________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. પ૬૯-૫૭૨] ૩૩૯ સં. ૧૪૦૦ની આસપાસની છે એમ ઘણાખરા વિદ્વાનોનું માનવું છે. કોઈક તો એને વિ. સં. ૧૦૬૬ની કૃતિ માને છે. આ કૃતિ “સંદેશકાવ્ય'ની પદ્ધતિએ ત્રણ પ્રક્રમોમાં વિવિધ છંદોમાં ૨૨૩ પદ્યમાં રચાયેલી છે. આના ૪૪મા પદ્યમાં સુદયવચ્છકલ્થ (સદયવત્સકથા)નો ઉલ્લેખ છે તે આ કથાને અંગેનો પ્રાચીનતમ ઉલ્લેખ છે એમ મનાય છે. આ મુસ્લિમ પાઈય-અવહટ્ટ 'કાવ્ય ઉપર નીચે મુજબનાં ત્રણ P. ૫૭૧ જૈન વિવરણો છે :
(૧) વૃત્તિ (વિ. સં. ૧૪૬૫)–“રુદ્રપલ્લીય' ગચ્છના લક્ષ્મીચન્દ્ર વિ. સં. ૧૪૬૫માં આ વૃત્તિ ‘ટિપ્પણરૂપે રચી છે. એમાં એમણે પોતાનાં વંશ પિતા અને માતાનાં નામ અનુક્રમે પ્રાગુવાટ, હાલિગ અને તિલપુ(ખ) આપ્યાં છે. આ પૂર્વે વિદ્યાવારિધિએ ત. સૂ. ના ભાષ્યમાં અને ઉત્તરવર્તી મુનિઓ તરીકે દેવવિમલે હીરસૌભાગ્યમાં અને વૈયાકરણ વિનયવિજયગણિએ લોકપ્રકાશમાં પોતપોતાનાં માતાપિતાનાં નામો આપ્યાં છે.
આ લક્ષ્મીચન્દ્ર અત્ર કહ્યું છે કે ગાહડ નામના ક્ષત્રિયને મુખે આ કાવ્યની જે વૃત્તિ મેં સાંભળી તે ઉપરથી આ વાર્તા (વાર્તિક) યોજેલ છે.
(૨) ટીકા (ઉં. વિ. સં. ૧૬૯૬)- આના કર્તા લબ્ધિસુન્દર છે. એની એક હાથપોથી વિ. P ૫૭૨ સં. ૧૬૯૬માં લખાયેલી છે.
(૩) અવચૂરિ– આ નયસમુદ્ર કે અન્ય કોઇએ રચી છે. એ પ્રકાશિત છે. જુઓ પૃ. ૫૭૦
(૩) પૃથ્વીરાજવેલી (વિ. સં. ૧૬૩૭)– આ કૃતિ પૃથ્વીરાજે વિ. સં. ૧૬૩૭માં રચી છે. એના ઉપરથી નીચે મુજબની ચાર જૈન ટીકાઓ છે – (૧) "વૃત્તિ (વિ. સં. ૧૬૭૮)પદ્મસુન્દરના શિષ્ય સારંગે આ વિ. સં. ૧૬૭૮માં રચી છે. (૨) બાલાવબોધ (વિ. સં. ૧૬૮૬)- ખરતર' ગચ્છના સમયસુન્દરમણિના શિષ્ય હર્ષનન્દનના
શિષ્ય જયકીર્તિએ આ વિ. સં. ૧૬૮૬માં રચ્યો છે. આ સંસ્કૃતમાં છે કે કેમ તેનો નિર્ણય
કરવો બાકી રહે છે. (૩) બાલાવબોધ (વિ. સં. ૧૬૯૬)- આ ખરતર' ગચ્છના જિનમાણિજ્યસૂરિના સંતાનીય
કુશલધીરની વિ. સં. ૧૬૯૬ની રચના છે. ૧. આ સંબંધમાં જુઓ પા. ભા. સા. (પૃ. ૨૫ અને ૨૦૭). ૨. આ સિ. જે. ગ્રં. માં પ્રકાશિત છે. ૩. પ્રથમ પ્રક્રમ (શ્લો. ૧-૨૦) સહિત એ પૂરતું આ ટિપ્પણ “ભારતીય વિદ્યા” (ભા. ૨, એ. ૧)માં છપાયું છે. ૪. આ સારંગકૃત વૃત્તિ સહિત “હિંદુસ્તાની એકેડેમિ” તરફથી “વેલી કૃષ્ણ રુકમણીરી”ના પરિશિષ્ટ તરીકે
છપાઈ છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૫)માં પૃથ્વીરાજની કૃતિ તરીકે કૃષ્ણ-રુકમણી-વેલની નોંધ છે તે
આ જ કૃતિ હશે. જિનમાણિજ્ય કૃષ્ણવેલી રચી છે. પ. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ ૪. ૬. આ કુશલધીરે કેશવદાસ (વિ. સં. ૧૬૧૨-વિ.સં. ૧૬૭૪) દ્વારા રચાયેલી રસિકપ્રિયા ઉપર વિ.સં. ૧૭૨૭માં જોધપુરમાં ટબ્બો રચ્યો છે. “ખરતર' ગચ્છના મતિરત્નના શિષ્ય સમર્થે જાલિપુરમાં વિ. સં. ૧૭૫૧(?)માં આ રસિકપ્રિયા ઉપર વૃત્તિ રચી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org