________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. પ૬૨-પ૬૫] ૩૩૫
નીતિશતક વિષે જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૯૮-૨૯૯)માં મેં વિચાર કર્યો છે એટલે ? ૫૬૪ અહીં બાકીના બે શતકોનો જ વિચાર કરવાનો રહે છે શૃંગારશતકમાં પદ્યોની સંખ્યા ભિન્ન ભિન્ન જોવાય છે અને વૈરાગ્યશતક માટે પણ એમ જ છે.
આ શતકત્રય ઉપર બે જૈન ટીકાઓ છે :
(૧) ટીકા- આ ‘ઉપકેશ' ગચ્છના સિદ્ધસૂરિના શિષ્ય ધનસારે વિ. સં. ૧૫૩૫માં જયપુરમાં રચી છે. ભર્તુહરિનાં ડિસકત્રય ઉપરના સમસ્ત ટીકાકારોમાં આ સૌથી પ્રાચીન છે. આ ટીકા પ્રો. દામોદર ધર્માનન્દ કોસંબીના મતે વાતચીતની જૈન સંસ્કૃત ભાષામાં રચાઈ છે. [આ ટીકા દીલ્હીથી પ્રસિદ્ધ છે.]
(૨) *સર્વાર્થસિદ્ધિમણિમાલા-આના રચનાર ખરતરબેગડ જિનસમુદ્રસૂરિ છે. આ સંસ્કૃત ટીકા છે એમ માની મેં અહીં એનો ઉલ્લેખ કર્યો છે. વૈિરાગ્યશતક- ઈન્દ્રનન્દસૂરિ. પ્રા. ટે. સો. માં નકલ છે.]
(૪) સૂર્યશતક કિંવા મયૂરશતક (લ. વિ. સં. ૬૭૫)- આના કર્તા તરીકે મયુરનું નામ દર્શાવાય છે. એમનો સમય ઇ. સ. ૬૨૫ની આસપાસનો ગણાય છે. આ શતક દ્વારા એમણે સૂર્યની સ્તુતિ કરી છે. આમ આ સૂર્યને લગતું સ્તોત્ર છે. એમાં સો કરતાં કેટલીક વાર થોડાંક વધારે પડ્યો જોવાય છે.
અવચૂર્ણિ– આ “સહસાવધાની' મુનિસુન્દરસૂરિના કોઈક શિષ્ય સૂર્યશતક ઉપર રચેલી P પ૬૫ અવચૂર્ણિ છે. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી.
(૫) અમરુશતક (ઉં. વિ. સં. ૮૧૦)- આ નામમાં બે અંશ છે. પ્રથમ અંશ એના કર્તાના નામનો (અમરનો)દ્યોતક છે જ્યારે દ્વિતીય અંશ આ કાવ્યમાં સોએક પડ્યો છે એ વાતનો નિર્દેશ કરે છે. આના કર્તા તરીકે કેટલાક શંકરાચાર્યનો ઉલ્લેખ કરે છે તે નવાઈ જેવું છે. અમરુનો સમય છે. સ. ૬૫૦ થી ઈ. સ. ૭૫૦નો ગણાય છે. આ કાવ્યમાં શૃંગાર રસને બહેલાવ્યો છે. એથી કે પછી અન્ય કોઈ કારણથી આને કેટલાક શ્રૃંગારશતક કહે છે. એમાં નાયક અને નાયિકાની વિવિધ મનોદશા આલેખાઈ છે. ૧. જુઓ શતકત્રયાદિ.નો ઉપોદ્દાત (પૃ. ૨૩) ૨-૩. એજન, પૃ. ૨૩ ૪. આનો તેમ જ શતકત્રયને અંગે બે ભાષાટીકા, હિંદી પદ્યાનુવાદ, હિંદી ગદ્યપદ્યાનુવાદ અને બાલાવબોધ
રચાયાનો ઉલ્લેખ શ્રી, અગરચંદ નાહટાના લેખમાં છે. એક ભાષાટીકા રૂપચંદે રચી છે. ૫. “કાવ્યસંગ્રહમાં તેમ જ શતકાવલીમાં આ છપાયું છે. ક્વેકનેબોસે કરેલા અંગ્રેજી અનુવાદ સહિત આ
કૃતિ ઈ. સ. ૧૯૧૭માં છપાવાઈ છે. ૬. આ કાવ્યમાલામાં છપાયું છે. આર. સાયમનનું સંપાદન ઇ. સ. ૧૮૯૩માં છપાયું છે. ૭. મંડનમિશ્રની પત્ની ભારતી સાથે કામશાસ્ત્રની ચર્ચા નીકળતાં અમર નામના રાજાના મૃત દેહમાં શંકરાચાર્ય પોતાના આત્માને દાખલ કરી રાણીઓ સાથે રહી કામશાસ્ત્રમાં પ્રવીણ બને છે એ વાત અહીં રજૂ કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org