં લીધી છે. ૧. જુઓ “અકલંકગ્રન્થત્રયમ્'ની પ્રસ્તાવના (પૃ. ૪૨-૪૩). ૨. આ “સનાતન જૈન ગ્રંથમાલા'માં કાશીથી ઇ.સ. ૧૯૧૪માં પ્રકાશિત કરાઈ છે. P ૯૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy