________________
P ૭૨
P ૭૩
પ્રકરણ ૩૮ : ન્યાય ન્યાયાવતાર (વિક્રમની પાંચમી સદી)- આના કર્તા હાત્રિશદ્ધાત્રિશિકા વગેરે રચનારા વાદિમુખ્ય કવિરાજ સિદ્ધસેન દિવાકર છે. એ તાર્કિકશિરોમણિ મુનિવરે જૈન ન્યાયનો સ્વતંત્ર ગ્રંથ રચવાની પહેલ કરી હોય એમ ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં જણાય છે. એ હિસાબે એઓ જૈન તર્કશાસ્ત્રના પિતા ગણાય.
ન્યાયાવતારમાં અનુષ્ટ્રમાં ૩૨ પદ્યો છે, આમ આ તાંત્રિશિકા હોવાથી કેટલાક એને બત્રીસ દ્વાર્નાિશિકાઓ પૈકીની એક ગણે છે. આ કૃતિમાં પ્રમાણ અને એના પ્રકારોનાં લક્ષણો, હેત્વાભાસ, પક્ષ, દૃષ્ટાન્ત, નય ઇત્યાદિ બાબતો સંક્ષેપમાં પણ સ્પષ્ટપણે આલેખાઈ છે.
વિવરણો– ન્યાયાવતાર ઉપર નીચે મુજબનાં વિવરણો છે :(૧) હરિભદ્રસૂરિકૃત ટીકા- આ અપ્રાપ્ય છે. એનો ઉલ્લેખ ચ. પ્ર. (પૃ. પર)માં કરાયો છે. (૨) સિદ્ધર્ષિકૃત વિવૃત્તિ- આ ઘણી મહત્ત્વની વિવૃત્તિ છે. આનો હિંદી અનુવાદ છપાયો છે. આ
વિવૃત્તિ ઉપર શ્રીચન્દ્રના શિષ્ય દેવભદ્રનું ટિપ્પણ છે.
ટિપ્પણી– આ વિવૃત્તિ ઉપર જ્ઞાનસી નામની આર્યાએ રચી છે. એની એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. (૩) "વાર્તિક- આ પ્રથમ પદ્યનું ૫૭ શ્લોક જેવડું છે અને એના ઉપર શાન્તિસૂરિની પ્રવૃત્તિ છે. આ
વાર્તિક ચાર પરિચ્છેદમાં વિભક્ત છે : (૧) સામાન્ય લક્ષણ-પરિચ્છેદ, (૨) પ્રત્યક્ષ-પરિચ્છેદ, (૩) અનુમાન-પરિચ્છેદ અને (૪) આગમ-પરિચ્છેદ. ઉપર્યુક્ત વૃત્તિનું નામ વિચારકલિકા છે.
(૪) દીપિકા- આગમોદ્ધારકે ૩૨૧૫ શ્લોક જેવડી આ દીપિકા (ન્યાયવતારદીપિકા) વિ. સં. ૧૯૬૬માં રચી છે. અંતમાંના બારમા પદ્યમાં એમણે પોતાના ગુરુ ઝવેરસાગરજીનો ઉલ્લેખ કર્યો છે.
આ દીપિકા “આગમોદ્ધારક ગ્રંથમાલા”માં ર૭માં રત્ન તરીકે વિ. સં. ૨૦૨૧માં પ્રકાશિત કરાઈ છે. આના ઉપાજ્ય પદ્યમાં કર્તાએ પોતાના ગુરુનું નામ “જયવીરથી દર્શાવ્યું છે.
અનુવાદો- ન્યાયાવતારનો અંગ્રેજી, ગુજરાતી અને હિંદીમાં એકેક અનુવાદ થયેલો છે. આ ત્રણ પ્રકાશિત છે.” ૧-૩. આ ત્રણે રાજૈ.શા. પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૨૮૬) ૪. આ વાર્તિક એના ઉપરની વૃત્તિ નામે વિચારકલિકા સહિત “સિં. જૈ. ગ્રં.”માં ઇ.સ. ૧૯૪૯માં છપાવાયું છે.
એના સંપાદક પં. દલસુખ માલવણિયાએ હિન્દી ટીપ્પણ, તેર પરિશિષ્ટો તેમ જ વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવના વડે આને સમૃદ્ધ બનાવ્યું છે. આ પ્રસ્તાવનામાં “આગમયુગનું જૈનદર્શન” નામનું નિરૂપણ મનનીય છે. એ દ્વારા પ્રમેય-તત્ત્વ, પ્રમાણ-તત્ત્વ અને વાદ એ ત્રણ ઉપર પ્રકાશ પડાયો છે. ત્યાર બાદ આગમોત્તર સાહિત્યમાં “જૈનદર્શન” નામનો વિષય ચર્ચાયો છે. પુિનર્મુદ્રણ સરસ્વતી પુ. ભંડાર અમદાવાદ.] ૫. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૬. આ વાર્તિકના કર્તા પ્રસ્તુત વૃત્તિકાર હોવાનું પં. દલસુખ માલવણિયાનું માનવું છે. ૭. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૨૮૬).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org