SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : પ્રિ. આ. ૧૨૩-૧૨૬] ૬૭ ચારિત્રગુણ મેળવવા પ્રયત્ન કરવાનો ઉપદેશ અપાયો છે. આમાં નવ્ય ન્યાયની પરિભાષા નજરે પડે છે. મે ૧૨૫ આ કૃતિ વિવિધ અવતરણોથી વિભૂષિત છે. પૌર્વાપર્ય–પૃ.૩૧માં ત્રિસૂત્રાલોકનો અને પૃ.૬૫માં ન્યાયાલોકનો ઉલ્લેખ છે. પૃ.૧૨૭માં “પત્નિ ન''થી શરૂ થતું પદ્ય નયોપદેશમાં ૩૧માં શ્લોક તરીકે જોવાય છે. આ ઉપરથી નયરહસ્ય આ ત્રણે કૃતિ કરતાં પ્રાચીન નથી એ ફલિત થાય છે. પ્રમોદા-આ નરહસ્ય ઉપર શ્રીવિજયલાવણ્યસૂરિએ વિ. સં. ૨૦૦૧માં સંસ્કૃતમાં રચેલી વિવૃતિ છે નયોપદેશ– આ પદ્યાત્મક કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. આ કૃતિમાં ૧૪૪ પદ્યો છે. દસમા પદ્યમાં સમ્મતિ નામના ગ્રંથનો ઉલ્લેખ છે. આ કૃતિ સાત નિયામાં લક્ષણો રજૂ કરી પ્રદેશ, રે ૧૨૬ પ્રસ્થક અને વસતિનાં ઉદાહરણ આપી નો વિષે પુષ્કળ પ્રકાશ પાડે છે. ત્યાર બાદ નિક્ષેપનો વિષય હાથ ધરાયો છે. અંતમાં કયું દર્શન કયા નયનું એકાંતે સેવન કરે છે તેનો નિર્દેશ કરાયો છે અને જ્ઞાનનય અને ક્રિયા-નયની માન્યતા રજૂ કરાઈ છે ગ્લો. ૬૮માં “કાલાવચ્છિન્ન' એવો પ્રયોગ છે. ગ્લો. ૭૯માં “દિગંબર' એ અર્થમાં “નગ્ન” શબ્દ વપરાયો છે. નિયામૃતતરંગિણી—આ સ્વોપજ્ઞ ટીકા છે. એમાં નવ્ય ન્યાયની ઝલક નજરે પડે છે. એ જાતજાતના વાદ વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. પર્યાય-આના કર્તા “પૂર્ણિમાં'ગચ્છના મહિમપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ છે. ‘તરંગિણી-તરણિ–નયોપદેશ તેમજ નયામૃતતરંગિણીને લક્ષીને શ્રીવિજયલાવણ્યસૂરિએ આ વૃત્તિ રચી છે. નયકર્ણિકા- ઉમા. વિનયવિજય. સં. ફત્તેચંદલાલ. પ્ર. શારદાબેન ચી. સંદર) ૧.શ્રીહર્ષના ઉલ્લેખપૂર્વક એમની કૃતિ ખંડનખંડખાદ્યમાંથી પણ અવતરણ અપાયેલ છે. ૨. આ “વિજયનેમિસૂરિ ગ્રં.” માં પ્રકાશિત છે. ૩. આ માટે “માડછાશવા' એવો જે શબ્દાંક અપાયો છે.તે બ્રાંત છે કેમકે “આશા'થી દસ લેતાં તો આ રચના ૨૦૧૦ની ગણાય, નહિં કે ૨૦૦૧ની. ૪. આ કૃતિ ભાવપ્રભસૂરિકૃત પર્યાય સહિત ‘જૈ. ધ. પ્ર. સ. તરફથી વિ. સં. ૧૯૬પમાં પ્રકાશિત કરાઇ છે. [આનું પનર્મદ્રણ જિ. આ. ટ. દ્વારા થયું છે.] આ કતિનાં ૧-૩૯ પદ્ય પરતો ભાગ એને અંગેની નયામતતરંગિણી તેમજ તરંગિણી-તરણિ સહિત “વિજયનેમિસૂરિગ્રંથમાલા”માં બોટાદથી વિ. સં. ૨૦૦૮માં છપાવાયો છે. એમાં પ્રારંભમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિષયાનુક્રમ છે.વળી નયામૃતતરંગિણીમાંના કેટલાંક અવતરણોનાં મૂળનો નિર્દેશ છે. એમાં શ્રીહર્ષકૃત ખંડનખંડખાદ્ય અને દીધિતિ જેવી અજૈન કૃતિઓનો ઉલ્લેખ છે. આ પ્રથમ ભાગની જેમ બીજો ભાગ (પદ્ય. ૪૦-૧૪૪) પણ બોટાદથી વિ. સં. ૨૦૧૨માં છપાવાયો છે. આમ બે ભાગ મળી તરંગિણી-તરણિ પૂર્ણ કરાઈ છે. ૫. આ વિ. નેમિસૂરિગ્રંમાં છપાયેલી છે. જુઓ ટિ. ૪ ૬. જૈ. સા.સં. ઈ. (પૃ. ૧૬૨)માં આ વૃત્તિને ન્યાયામૃતતરંગિણી કહી છે તે ભૂલ છે. ૭. આ જૈ. ધ. પ્ર. સ. માં પ્રકાશિત છે. જુઓ ટિ. ૪. ૮. આ બે ભાગમાં છપાવાઈ છે. જુઓ ટિ. ૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy