________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
બૃહત્ કાવ્ય' એટલે હજારેક શ્લોકથી વધારે પરિમાણવાળું કાવ્ય અને “લઘુ કાવ્ય” એટલે એથી ઓછા પરિમાણવાળું કાવ્ય. આ એક કામચલાઉ વ્યવસ્થા છે. આવી વ્યવસ્થા પરીક્ષાની ઉત્તીર્ણતાને અંગે નિયત કરેલા ટકાની બાબતમાં પણ જોવાય છે. પ્રથમ ઉપપ્રકાર માટે બૃહત્ કાવ્ય' અને દ્વિતીય માટે લઘુ કાવ્ય” એવી સંજ્ઞા મેં યોજી છે.
બૃહત્ કાવ્યો સામાન્ય રીતે “મહાકાવ્ય' તરીકે ઓળખાવાતી કૃતિનાં લક્ષણોથી અંકિત હોય એ સ્વાભાવિક છે પરંતુ લઘુ કાવ્યોમાં ઋતુ વગેરેનાં વિસ્તૃત વર્ણનો ઇત્યાદિ માટે પ્રાયઃ સ્થાન હોય નહિ. બૃહત્ કાવ્યોનો વિષય મહાપુરુષોનાં ચરિત્રો રજૂ કરવાનો હોય એ દૃષ્ટિએ એ “ચરિત્રાત્મક કાવ્ય ગણાય. આ મહાપુરુષો પૈકી જેઓ પ્રાગુ-ઐતિહાસિક (pre-historic) યુગમાં થયેલા હોય તેમને માટે “પૌરાણિક' શબ્દ યોજી શકાય અને એમને અંગેના કાવ્યોનો તો “પુરાણ” તરીકે નિર્દેશ થઈ શકે અને કેટલાક જૈન ગ્રંથકારોએ તેમ કર્યું પણ છે.
એકસંધાન લઘુ કાવ્યોમાં ખંડ-કાવ્યો, શતકો, પ્રકૃતિ-કાવ્યો. સમસ્યા-કાવ્યો, સંદેશ-કાવ્યો, સ્તુતિ-સ્તોત્રો અને વિજ્ઞપ્તિ-પત્રોનો સમાવેશ થાય છે.
અહીં એ વાત ઉમેરીશ કે કોઈ કાવ્ય એક જ પદ્યરૂપ હોય અને તેના અનેક અર્થો થતા હોય તો તે “અનેકાથ' કાવ્ય ગણાય. સાથે સાથે એ “લઘુ અનેક સંધાન કાવ્ય” પણ ગણાય. આવાં અનેક પદ્યવાળું સળંગ કાવ્ય હોય તો એ પણ “અનેકસિંધાન કાવ્ય' ગણાય. એ પણ બૃહતું કે લઘુ હોય.
ગદ્યાત્મક કાવ્યોમાં ગદ્યમાં રચાયેલી કૃતિઓની–ખાસ કરીને આખ્યાયિકાઓ, કથાઓ ઈત્યાદિની ગણના કરાય છે. “ચંપૂ’ એ તો મુખ્યતયા ગદ્યમાં રચાયેલી એક વિશિષ્ટ પ્રકારની રચના છે.
દશ્ય કાવ્ય- દશ્ય' કાવ્ય એટલે “રૂપક'. સામાન્ય રીતે એનો “નાટક' શબ્દથી વ્યવહાર થઈ શકે. સટ્ટક જેવા રૂપકને બાદ કરતાં ઉત્તર ભારતના પ્રાચીન સમયનાં રૂપકોમાં સંસ્કૃત ઉપરાંત જાતજાતની પાઈય (પ્રાકૃત) ભાષામાં ગુંથાયેલું લખાણ નજરે પડે છે. આને લક્ષ્યમાં રાખી હું આ રૂપકોને-નાટકોને દ્વિભાષિક' (bilingual) કહું છું. જૈન રૂપકોની સંખ્યા નાની છે એટલે એના પેટાવર્ગ પ્રમાણે વહેંચણી કરવાની આવશ્યકતા રહેતી નથી.
આમ મેં કાવ્યરૂપ વૃક્ષની શાખા, પ્રશાખા ઈત્યાદિનો જે નિર્દેશ કર્યો છે તેનો એકસામટો બોધ થાય તે માટે એની હું નીચે મુજબ સ્થાપના રજૂ કરું છું :૧. ઐતિહાસિક યુગના આરંભકાળને “આઘ-ઐતિહાસિક' (proto-historic) કહે છે. હડપ્પા-સંસ્કૃતિ, વેદસંસ્કૃતિ તેમ જ અજૈન રામાયણ, મહાભારત અને પુરાણોના મુખ્ય પ્રસંગો આ આદ્ય-ઐતિહાસિક યુગના છે એમ “ગુજરાત વિદ્યાસભા” તરફથી વિ.સં. ૨૦૦૮માં પ્રકાશિત હડપ્પા ને મોહેંજો-દડો (પૃ.૫)માં ઉલ્લેખ છે. આ પુસ્તક અધ્યાપક ડો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ રચ્યું છે. ૨. ગ્લેષાત્મક પદ્યવાળું કાવ્ય એક રીતે “અનેક-સંધાન’ ગણાય પરંતુ એ સર્વાશે એવું ભાગ્યે જ હોય એટલે
એનો મેં અહીં ઉલ્લેખ કર્યો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org