________________
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. પર૯-૫૩૩]
૩૧૭ ગોત્રના દાક્ષિણાત્ય બ્રાહ્મણ ગોવિન્દભટ્ટના પુત્ર થાય છે. એમની માતાનું નામ સ્વર્ણલક્ષી હતું. એમને શ્રીકુમારકવિ, સત્ય-વાક્ય, દેવર-વલ્લભ, ઉદય-ભૂષણ અને વર્ધમાન એ નામના પાંચ ભાઈઓ હતા અને એ પાંચે કવિઓ હતા.
આ હસ્તિમલ્લના વંશજ બ્રહ્મસૂરિએ ત્રિવર્ણાચાર અને પ્રતિષ્ઠાતિલક રચ્યાં છે. P ૫૩૨ | બિરુદો– હસ્તિમલ્લને સરસ્વતી-સ્વયંવર-વલ્લભ, મહાકવિ-તજ અને સૂક્તિ-રત્નાકર એમ વિવિધ બિરુદો હતાં. વળી પોતાને કન્નડ આદિપુરાણની પ્રશસ્તિમાં ‘ઉભય-કવિચક્રવર્તી' કહ્યા છે.'
સમય- અપ્પય્યાયૅ શકસંવત્ ૧૨૪૧માં પૂર્ણ કરેલા જિનેન્દ્ર-કલ્યાણાન્યુદય નામના પ્રતિષ્ઠાપાઠમાં હસ્તિમલ્લનો ઉલ્લેખ કર્યો છે. એ તેમ જ બ્રહ્મસૂરિના સમયનો વિચાર કરતાં હસ્તિમલ્લ વિ. સં. ૧૩૪૭ની આસપાસમાં થયાનું અનુમનાય છે.
હસ્તિમલ્લનાં નાટકો (લ. વિ. સં. ૧૩૪૭)- હસ્તિમલ્લનાં નીચે મુજબનાં ચાર નાટકો મળે છે :
- (૧) અંજના-પવનંજય, (૨) મૌથિલી-કલ્યાણ, (૩) ‘વિક્રાન્ત-કૌરવ કિવા સુલોચના 2 પ૩૩ અને (૪) સુભદ્રાહરણ
આ ઉપરાંત હસ્તિમલે નિમ્નલિખિત ચાર નાટકો રચ્યાનો ઉલ્લેખ મળે છે. :(૧) અર્જુનરાજ, (૨) ઉદયનરાજ (૩) ભરતરાજ અને (૪) મેઘેશ્વર.
આ પૈકી અર્જુનરાજ તે સુભદ્રા-હરણ તો નથી ? ૧. “ચુનીલાલ જૈન ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૧૭માં કુમાર કવિની કૃતિ તરીકે છપાયેલા આત્મપ્રબોધના કર્તા
તે આ છે ? ૨. એમણે શ્રીમતી-કલ્યાણજી નામની એક કૃતિ રચી છે. એ નાટક હશે. ૩. એમણે રચેલા પ્રતિષ્ઠાસારોદ્ધારમાં હસ્તિમલ્લના પુત્રાદિનાં નામ વગેરેનો નિર્દેશ છે. આ બ્રહ્મસૂરિના - પિતામહના પિતામહ તે હસ્તિમલ્લ છે. ૪. આ હસ્તિમલે “કન્નડ ભાષામાં આદિપુરાણ (પુરુચરિત) અને શ્રીપુરાણ રચ્યાં છે. એ જોતાં એઓ સંસ્કૃત
તેમ જ કન્નડના પણ સારા જાણકાર જણાય છે, જો કે એમની માતૃભાષા કેટલાકને મતે “તામિલ' હતી. ૫. આને આઈ-પ્રતિષ્ઠા તેમ જ પ્રતિષ્ઠાસાર પણ કહે છે. એમાં એમણે આ વિષય ચર્ચનારા દિગંબરોનાં
નામ ગણાવ્યાં છે. જેમકે આશાધર, ઈન્દ્રનનિ, એકસબ્ધિ, ગુણભદ્ર, જિનસેન, પૂજ્યપાદ, વસુનન્દિ, વિરાચાર્ય અને હસ્તિસલ્લ. ૬. અહદાસે પણ આ નામનું નાટક રચ્યું છે. એમાં હનુમાનના માતાપિતાને લગતી હકીકત છે. જુઓ પૃ.
૨૬૫ ૭. આ પાંચ અંકનું નાટક “મા. દિ. ગ્રં.’માં વિ. સં. ૧૯૭૩માં છપાયું છે. ૮. આ છ અંકનું નાટક “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૧માં છપાયું છે. ૯. H TL (Vol. ||, p. 546)માં હસ્તિમલે સીતા-રામ નાટક તેમ જ કોઈ મહાભારત-નાટક રચ્યાનો ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org