________________
श्रीवीतरागाय नमः
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય
# ૧ उपखंड १ : ललित साहित्य
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો
(અ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : જિનચરિત્રો કાવ્યના પ્રકારો અને ઉપપ્રકારો-સાહિત્યનો “વાડ્મય' જેવો વ્યાપક અર્થ કરીને. (નહિ કે એના મર્યાદિત સ્વરૂપને લક્ષીને) એના બે વિભાગ કેટલીક વાર પડાય છે : (૧) લલિત અને (૨) લલિતેતર. તેમાં આ “લલિત સાહિત્યનું એક મહત્ત્વનું અંગ તે “કાવ્ય' છે. “કાવ્ય' એટલે “રસાત્મક શાબ્દિક રચના. અહીં “રસ” થી ખાનપાન વગેરેને અંગેના રસ નહિ પણ શૃંગાર વગેરે રસ અભિપ્રેત છે. આ પ્રકારના રસથી રંગાયેલી મનોરંજક કૃતિરૂપ કાવ્યના (૧) શ્રવ્ય અને (૨) દશ્ય એમ બે મુખ્ય વર્ગો પડાય છે. તેમાં શ્રવ્ય કાવ્યના (૧) પદ્યાત્મક યાને છન્દોબદ્ધ, (૨) ગદ્યાત્મક અને (૩) ઉભયાત્મક એમ ત્રણ પેટાવર્ગ ગણાવાય છે. તેમાં પદ્યાત્મક કાવ્યો પૈકી ઘણાંખરાં સાહિત્યના એક જ અંગને-એક જ વિષયને રજૂ કરે છે. એને આપણે એકાશ્રય કાવ્ય' કહી શકીએ કેમકે સાહિત્યના ભિન્ન B ૨ ભિન્ન અંગરૂપ આશ્રયવાળાં કાવ્યને માટે “યાશ્રય' જેવો શબ્દ યોજાયેલો મળે છે. આ ઉપરથી આપણે પદ્યાત્મક કાવ્યોના ‘એકાશ્રય' અને અને કાશ્રય એમ બે પ્રકારો પાડી શકીએ. કોઈ પણ કાવ્યનો વિષય એક સાથે બેથી વધારે આશ્રયને સરખે અંશે અનુરૂપ હોય એવું કાવ્ય જોવા-જાણવામાં નથી. તેમ છતાં શાસ્ત્રીય દૃષ્ટિએ “અનેકાશ્રય' એવું નામકરણ યોજવું સમુચિત જણાય છે. “એકાશ્રય' કાવ્યોમાં કેટલાંકની રચના એવી છે કે એના પ્રત્યેક પદ્યના એક કરતાં વધારે અર્થ થાય છે એટલે કે એ અનેકસંધાન કાવ્ય હોય છે. આ દૃષ્ટિએ એકસંધાન કાવ્ય અને “અનેકસંધાન' કાવ્ય એમ એના બે વર્ગ પાડી શકાય. આ બંને વર્ગના કાવ્યોના એના પદ્યોની સંખ્યાને આધારે બૃહત્’ અને ‘લઘુ” એમ બે બે પેટાવર્ગો દર્શાવાય.
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org