SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૯ P. ૩૫૪ (૩) ટીકા- આના કર્તા વિજયસિંહ (? વિજયહંસ) સૂરિ છે. (૪) પંજિકા– આના કર્તા વાસુદેવસૂરિ છે. શું એઓ જૈન છે ? (૫) પર્યાય- આ અવસૂરિરૂપ પર્યાયના કર્તા હર્ષકીર્તિસૂરિ છે. એની એક હાથપોથી વિ.સં. ૧૬૩૨માં લખાયેલી છે. (૬) અવચૂરિ– આના કર્તાનું નામ જાણવામાં નથી. "મહાવિદ્યાવિડંબન કિવા શ્રીમહાદેવવાદીન્દ્ર (વિક્રમની તેરમી સદી)- આના કર્તા ભટ્ટ વાદીન્દ્ર છે. એમનું વાસ્તવિક નામ મહાદેવ હોવાનું મનાય છે. એઓ ન્યાયસાર ઉપર ટીકા રચનાર ભટ્ટ રાઘવના ગુરુ થાય છે. એઓ ઈ. સ. ૧૨૨પના અરસામાં વિદ્યમાન હશે એમ લાગે છે. | મહાવિદ્યાનો સામાન્ય અર્થ “મોટી વિદ્યા” એટલે કે “મોટું શાસ્ત્ર' એમ થાય છે. કાલી વગેરે દસ દેવીઓ પૈકી પ્રત્યેકને પણ “મહાવિદ્યા' કહે છે. મંત્ર અને વિદ્યાનો ભેદ વિચારીએ તો વિદ્યાનો સંબંધ દેવી સાથે છે. એ દૃષ્ટિએ મહાવિદ્યા એટલે દેવીનું મહત્ત્વની આહ્વાન એમ થાય પરંતુ આ પૈકી એકે અર્થ સીધી રીતે તો અહીં પ્રસ્તુત નથી. અહીં તો ભટ્ટ વાદીન્દ્ર મહાવિદ્યાવિડંબન (પૃ. ૩)માં કરેલો નિમ્નલિખિત અર્થ કરવાનો છે : કેવલાન્વયી એવા વ્યાપકમાં પ્રવર્તતો જે હેતુ પક્ષમાં હોઈ વ્યાપક સિદ્ધ નહિ થઈ શકે એવા બળને લઈને અન્વયવ્યતિરેકી સાધ્યને કે જે વાદીને અભિમત છે તેને સિદ્ધ કરે છે તે હેતુને “મહાવિદ્યા' કહે છે. મહાવિદ્યાનો આ અર્થ તાન્ત્રિક કુલાર્કની ષોડશી તરફની ભક્તિને આભારી હોવાનું કહેવાય છે. મહાવિદ્યાને અંગે ઈ.સ.ની બારમી સદીની પહેલાં વિચાર કરાયો હોય એમ લાગે છે. ઉપર્યુક્ત વાદીન્દ્ર પંડિત કુલાર્ક અને શિવાદિત્યમિશ્રનો ઉલ્લેખ કર્યો છે. એમની આ ત્રણ પરિચ્છેદમાં વિભક્ત કૃતિ શ્રીમહાદેવવાદીન્દ્ર પણ કહેવાય છે. એના ઉપર બે ટીકા છે : (૧) આનન્દપૂર્ણકૃત મહાવિદ્યાવિડંબનવ્યાખ્યાન, (૨) ભુવનસુન્દરસુરિકૃત વ્યાખ્યાનદીપિકા. આ ભુવનસુન્દરસૂરિની- સોમસુન્દરસૂરિના શિષ્યની ટીકાનું સંશોધન ચારિત્રરાજે અને રાજશેખરે કર્યું છે. આ ટીકાને દીપિકાવૃત્તિ તેમ જ ટિપ્પણ પણ કહે છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૬). P ૩૫૫ ૧. આ કૃતિ આનંદપૂર્ણકૃત તથા ભુવનસુન્દરસૂરિકૃત ટીકા તેમ જ કુલાર્કની દશશ્લોકી તથા એનાં વિવરણ અને ટિપ્પણ સહિત “ગા. પો. ગ્રં.”માં ઇ.સ. ૧૯૨૦માં છપાઈ છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૬)માં મૂળ કૃતિનો મહાવિદ્યા તરીકે ઉલ્લેખ છે. વળી અજૈન કલાર્ક શબ્દની નિત્યતા સિદ્ધ કરવા માટે સોળ દલીલો દસ પદ્યમાં રજ કરતી મહાવિદ્યા નામની કતિ રચી છે અને એના ઉપર કોઈક અજૈને જે દીપિકા રચી છે તેના ઉપર ભુવનસુન્દરસૂરિએ વૃત્તિ (ટિપ્પણ) રચેલ છે એમ અહીં કહ્યું છે. ૨. એમણે દશશ્લોકીમહાવિદ્યાસૂત્ર રચ્યું છે. એમાં દસ પડ્યો છે. નવમું પદ્ય ઉપજાતિમાં છે જ્યારે બાકીનાં અનુષ્કુભૂમાં છે એ સોળ પ્રકારના અનુમાન ઉપર પ્રકાશ પાડે છે. સાથે સાથે આ પ્રત્યેક પઘની પછીનું ગદ્યાત્મક લખાણ તે તે જાતનું ઉદાહરણ રજૂ કરે છે. ૩-૪. આ બંને “ગા. પ્ર. ગ્રં.”માં ગ્રંથાક ૧૨ તરીકે ઇ.સ. ૧૯૨૦માં છપાયાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy