SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૧ છદ્મસ્થના ધ્યાનના ૪૪૨૩૬૮ ભેદો થાય છે. યોગ, વીર્ય, ઇત્યાદિ જે આઠ ગણાવેલ છે એ પૈકી યોગના ૨૯૦ આલંબનો છે. ભાષાના ૫૮ (૪૨+૧૬)નો મનથી ચિંતન કરતી વેળા ૫૮ મનોયોગ બને છે. અને એ બોલતી વેળા ૫૮ ભાષાયોગ બને છે. ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીરના ૩૨ + ૨૫ + ૧ + P ૧૯૨ ૫૮ + ૫૮ = ૧૭૪ કાયયોગ છે. એમાં ૫૮ મનોયોગ અને પ૮ ભાષાયોગ ઉમેરતાં ૨૯૦ આલંબનો થાય છે. જસ્થાનના આઠ અને બાકીનાનું એકેક આલંબન છે. ' ધ્યાનદીપિકા કિવા ધ્યાનાધ્વગદીપિકા યાને ધ્યાનસુદીપિકા (વિક્રમની ૧૭મી સદી)- આ પદ્યાત્મક કૃતિ છે. એમાં ૨૦૪ પદ્ય સંસ્કૃતમાં છે. ઝાણઝયણની કેટલીક ગાથાઓ આમાં પ્રસંગવશાત્ સંકલિત કરાઇ છે. એ ગણતાં પોની સંખ્યા ૨૪૫ની થાય છે. કેટલાંક સંસ્કૃત પદ્ય યોગશાસ્ત્રમાંથી અહીં ઉદ્ધત કરાયાં છે અને કેટલાંક જ્ઞાનાર્ણવ સાથે મળતાં આવે છે. આ હિસાબે આ એક સંગ્રહાત્મક કૃતિ છે. એના બીજા પદ્યમાં ધ્યાનાધ્વગદીપિકા' એ નામ એના અને અંતિમ પદ્યમાં ધ્યાનસુદીપિકા' એ નામ રજૂ કરાયેલ છે. પુષ્યિકામાં ધ્યાનદીપિકા નામ છે અને એ પ્રચલિત બન્યું છે. આ પુષ્પિકામાં સૂચવાયા મુજબ આના કર્તા સકલચન્દ્ર છે. ૧૬૨ ગાથામાં અપ્પસિખાપયરણ (આત્મશિક્ષાપ્રકરણ) યાને સુતસ્સાય (શ્રુતાસ્વાદ) રચનારા સકલચન્દ્ર તે જ આ હોય એમ લાગે છે. જો એમ જ હોય તો આ વિજયદાનસૂરિના શિષ્ય ગણાય. P ૧૯૩ “વન્દ્રીપત્તિમપ્રિમમ:”થી શરૂ થતા અંતિમ પદ્યગત અર્ક, દીપાલિ અને મણિને સંખ્યાવાચક ગણી આ રચના વિ.સં. ૧૬૨૧માં થયાનું જે ભાષાંતરકારે સૂચવ્યું છે તે વિચારણીય છે. આ કૃતિને ભાષાંતરકારે નવ પ્રકરણોમાં વિભક્ત કરી છે, જો કે ગ્રંથકારે તેમ કર્યું નથી. આ ગ્રંથમાં જ્ઞાનાદિ ચાર ભાવના તેમ જ અનિત્યાદિ બાર ભાવના, આર્ત વગેરે ચાર ધ્યાનો, અષ્ટાંગ યોગ, પિંડસ્થાદિ ચાર ધ્યાનો તેમ જ હિતશિક્ષા એમ વિવિધ વિષયો આલેખાયા છે. શુભચન્દ્રત જ્ઞાનાર્ણવમાં ધ્યાનનો અધિકાર છે. એમાં જેમ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું નિરૂપણ છે તેમ તેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્ર (પ્ર. ૭-૧૦) અને એની સ્વપજ્ઞ વૃત્તિમાં છે. વિશેષમાં આ કૃતિમાં હેમચન્દ્રસૂરિએ સ્વાનુભવ અનુસાર મનના વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન એવા ચાર ભેદોનું વર્ણન કર્યું છે. અને એ બાબત નવીન જણાય છે. અધ્યાત્મસારમાં ધ્યાનાધિકાર છે. અન્ય કૃતિઓ– યશકીર્તિકૃત તેમજ અજ્ઞાતકર્તક ધ્યાનસાર છે. નેમિદાસે ધ્યાનમાલા, ૧. એનાં આઠ આલંબનો કમ્મપયડની દ્વિતીય ગાથા દ્વારા દર્શાવાયાં છે. ૨. કેસરવિજયગણિકૃત ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ સહિત આ કૃતિ સોમચંદ ભગવાનદાસ તરફથી ઇ.સ. ૧૯૧૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં મૂળ પદ્ય પદચ્છેદાદિ દૃષ્ટિએ તે અશુદ્ધ છપાયાં છે. ૩. આ નામની એક ગુજરાતી કૃતિ છે. એનો પરિચય મેં પૃ. ૧૬૦માં આપ્યો છે. ૪. યોગદર્શન તથા યોગવિંશિકાની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૩૧)માં જે દિગંબરીય ધ્યાનસારનો ઉલ્લેખ છે તે શું એમની કૃતિ છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy