________________
૩૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૪) રાક્ષસ-કાવ્ય- આના કર્તા તરીકે કેટલાક કાલિદાસનું નામ સૂચવે છે તો કેટલાક રવિદેવનું સૂચવે છે. આ વીસ પદ્યના યમકમય લઘુ કાવ્યનો વિષય પ્રિયતમાની સાથે વનમાં વિહરતાં એના વલ્લભે વર્ણવેલી વનની શોભા છે. આ કાવ્ય ઉપર બે જૈન ટીકાઓ છે :
(૧) ટીકા- વર્ધમાનસૂરિના શિષ્ય શાન્તિસૂરિએ આ ટીકા રચી છે. એમણે ઘટકર્પર ઇત્યાદિ બીજાં ચાર કાવ્યો ઉપર પણ ટીકા રચી છે.
(૨) વૃત્તિ- ઉપાધ્યાય જિનમતની આ રચના છે. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. (૫) વૃન્દાવન-કાવ્ય- આના કર્તા ઉગ્રસેનના પુત્ર માનાંક છે. આ યમકમય કાવ્ય ઉપર ત્રણ જૈન ટીકા છે –
(૧) વૃત્તિ– ‘પૂર્ણતલ' ગચ્છના વર્ધમાનસૂરિના શિષ્ય અને ઘટકર્પરના ટીકાકાર શાન્તિસૂરિએ | P પ૬૩ આ રચી છે. પ્રારંભમાં એમણે કહ્યું છે કે યમકોને લઈને દુર્ગમ એવાં વૃન્દાવન વગેરે પાંચ કાવ્યોની
હું ટીકા રચું છું. આ વૃત્તિની એક હાથપોથી વિ. સં. ૧૫૧૬માં લખાયેલી છે. [ગ્રંથાગ્ર પર શ્લોક]
(૨-૩) મુગ્ધાવબોધ (લ.વિ.સં. ૧૪૯૫)- આ 'લક્ષ્મીનિવાસની વિ. સં. ૧૪૯૬ની આસપાસની રચના છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૬૫)માં આનો ઉલ્લેખ નથી પણ રામર્ષિની વૃત્તિનો ઉલ્લેખ છે.
(૬-૭) શિવભદ્ર (ઉ. વિ. સ. ૧૧૫૦)- આ નામનાં બે લઘુ કાવ્યો છે : (૧) ૧૯ પદ્યનું અને (૨) ૨૮ પદ્યનું આ બંનેના કર્તાનું નામ શિવભદ્ર છે. કાવ્યાલંકાર (અ. ૪, શ્લો. ૪)ની ટીકામાં નમિસાધુએ આ કાવ્યમાંથી એક અવતરણ આપ્યું છે. રાયમુકુટે પણ આ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપર વૃન્દાવન વગેરે કાવ્યના ટીકાકાર શાન્તિસૂરિની વૃત્તિ છે.
(૮) વિષમકાવ્ય- આ અજ્ઞાતકક છે. વૃત્તિ- “ખરતર ગચ્છના જિનપ્રભસૂરિની આ વૃત્તિ છે.
(૫) શતકો [૫] (૧-૩) "શતક-ત્રય (ઉ. વિ. સં. ૯૦૦)- આથી નીતિ-શતક, શૃંગાર-શતક અને વૈરાગ્યશતક એ ત્રણ શતકો અભિપ્રેત છે. એના કર્તા તરીકે ભર્તુહરિનું નામ સુચવાય છે. ૧. આ જીવાનન્દ વિદ્યાસાગરના કાવ્યસંગ્રહ (પૃ. ૫૭૨)માં છપાયું છે. હીફર (Hoefer)ના Sanskrit
Lesebuchમાં પણ છપાયું છે. ૨. આ કાવ્યો તે (૧) મેઘાલ્યુદય, (૨) રાક્ષસકાવ્ય, (૩) વૃન્દાવન અને (૪) શિવભદ્ર છે. ૩. જુઓ ઉપરનું ટિપ્પણ. ૪. જુઓ પૃ. ૩૨૩. ૫. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૯૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org