________________
૩૧૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ સ્વોપજ્ઞ વૃત્તિ- રત્નશખરકૃત નાટક ઉપર સ્વપજ્ઞ વૃત્તિ છે.
શ્રીપાલનાટક (વિ. સં. ૧૫૩૧)- આ નાટક ધર્મસુન્દરસૂરિ ઉર્ફે સિદ્ધસૂરિએ વિ. સં. ૧૫૩૧માં રચ્યું છે. એમાં ‘રસવતી-વર્ણન' છે. P ૫૩૦ શમામૃત (લે. વિક્રમની ૧૭મી સદી)- આ રત્નસિંહકૃત છાયાનાટક છે. એમાં ૨૮ પડ્યો
છે. આ નાટકનો પ્રારંભ નેમિનાથ રાજીમતીને પરણવા જાય છે એ બીનાથી કરાયો છે, જ્યારે પશુઓનો પોકાર થતાં એઓ પાછા ફરે છે ત્યારે લોકાન્તિક દેવો એમને તીર્થ પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે એ હકીકત દ્વારા નાટકની સમાપ્તિ કરાઈ છે. આ નાટકનાં પાત્રો નીચે મુજબ છે :
નેમિનાથ, એમનાં માતાપિતા, રાજમતી અને એની બે સખીઓ, નેમિનાથનો સારથિ અને લોકાન્તિક દેવો.
સૂત્રધાર, નેમિનાથ, સારથિ, નેમિનાથના પિતા સમુદ્રવિજય અને દેવો સંસ્કૃતમાં બોલે છે, જ્યારે નટી, રામતી અને એની સખીઓ વગેરે પાઈયમાં બોલે છે.
વિનયવિજયગણિએ સુબોધિનામાં નેમિનાથનું જે ચરિત્ર આલેખ્યું છે તેનો ઘણોખરો ભાગ પ્રસ્તુત છાયાનાટક સાથે મળતો આવે છે.
રત્નસિંહકૃત શમામૃત તેમ જ અજ્ઞાતકણ્વક છાયાનાટક નામની એકેક કૃતિની નોંધ જિ. ૨. P પ૩૧ ક. (વિ. ૧)માં પૃ. ૩૭૮ અને ૧૨૮માં અનુક્રમે લેવાઈ છે. બીજી કૃતિ પ્રસ્તુત કૃતિથી ભિન્ન છે કે કેમ તે જાણી શકાય તે માટે એની હાથપોથી મેળવવા પ્રયાસ થવો ઘટે.
દિગંબરીય રૂપકો ઉપલબ્ધ દિગમ્બરીય સાહિત્ય જોતાં એમ જણાય છે કે “શ્રવ્ય' કાવ્યો રચાયાં બાદ ઘણે લાંબે સમયે ‘દશ્ય' કાવ્યની રચના થઈ છે.
જીવન્તર-ચરિત (? વિક્રમની ૧૩મી સદી)- આ નાટકના કર્તા ધર્મશર્માલ્યુદયના પ્રણેતા દિ. હરિશ્ચન્દ્ર છે એવો ઉલ્લેખ કેટલાક કરે છે. જો એ સાચો જ હોય તો આ નાટક વિક્રમની ૧૩મી સદીમાં રચાયેલું ગણાય. આ સંદિગ્ધ બાબતને બાજુએ રાખતાં એમ કહેવાય કે રૂપકોના શ્રીગણેશ દિ.ગૃહસ્થ 'હસ્તિમલ્લને હાથે મંડાયા. એઓ દેવાગમસ્તોત્ર સાંભળી સમ્યકત્વી બનેલા, “વત્સ” ૧. આ એકાંકી નાટક વિનયમંડનગણિના શિષ્ય જયવંતસૂરિકૃતિ નેમિનાથસ્તવન અને રત્નમંડનગણિકૃત રંગસાગરનેમિફાગ સહિત ભાવસાર વનમાળી ગોવિંદજીએ વિ. સં. ૧૯૭૯માં ભાવનગરના “શારદાવિજય’ મુદ્રણાલયમાં છપાવ્યું છે. આ નાટક જે હાથપોથી ઉપરથી છપાવાયું છે તે વિક્રમની પંદરમી સદી કરતાં પ્રાચીન નથી એમ આ નાટકના સંપાદક મુનિશ્રી ધર્મવિજય (સંપતવિજયજીના શિષ્ય)નું કહેવું છે. ૨. આ નામના છ મુનિવરો થયા છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૮૮૬) જોતાં જણાય છે તો આ કોણ એનો નિર્ણય કરવો બાકી રહે છે.
૩. જુઓ પૃ. ૧૭-૧૮ ૪. આ તો એમનું ઉપનામ છે. “સરયાપુરમાં મદોન્મત્ત હાથીને વશ કરવાથી એમને આ ઉપનામ પાંડ્ય રાજા
તરફથી મળ્યું હતું. જુઓ સુભદ્રાહરણ ઈત્યાદિ. ૫. એમના જીવનવૃત્તાંત અને એમનાં નાટકો વગેરે માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૨૬૦-૨૬૬)માં છપાયેલો હિંદી લેખ નામે “નાટ્યકાર હસ્તિમલ”.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org