SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૬ "अर्थान्तरापोहं हि स्वार्थे कुर्वती श्रुतिरभिधत्त इत्युच्यते" ત. સૂ. (અ. ૭, સૂ. ૮)ની ટીકા (ભા. ૨, પૃ. ૬૮)માં વસુબધુને “આમિષવૃદ્ધ' કહ્યા છે. એ જ પૃષ્ઠ ઉપર વસુબધુને અંગે “વિજ્યસમ નોતિરુપચસ્તા વસુવન્યુવૈધેન' એવો ઉલ્લેખ છે. પૃ. ૩૫૪માં આ વસુબન્ધકૃત વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિવિંશિકાનું આદ્ય પદ્ય અવતરણરૂપે અપાયું છે. ભા. ૨, પૃ. ૩૭૬માં બધુમતી આખ્યાયિકા'નો ઉલ્લેખ છે. 'તત્વાર્થ-ત્રિસૂત્રી-પ્રકાશિકા (વિ. સં. ૧૯૯૯)- ત. સૂ. (અ. ૫)નાં સૂ. ૨૯-૩૧નો અહીં તત્ત્વાર્થ-ત્રિસૂત્રી તરીકે ઉલ્લેખ છે. એ પૈકી “સત્'નું લક્ષણ પૂરું પાડનારું પ્રથમ સૂત્ર દ્વાદશાંગીના બીજકરૂપ ત્રિપદીનું સ્મરણ કરાવે છે. ત્યાર પછીનું સૂત્ર “સત્’ના લક્ષણમાંથી ઉદ્ભવેલા અંકુરરૂપ જણાય છે. આ બે સૂત્રો જિજ્ઞાસા અને સાથે સાથે શંકા અને મૂંઝવણ ઉત્પન્ન કરે એવાં વિલક્ષણ છે. એથી એ શંકાદિના પરિહારરૂપ ત્રીજાં હેતુસૂત્ર રચાયું હોય એમ લાગે છે. આ ત્રણ સૂત્રને અંગે સ્વોપજ્ઞ ભાષ્ય તેમ જ સિદ્ધસેનીય, હારિભદ્રીય વગેરે ટીકાઓ પ્રકાશ પાડે છે. તે પૈકી આ કૃતિમાં તો આ ભાષ્ય અને સિદ્ધસેનીય ટીકા એ બેના જ સ્પષ્ટીકરણરૂપ આ પ્રકાશિકા નામની વૃત્તિ શ્રીવિજયલાવણ્યસૂરિએ રચી છે. પદેવગુપ્તીય ટીકા- સિદ્ધસેનીય ટીકાની કેટલીક હાથપોથીમાં પ્રારંભમાં સમ્બન્ધકારિકા ઉપર ઉપર દેવગુપ્તસૂરિની ટીકા લખાયેલી જોવાય છે. આ ટીકાનું અંતિમ પદ્ય વિચારતાં એમ જણાય છે કે શાસ્ત્રની એટલે કે ત. સૂ. ની ટીકા રચવાના ઉદ્દેશથી આ દેવગુપ્ત ટીકા રચી પરંતુ એમની અભિલાષા પાર પાડી છે એમ જાણવાનું કોઈ સાધન હજુ સુધી તો મળી આવ્યું નથી. એમણે ધારેલી ટીકા રચી હોય તો પણ આજે તો અપ્રાપ્ય છે. ડુપડુપિકા અને એની પૂર્ણાહુતિ- અ. જ. ૫. વગેરેના પ્રણેતા હરિભદ્રસૂરિએ ત. સૂ. અને એના ભાષ્યને અંગે ટીકા રચવી શરૂ કરી હતી. લઘુવૃત્તિ તરીકે ઓળખાવાતી આ ટીકા પૂરી રચાઈ હોય તો પણ એ આજે તો આશરે સાડા પાંચ અધ્યાય પૂરતી જ ઉપલબ્ધ છે. ત્યાર પછીની લગભગ બાકીની ટીકા યશોભદ્રસૂરિ દ્વારા અને ત. સૂ.ના અંતિમ સૂત્રના ભાષ્ય પૂરતા ભાગની ટીકા એમના શિષ્યને હાથે રચાઇ છે, આમ કરવામાં એ બંને ગુરુ-શિષ્ય ગન્ધહસ્તી સિદ્ધસેનની વૃત્તિનો ઉપયોગ કર્યો છે. P ૨૬ ૧. આ કૃતિ પ્રકાશિત છે. જુઓ પૃ. ૮, ટિ. ૬ આમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ અપાયો છે તેથી આ વિષયના અભ્યાસનો માર્ગ સરળ બન્યો છે. ૨. જુઓ પૃ. ૮ ૩. સિદ્ધસેનગણિએ ત. સૂ.ની ટીકા (ભા. ૧, પૃ. ૪૧૯)માં આ ત્રણ સૂત્રનો “સનશાસ્ત્રાર્ષત્રિસૂત્રી" તરીકે નિર્દેશ કર્યો છે. ૪. આમ આ વૃત્તિ મર્યાદિત હોવા છતાં આ ગહન વિષય સમજવામાં ઉપયોગી છે. જો અન્યાન્યની ટીકાઓ વગેરેનો લાભ લઈ વૃત્તિ રચાઈ હોત તો એનું મહત્ત્વ ઘણું વધત. ૫. આ દે. લા. દ્વારા પ્રકાશિત છે. ૬. આ ઝુ. કે. થે. દ્વારા પ્રકાશિત થયેલી છે. ૭. અ. ૬, સૂ. ૨૩ના અમુક ભાગ સુધીની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy