SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) : પ્રિ. આ. ૬૦-૬૩] સંશોધક- આ મહાકાય ગ્રંથનું સંશોધન ઉત્તરસૂઝયણની ટીકા રચનારા ભાવવિજયે કર્યું છે. યંત્રો અને ચિત્રો- લોકપ્રકાશમાં અનેક યંત્રો છે. એ તો કર્તાએ જ તૈયાર કર્યા હશે પરંતુ લોકપ્રકાશની જે સચિત્ર હાથપોથીઓ મળે છે તેમાં અપાયેલાં ચિત્રોનો ઉદ્ભવ ગ્રંથકારને હાથે થયો હશે કે કોઈ કળાકાર પાસે એ તૈયાર કરાવાયાં હશે એનો નિર્ણય કરવો બાકી રહે છે. ભાષાંતર- શ્રીવિજયોદયસૂરિએ પહેલા ત્રણ સર્ગોના વિવેચન, ટિપ્પણો અને યંત્રો સહિત ‘અનુવાદ કર્યો છે. સંપૂર્ણ દ્રવ્યલોકનું તેમ જ ક્ષેત્રલોકના સર્ગ ૧૨-૨૦નું ભાષાન્તર શ્રી. મોતીચંદ ઓધવજી શાહે કર્યું છે જ્યારે સંપૂર્ણ કાલલોક, ભાવલોક અને પ્રશસ્તિનું શ્રી. જેઠાલાલ હરિભાઇએ કર્યું છે. સર્ગ ૨૧-૧૭નું અદ્યાપિ ગુજરાતીમાં ભાષાન્તર થયું નથી એથી સખેદાશ્ચર્ય થાય છે. [સંપૂર્ણ લોકપ્રકાશનું મૂળ સહિત ગુજરાતી ભાષાંતર વિવિધ ભાગોમાં થયું છે. તાજેતરમાં પં. વજસેનવિજયગણિવરના પ્રયાસથી ભદ્રંકર પ્રકાશન દ્વારા આનું પુનર્મુદણ થયું છે. આ પદ્મચન્દ્રસૂરિ કૃત હિંદી અનુવાદ નિગ્રંથ આ. પ્ર. હસ્તિનાપુરથી પાંચ ભાગમાં સં. ૨૦૫૯માં પ્રસિદ્ધ થયો છે.] . મંગલવાદ (વિ. સં. ૧૬૫૩)- આ ખરતર' ગચ્છના સમયસુન્દરમણિની વિ. સં. ૧૬૫૩ની ૨ ૬૩ રચના છે અને એ કર્તાએ પોતાના શિષ્ય હર્ષનન્દનને માટે યોજી છે. કેશવમિત્રે જે તર્કભાષા રચી છે તેમાં મંગલાચરણ નથી. એનું શું કારણ છે એની ચર્ચા અનુમાન, ફલના પ્રભાવ, કાર્યકારણ, વિપ્નની સમાપ્તિ, શિષ્ટાચારની પદ્ધતિ વગેરેના આશ્રય લઈ નૈયાયિકની રીતિ પ્રમાણે કરી છે. અંતમાં ઉપર્યુક્ત પ્રશ્નનો ઉત્તર એ અપાયો છે કે કેશવમિશ્ર હાર્દિક મંગળ કર્યું છે.' પ્રસ્તુત કૃતિની એક હાથપોથી કર્તાએ રચનાવર્ષમાં ઇલાદુર્ગ (ઇડર)માં લખી છે. એની કે અન્ય કોઈ હાથપોથીની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. ન્યાયાચાર્યની કૃતિ અપ્રાપ્ય છે. જ્ઞાનર્વણ (ઉં. વિ. સં. ૧૭૩૦)- આ ન્યાયાચાર્ય યશોવિજયગણિની પદ્યાત્મક કૃતિ છે. એમાં જ્ઞાનના પાંચ પ્રકારોનું નિરૂપણ વિસ્તારથી હશે એમ જ્ઞાનબિન્દુ-મકરણ (પૃ. ૧૬)માં જે આની ભલામણ કરાઈ છે તે ઉપરથી અનુમનાય છે. વળી આ કૃતિનું નામ પણ એ પ્રસ્તુત વિષયનો આકર ગ્રંથ હોવો જોઇએ એમ સૂચવે છે. જેટલો ભાગ મળ્યો છે એ ઉપરથી આ હકીકત સાચી ઠરે છે. ૧. વિનયવિજયગણિએ લખાવેલી એક હાથપોથી સચિત્ર મળે છે. એથી ચિત્રો એમણે નિર્માણ કરેલાં છે એમ મુનિશ્રી યશોવિજયજીનું કહેવું છે. ૨. આ મૂળના પહેલા ત્રણ સર્ગ સહિત “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૯૦માં પ્રકાશિત કરાયો છે. ૩. આ ભાષાંતર બે ભાગમાં “આ સમિતિ” તરફથી અનુક્રમે ઇ.સ. ૧૯૨૯ અને ઈ.સ. ૧૯૩૨માં છપાવાયો છે. ૪. જુઓ સમયસુન્દરકૃતિસુમાંજલિગત “મહોપાધ્યાય સમયસુંદર” (પૃ. ૨૨). ૫. એજન પૂ. ૭૮. ૬, એજન પૃ. ૫૨. ૭. “જે. ગ્રં. પ્ર. સં.” તરફથી આ કૃતિ વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત કરાઈ છે. ૮. આને અંગે મેં કેટલીક બાબતો યશોદોહન (પૃ. ૧૦, ૧૪, ૨૫, ૩૧, ૨૩, ૧૩૨, ૧૩૫ અને ૨૧૦)માં રજૂ કરી છે. Jail3413 International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy