SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ P ૧૯૬ સમાધિ સમાધિતત્ર ( )- સમાધિ એ યોગદર્શન પ્રમાણે યોગનું આઠમું અંગ છે. કેટલાકનું કહેવું છે કે કુન્દકુન્દ સમાધિતત્ર રચ્યું છે. એના ઉપર પર્વતધર્મો તેમ જ નાથુલાલે એકેક ટીકા સંસ્કૃતમાં રચી છે. સમાધિશતક કિવા સમાધિતત્ર (વિક્રમની છઠ્ઠી સદી)- પૂજ્યપાદે ૧૦૫ શ્લોકમાં આ કૃતિ રચી છે. ડો. પી. એલ. વૈદ્યના મતે શ્લો. ૨, ૩, ૧૦૩ અને ૧૦૪ તેમ જ સંભવતઃ ૧૦૫ એમ પાંચ પદ્યો પ્રક્ષિપ્ત છે. આત્માથી અતિરિક્ત પદાર્થોમાં આત્મત્વની બુદ્ધિ રાખવાથી સંસારી જીવ દુ:ખી થાય છે એ હકીકત અહીં વર્ણવાઈ છે. આત્માની ગતિ વિષે આ કૃતિ સરસ પ્રકાશ પાડે છે. એનાં કેટલાંક પદ્ય મોખપાહુડનું સ્મરણ કરાવે છે. કેટલાકને મતે એ એના આધારે યોજાયાં છે. ગ્લો. ૧૦પ પ્રમાણે આ જ કૃતિનું નામ સમાધિતત્ર છે. ટીકાઓ સમાધિશતક ઉપર પ્રભાચન્દ્ર, યશશ્ચન્દ્ર, પર્વતધર્મ અને મેઘચન્દ્ર એકેક ટીકા સંસ્કૃતમાં રચી છે. એ પૈકી પ્રભાચન્દ્રકૃત ટીકા છપાયેલી છે. જુઓ પૃ. ૧૯૫, ટિ. ૨. અનુવાદો- મૂળ કૃતિના હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયા છે. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૧૯૫, ટિ. ૨. ઉદ્ધાર- સમાધિશતક યાને દોધિકશતકના પ્રણેતા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એની રચનામાં એમણે “સમાધિતંત્ર વિચાર”નો ઉદ્ધાર કર્યો છે એમ નિમ્નલિખિત ૧૦૦માં પદ્યનો પૂર્વાર્ધ જોતાં જણાય છે : “દોધિકશતકે ઉદ્ધરયું ત×સમાધિવિચાર” P ૧૯૭ ૧. “સનાતન જૈન ગ્રંથમાલામાં ગ્રંથાક ૧ તરીકે આ કૃતિ ઇ.સ. ૧૯૦૫માં મુંબઇથી પ્રસિદ્ધ થઇ છે. દિલ્હીથી એ વિ. સં. ૧૯૭૮માં પં. ફતેહચંદે પ્રકાશિત કરી છે. એમ. એન. દ્વિવેદીના અંગ્રેજી અનુવાદપૂર્વક આ મૂળ કૃતિ અમદાવાદથી ઇ.સ. ૧૮૯૫માં પ્રગટ થઇ છે. ઇ.સ. ૧૯૪૦માં મરાઠી અનુવાદ સહિત મૂળ કૃતિ સોલાપુરના આર. એન. શાહે પ્રસિદ્ધ કરી છે. “વીરસેવામંદિર” સરસાવાથી પં. પરમાનન્દ જૈનના હિન્દી અનુવાદ તેમ જ પ્રભાચન્દ્રકૃત સંસ્કૃત ટીકા સહિત આ મૂળ ઈ.સ. ૧૯૫૪માં છપાવાયું છે. એમાં પં. જુગલકિશોરની હિન્દીમાં વિસ્તૃત પ્રસ્તાવના છે. આ પ્રકાશનનું નામ “સમાધિતત્ર ઔર ઈષ્ટોપદેશ” છે. ૨. જુઓ “જૈન સિદ્ધાન્ત ભાસ્કર' (Vol. V) “અનેકાન્ત” (વ. ૨, પૃ. ૪૪૩-૪૫૨)માં ડો. પી. એલ. વૈદ્યના મતનું ૫. જુગલકિશોરે ખંડન કર્યું છે. ૩. આ કૃતિ “સમાધિશતકમ્ તથા આત્મકાન્તિપ્રકાશ” એ નામથી “અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ” તરફથી પ્રકાશિત પુસ્તકમાં અપાયેલી છે. એની ઇ.સ. ૧૯૦૮માં છપાયેલી બીજી આવૃતિમાં “યોગનિષ્ઠ' બુદ્ધિસાગરસૂરિજીએ આને અંગે ગુજરાતીમાં આપેલા ભાવાર્થ અને વિસ્તૃત વિવેચનને સ્થાન અપાયું છે. [“સોહિભાવનિગ્રંથ” અને “આપ હિ આપ બુઝાય”માં સમાધિશતકની કેટલીક કડીઓ ઉપર આ. યશોવિજયસૂરિ. મ.નું વિવેચન છે. પ્રાપ્તિસ્થાન- આ. ૐકારસૂરિજ્ઞાનમંદિર સૂરત.] ૪. આને સમાધિતત્ર પણ કહે છે. એના પરિચય માટે જુઓ યશોદોહનના ઉપોદઘાતનાં પૃ. ૧૨ અને ૫૪ તેમ જ મૂળનાં પૃ. ૨૯૫ અને ૨૯૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy