SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ P ૧૩૧ અંશને જાણનારા અન્યદર્શનીઓને અનંત નયોથી ઓતપ્રોત અને અતિશય ગંભીર એવા જિનમતનો અર્થાત્ જૈન દર્શનનો સ્વલ્પ ગબ્ધ લેવી પણ શક્ય નથી. એના પછીના પદ્યમાં એવો ઉલ્લેખ છે કે વસ્તુનો ધર્મ અનેકાન્ત છે એ બાબત પ્રમાણ અને નયથી સિદ્ધ છે. એ જાણ્યા વિના અનેકાન્તમાં દોષ બતાવવા એ પોતાની બુદ્ધિની વિડંબના છે. આ પ્રમાણેની મતલબનાં ત્રણ પદ્યોથી આ નવ્ય ન્યાયની ઝલકથી શોભતા પ્રકરણનો પ્રારંભ કરી અનેકાન્તનું વ્યાપક લક્ષણ રજૂ કરી એ લક્ષણગત પદોનો-તત્ત્વ વગેરેનો વિચાર કરાયો છે. ત્યાર બાદ નિગમ વગેરે સાત નયો પૈકી એક પછી એકનું વિસ્તારથી નિરૂપણ કરાયું છે અને તે તે નયનું એકાંતે સેવન કરનારના વિચારની સમીક્ષા કરાઈ છે. દા. ત. “નૈગમ' નયનો એકાંતે આશ્રય લેનારું દર્શન તે વૈશેષિક' છે અને ઉપલક્ષણથી “ન્યાય' દર્શન છે તો આ દર્શનનું સ્વરૂપ એ દર્શનના મૂળ ગ્રંથોમાં જેવું દર્શાવાયું છે તેવું (નહિ કે કલ્પિત) સંક્ષેપમાં પરંતુ સચોટ રીતે રજૂ કરી એમાં જે વાંધાભરી હકીક્તો છે તેનું નિરસન કરાયું છે. ત્યાર બાદ “સંગ્રહ' નય અને એનો એકાંતે ઉપયોગ કરનારા “વેદાન્ત' દર્શનની અને ત્યાર પછી “વ્યવહાર” નય અને એનો એકાંતે આશ્રય લેનાર “સાંખ્ય' દર્શનની વિચાર-સરણી રજૂ કરી તેની સમીક્ષા કરાઈ છે. એના પછી “ઋજસૂત્ર નયનું નિરૂપણ કરી એનું એકાંતે સેવન કરનાર “બોદ્ધ દર્શનની ચારે શાખાની હકીક્ત હાથ ધરાઈ છે. પ્રસંગોપાત્ત દિગંબરોને અભિમત નવ નયોની માન્યતાનું P ૧૩૨ ખંડન કરાયું છે અને એને દિપટોનું કપટનાટક કહી એના ખંડન માટે પોતે રચેલા આપભ્રંશિકા-પ્રબંધ જોવા ભલામણ કરાઈ છે. ત્યાર પછી શબ્દાદિ ત્રણ નવો વિચારી સપ્તભંગીના પ્રત્યેક ભંગ, એ સપ્તભંગીનો નયોમાં સમવતાર, “અવક્તવ્ય' નામના ત્રીજા ભંગનો વિસ્તારથી વિચાર અને એને અંગે સોળ વિકલ્પો. સપ્તભંગીના ભંગોના ૩, ૩, ૧૦, ૧૦, ૧૩૦, ૧૩૦, અને ૧૩૦ એવા પ્રતિભંગો-કુલ્લે ૪૧૬ ભંગી, એના અવાંતર ૧૪૩૬ ભંગ ઇત્યાદિ બાબત મલ્લવાદી કૃત દ્વાદશાનિયચક્રને આધારે દર્શાવાઈ છે. ત્યાર બાદ વસ્તુ અનેકાન્તાત્મક હોય તો જ નય અને પ્રમાણન એ વિષય બની શકે એ વાત કહી વ્યંજનપર્યાય અને અર્થ-પર્યાયનું સ્વરૂપ, દ્રવ્ય અને ગુણના ભેદભેદ, “ગુણાર્થિક નય માનવામાં રહેલા દોષો, નયોને લગતી દિગંબરીય માન્યતાનું ખંડન, દ્રવ્ય અને પર્યાયનો ભેદભેદ, અનેકાન્તની અનેકાન્તતા અને અંતમાં અનેકાન્તની મહત્તા એમ વિવિધ બાબતો વિચારાઈ છે. સાથે સાથે પ્રસંગવશાત્ લગભગ ૨૫૦ પસંવાદ-પાઠ અપાયા છે. એથી પ્રકરણના મહત્ત્વમાં વૃદ્ધિ થઈ છે. ૧. અધ્યાત્મસાર (અધિ. ૧૯, શ્લો. ૬) અને સપ્તભંગી-નયપ્રદીપ (પૃ. ૭૦)માં સાંખ્ય દર્શનનો ઉદ્ભવ સંગ્રહ નયના વધુ પડતા સેવનને આભારી હોવાનું કહ્યું છે. આ ભિન્નતાનો તોડ દ્રવ્યાર્થિક નયની શુદ્ધતા અને અશુદ્ધતા વિચારતાં નીકળી શકે છે. ૨. દ્રવ્યાર્થિક, પર્યાયર્થિક અને નૈગમાદિ સાત નયો. ૩. જુઓ અનેકાન્તવ્યવરથા (પત્ર ૫૪આ.) ૪. આ દિક્ષટ-કપટ કુઠાર યાને દિકપટ-ચોર્યાસી-બોલ તરીકે ઓળખાવાતી ન્યાયાચાર્યની કૃતિ છે કે કેમ તે વિચારવું ઘટે. " ૫. આની સૂચી મૂળના નિર્દેશપૂર્વક “જે. ગ્રં. પ્ર. સં.”ની આવૃત્તિમાં અપાઈ છે. એમાં શ્રુતિ, છાન્દોગ્ય ઉપનિષદ્ અને સાંખ્ય-કારિકા જેવી અજૈન કૃતિઓનો તેમજ સમ્મઈ-પયરણ અને વિસસા. જેવી પ્રૌઢ જૈન કૃતિઓનો સમાવેશ થાય છે. ૬. વિસ્તાર માટે જુઓ પ્રકાશકીય નિવેદન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy