________________
ઉપોદઘાત
[49] ૪૯ તો તે મળતાં નથી. 'ઉપલબ્ધ જૈન સંસ્કૃત સાહિત્ય જોતાં તો એમ લાગે છે કે છેક વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધમાં એક ગેય કાવ્ય રચાયું છે અને એ નામ વગેરેની દૃષ્ટિએ જયદેવકૃત ગીતગોવિન્દના અનુકરણરૂપ છે. એનું નામ ગીતવીતરાગ છે અને એના કર્તા દિ. અભિનવ ચારકીર્તિ છે. બીજું P ૩૫ નોંધપાત્ર ગેય કાવ્ય તે વૈયાકરણ વિનયવિજયગણિની વિ. સં. ૧૭૨૭ની રચના નામે શાન્તસુધારસ છે. એ ગુજરાતની દેશીઓના રાગમાં છે. એના પછી લગભગ સવાસો વર્ષે વિ. સં. ૧૮૫૯માં “ખરતર' ગચ્છના પુણ્યશીલે પચતુર્વિશતિ-જિનસ્તુતિ હિન્દી દેશીઓને રાગમાં રચી છે. આમ આ ત્રણે ગેય કાવ્યો ઉપરાંત એવા બીજા કોઈ સંસ્કૃત કાવ્ય પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ હોય તો તેની તપાસ કરવી બાકી રહે છે.
સ્તુતિ-સ્તોત્રોનું દિગ્દર્શનપૂર્વકનું પરિશીલન અર્થ અને પર્યાય- સંસ્કૃત ભાષામાં “તુ' ધાતુ છે. એના ત્રણ અર્થ કરાય છે : (૧) પ્રશંસા કરવી, (૨) ગુણકીર્તન કરવું અને (૩) ગુણગાન દ્વારા પૂજન કરવું. આ ધાતુ ઉપરથી ‘સ્તુતિ', “સ્તોત્ર” અને “સ્તવ' તેમ જ સ્તવન અને સંસ્તવ શબ્દો પણ ઉદ્દભવ્યા છે અને જૈન P ૩૬ સાહિત્યમાં ખાસ કરીને પ્રથમ ત્રણેનો ઉપયોગ સંસ્કૃત કૃતિઓ માટે કરાયો છે. “સ્તુતિ એટલે વખાણ યાને તારીફ. આ જો અસત્ય કે અતિશયોક્તિથી રંગાયેલી હોય તો એનું મૂલ્ય ઘટે છે અને એ “ભાટવેડા' ગણાય છે. રાજામહારાજઓના ગુણગાન કરનારને “ભાટ' કહે છે. ભાટચારણ માટેનો માનવાચક શબ્દ “બારોટ’ છે. સંસ્કૃતમાં “સ્તુતિ-પાઠક' શબ્દ છે. પ્રસ્તુતમાં મુખ્યતયા પરમાત્માનાઈષ્ટ દેવના અસાધારણ ગુણોનું કથન એ અર્થમાં “સ્તુતિ' શબ્દ હું વાપરું છું. અભિધાનચિત્તામણિ (કાર્ડ ૨)માં “સ્તુતિ’ શબ્દના પર્યાયો નીચે મુજબના પદ્યમાં નજરે પડે છે :
વૈધૃષ્ટ વર્ગનેડા સ્તવઃ સ્તોત્ર સ્તુતિનુતિઃ I૧૮રૂ ?” शूघा प्रशंसाऽर्थवादः"
૧. ભરૂચના નિવાસી અને મોડામાં મોડા વિક્રમની બીજી સદીમાં થઈ ગયેલા વજભૂતિસૂરિએ ગેય કાવ્યો રચ્યાં
હતાં (જુઓ પૃ. ૮૨) પણ એ હજી સુધી તો મળી આવ્યાં નથી. પઉમચરિય (ઉદેસંગ ૨૮)નાં ૪૭માંથી
૫૦મા સુધીના પદ્યો ગેય છે. ૨. જુઓ પૃ. ૨પ૭-૨૫૮. ૩. આ વિનયવિજયગણિએ તેમ જ યશોવિજયગણિએ જે વૃષભજિનસ્તવન અને પુણ્ડરીકગિરિસ્થ
શ્રીઆદિજિનસ્તવન નામની એકેક કૃતિ રચી છે તે પણ “ગેય' કાવ્ય ગણાય. આ બંને કૃતિ મારા ગુજરાતી
અનુવાદ સહિત ચતુર્વિશતિકાના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૮૨-૮૩)માં છપાયેલી છે. ૪. જુઓ વિનયસૌરભ (પૃ. ૪૦) ૫. જુઓ પૃ. ૪૨૫-૪૨૬. ૬. આ પદ્યાત્મક સાહિત્યનું એક સ્વરૂપ (form) છે. એની રૂપરેખા મેં D c G C M (Vol. XIX,
sec. 1. pt.1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૬-૧૯)માં આલેખી છે. આ સંબંધમાં હું એ ઉમેરીશ કે સ્તુતિતરંગિણી (ભા. ૧, પૃ. ૪૭૨)માં ચાર પદ્યની પેસાચી (પૈશાચી) ભાષામાં રચાયેલી સુપાર્શ્વજિનસ્તુતિ છે.
૪ ભાગ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org