________________
P. પ૭૩
૩૪૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૪) ટીકા (વિ. સં. ૧૭૦૩)- આ ખરતર' ગચ્છના શ્રીસારે વિ. સં. ૧૭૦૩માં રચી છે.'
[જબૂસ્વામિચરિત્ર- જિનવિજયકૃત પ્રાકૃત જંબૂચરિયના આધારે સાધ્વી પ્રમોદશ્રીએ આ રચ્યું છે. પ્ર. ૫. છબીલદાસ વિ. સં. ૨૦૧૧.
ચારિત્રમનોરથમાલા- અજ્ઞાતકર્તક ૩૦ પ્રાકૃતગાથામય આ કૃતિ આ. મિત્રાનન્દસૂરિકૃત પ્રેમપ્રભાટીકા અને મુનિ ભવ્યદર્શનવિ. કૃત ભાવાનુવાદ સાથે “પદ્મવિજય ગ્રં.” માં પ્રસિદ્ધ. માર્ગ પરિશુદ્ધિ- ઉપા. યશોવિ.ગણિ. ટીકા આ. કુલચન્દ્રસૂરિ પ્ર. દિવ્યદર્શન. સં.૨૦૫૮]
() રૂપો [૨] (૧) અનર્થરાઘવ (લ. વિ. સં. ૯૫૦)– આના કર્તા મુરારિ છે. એમને કેટલાક “બાલવાલ્મીકિ' કહે છે. અને એમના આ નાટકમાંના એક પદ્યની આકર્ષકતા ઉપરથી એમને કેટલાક “ઈન્દુમુરારિ' કહે છે. એમના પિતાનું નામ વર્ધમાન અને માતાનું નામ તન્નુમતી છે. એઓ ઇ.સ. ૯૦૦ની આસપાસમાં થયા છે. એમણે આ નાટકમાં વિશ્વામિત્રના આગમનથી માંડીને તે અયોધ્યામાં રામચન્દ્રનો રાજ્યાભિષેક થયો ત્યાં સુધીનું એમનું જીવનવૃત્તાન્ત આલેખ્યું છે. આ સાત અંકના નાટકના ત્રીજા અંકમાં રાવણનો દૂત શૌષ્કલ મિથિલામાં આવી રાવણની તરફથી સીતાની માગણી કરે છે એ વાત આવે છે. મહાવીરચરિતની જેમ આ નાટકમાં પણ કેટલાંક પરિવર્તનો જોવાય છે. જેમકે શૂર્પણખાએ મંથરાના વેષમાં કૈકેયીના પત્રના બળથી રામના નિર્વસનની કરેલી માગણી (અ. ૪), પરશુરામનુ મિથિલાથી જ આગમન ( ૪) અને રામ અને વાલિનું ’ યુદ્ધ (અં. ૫).
આ નાટક ઉપર નીચે મુજબનાં ત્રણ જૈન ટિપ્પણો છે :(૧) રહસ્યાદર્શ– આ ૭૧૦૦ શ્લોક જેવડા ટિપ્પણના કર્તા મલધારી દેવપ્રભસૂરિ છે. (૨) ટિપ્પણ- આ ૨૪૫૦ શ્લોક જેવડું ટિપ્પણ “હર્ષપુરીય' ગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય
નરચન્દ્રસૂરિએ રચ્યું છે. આની નોંધ રાજશેખરસૂરિએ ન્યાયકન્ટલીની ટીકામાં લીધી છે. (૩) ટિપ્પણ– આ ૩૩૫૫ શ્લોક જેવડા ટિપ્પણના કર્તા મુનિચન્દ્રસૂરિના શિષ્ય જયચન્દ્રસૂરિના
શિષ્ય જિનહર્ષગણિ છે. આ ટિપ્પણની એક હાથપોથી વિ. સં. ૧૫૩૫માં લખાયેલી છે.
(૨) કપૂરમંજરી (કપૂરમંજરી) (લ. વિ. સં. ૯૫૦)– આ સર્વથા પાઈયમાં રચાયેલું સક છે. એના કર્તા રાજશેખર છે. એમનો સમય ઈ. સ. ૯૦૦ની આસપાસનો છે.
ટીકા- આ ખરતર' ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ધર્મચન્દ્ર રચી છે. વૈિયાકરણ ન્યાયાદર્શ- પંગિરજાશંકર શાસ્ત્રી. સંપા. આ. ચન્દ્રગુપ્તસૂરિ.]
P પ૭૪
૧. “ખરતર' ગચ્છના શિવવિધાને તેમ જ “ખરતરગચ્છના કમલરત્નના શિષ્ય દાનધર્મ એકેક ટબ્બો રચ્યો છે. ૨. આને કેટલાક અનર્ધરાઘવ પણ કહે છે. ૩. આનાં પ્રકાશનો માટે જુઓ D 0 G C M )Vol, XIV, p. 10) ૪. જુઓ | c s L (p. 638). ૫. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૭૪-૭૫) ૬. આના પ્રથમ અંકનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે પણ એ અપ્રકાશિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org