SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ P ૪૬ પ્રકરણ ૩૭ : દર્શનમીમાંસા (ચાલુ) "પુરુષાર્થસિદ્ધક્યુપાય (વિક્રમની બારમી સદી)- આ પણ તત્ત્વાર્થસાર ઇત્યાદિના રચનાર અમૃતચન્દ્રની ૨૨૬ પદ્યોની રચના છે. એનાં ૧૨, ૪૪, ૬૭ અને ૬૮ ક્રમાંકવાળા પદ્યો કોઈ પ્રાચીન પદ્યાના અનુવાદરૂપ જણાય છે. આ કૃતિમાં પરમ જ્યોતિનો વિજય વાંછી અનેકાન્તને પ્રણામ કરી વ્યવહાર-નય અને નિશ્ચય-નયનું નિરૂપણ કરાયું છે. ત્યાર બાદ આત્મા એ કર્મનો કતાં તેમ જ ભોક્તા છે એમ કહી સમ્યકત્વનું લક્ષણ અને એનાં આઠ અંગો, જીવાદિ સાત તત્ત્વો, શ્રાવકના બાર વ્રતો અને સંખના તેમ જ એ તમામના પાંચ પાંચ અતિચારો, તપના બે પ્રકાર. છ આવશ્યક, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશવિધ ધર્મ, બાર ભાવના, બાવીસ પરીષહ, બંધના ચાર પ્રકારો, સ્યાદ્વાદ ઇત્યાદિ વિષે માહિતી અપાઇ છે. અંતમાં કર્તાએ પોતાની લઘુતા–આત્મા અને પુદ્ગલની ભિન્નતા નિમ્નલિખિત પદ્ય દ્વારા દર્શાવી છે :વળે: તરિત્ર:પતિ પર્વે તીન વાવસ્થાના. P ૪૭ વચૈ: તું પવિત્ર શાસ્ત્રમવું તે પુનરામ: પરર૬ ''3 ટીકા- અજ્ઞાતકર્તીક છે. પ્રશમરતિ (ઉ. વિક્રમની ત્રીજી સદી)- આ કૃતિ વાચકવર્ય ઉમાસ્વાતિએ “આર્યા છંદમાં ૩૧૧ પદ્યમાં રચી છે. એ સંક્ષિપ્ત, મનોમોહક અને સુબોધક કૃતિના બાવીસ વિભાગો પાડી પ્રત્યેકને “અધિકાર" તરીકે ઓળખાવાય છે. એમાં જીવાદિ છ દ્રવ્યો, કષાયો, ભાવના, શ્રમણોનો આચાર, મુક્તિ ઇત્યાદિ બાબતો ચર્ચાઈ છે. ગ્લો. ૧૩૫માં મુનિઓનાં વસ્ત્ર અને પાત્રનું નિરૂપણ છે. આમ અહીં સચેલક મુનિના આચારનું પ્રતિપાદન છે. એ ઉપરથી ઉમાસ્વાતિ “સ્થવિર-કલ્પી” હશે એમ અનુમનાય છે. ત. સૂ. (અ. ૩, સૂ. ૬)ની હારિભદ્રીય ટીકામાં આ પ્રશમરતિના શ્લો. ૨૧૦-૨૧૧ “આ જ સૂરિએ (અર્થાત્ ઉમાસ્વાતિએ) અન્ય' પ્રકરણમાં કહ્યું છે' એવા ઉલ્લેખપૂર્વક રજૂ કરાયા છે. એવી રીતે P ૪૮ ૧. આ પ્રકાશિત છે (જુઓ પૃ. ૪૫). એમાં અંતમાં પદ્યાનુક્રમણિકા અપાઇ છે. વિશેષમાં મૂળ કૃતિ જગમંદરલાલ જેની અંગ્રેજી અનુવાદ સહિત B માં ઈ. સ. ૧૯૩૩માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આને જિનપ્રવચનરહસ્યકોશ પણ કહે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૫૩)માં એવો ઉલ્લેખ છે કે મેઘવિજયે યુક્તિપ્રબોધમાં આને શ્રાવકાચાર કહેલો છે પણ એ વાત વિચારણીય જણાય છે. ૩. આ ભાવાર્થ તત્ત્વાર્થસારમાં પણ નીચે મુજબ દર્શાવાયો છે : "वर्णाः पदानां कर्तारो वाक्यानां तु पदावलिः । वाक्यानि चास्य शास्त्रस्य कर्तुणि, न पुनर्वयम् ॥२३॥" ૪. આ પ્રકાશિત છે (જુઓ પૃ. ૧૧). આ કપૂરવિજયે રચેલાં ગુજરાતી ભાવાર્થ અને વિવેચન સહિત આ મૂળ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૮૮માં છપાવાઇ છે. [આ. ભદ્રગુપ્તસૂરિના વિવેચન, આ. રાજશેખરસૂરિના ભાવાનુવાદ સાથે પ્રગટ થયેલ છે.] ૫. આના નામ તેમ જ બીજી પણ કેટલીક બાબતોની નોંધ મેં પ્રશમરતિ અને સંબંધકારિકાને અંગેની મારી ઉત્થાનિકામાં રજૂ ક્યાં છે. ૬. ન્યાયાચાર્ય યશોવિજયગણિએવૈરાગ્યરતિ નામની જે કૃતિ રચી છે તેનું નામકરણ આ કૃતિના નામને આભારી હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy