________________
૩૦૭
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. ૫૧૦-૫૧૪]
કૌમુદી અને મિત્રાણન્દની કૌતુકભરી કથાને અવલંબીને આ નાટક રચાયું છે.
આ નાટકનાં નવ પદ્યો નવવિલાસમાં જોવાય છે. આ નાટકનો ઉલ્લેખ નાટ્યદર્પણની વિવૃત્તિ (પૃ. ૭૦)માં કરાયો છે. એ હિસાબે આની રચના એ નિવૃત્તિની પૂર્વે થયેલી ગણાય.
(૫) રઘુવિલાસ (લ. વિ. સં. ૧૨૦૫)- આ નાટકના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. P. ૫૧૩ આ નાટકમાં કર્તાએ નિમ્નલિખિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે :
(૧) દ્રવ્યાલંકાર (પ્રબન્ધ), (૨) નલવિલાસ, (૩) યાદવાલ્યુદય અને (૪) રાઘવાળ્યુદય.
આ નાટકનો નાટ્યદર્પણમાં અનેક વાર ઉલ્લેખ છે. આઠ અંકના નાટકમાં એના પ્રણેતાએ પોતાને “સાહિત્યોપનિષવિદ્’ કહ્યા છે. આ નાટકની શરૂઆત સીતા અને લક્ષ્મણની સાથે રામે વનવાસ લીધાના પ્રસંગથી કરાઈ છે. ત્યાર બાદ રાવણે કરેલું સીતાનું હરણ, રામનો ‘વિલાપ, સુગ્રીવનું રૂપ લેનાર વિદ્યાધરનો નાશ, વિભીષણે રાવણનો કરેલો ત્યાગ, રામ અને રાવણ વચ્ચે યુદ્ધ, રાવણનો નાશ અને રામનો સીતા સાથેનો મેળાપ એમ રામના જીવનને લગતી વિવિધ બાબતો આ નાટકમાં આલેખાઈ છે.
આ નાટકનું વસ્તુ વાલ્મીકિકૃત રામાયણને બદલે મુખ્યતયા જૈન રામાયણો અનુસાર છે.
સારાંશ અને સમીક્ષા– આ બંને બાબત ડૉ. કે. એચ. ત્રિવેદીએ પોતાના નિમ્નલિખિત P ૫૧૪ “પુસ્તક (પૃ. ૨૨૯-૨૩૦)માં અંગ્રેજીમાં રજૂ કરી છે :
"The Natyadrapana of Ramacandra and Gunacandra A Ctirical Study"
વિશેષમાં પ્રસ્તુત નાટક ઉપરથી કોઈકે રઘુવિલાસનાટકોદ્ધાર રચ્યાનો અને એનું પરિમાણ મૂળ કરતાં લગભગ અડધું હોવાનો અહીં પૃ. ૨૩૦માં ઉલ્લેખ છે. [રઘુવિલાસનાટકોદ્ધાર. રામચન્દ્રસૂરિ પ્ર. સિંઘી જૈન ગ્રં. ૭૬]
અવતરણો– પ્રો. પિટર્સને એમનાં પાંચમા હેવાલના પરિશિષ્ટમાં આ રઘુવિલાસમાંથી અવતરણો આપ્યાં છે.
(૬) °સત્ય-હરિશ્ચન્દ્ર (લ. વિ. સં. ૧૨૦૫)- આના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે ૧. આને કેટલાકે રઘુવિલાપ કહ્યો છે પણ એ ભૂલ છે ૨. આ અમુદ્રિત છે. એની હાથપોથીઓ મળે છે. [આ. સિંધી જૈ. ગ્રં. ૭૫માં પ્રસિદ્ધ થયેલ છે.] ૩. એમના જીવનવૃત્તાન્તને તથા એમની વિવિધ કૃતિઓના સંક્ષિપ્ત પરિચયને N D R G (સંપૂર્ણ નામ
ઇત્યાદિ માટે જુઓ પૃ. ૫૧૪)માં પૃ. ૨૨૯-૨૪૪માં સ્થાન અપાયું છે :૪. વિક્રમોર્વશીયમાં એનો નાયક સચેતન તેમ જ અચેતન પદાર્થોને સંબોધે છે તેવું કથન આ નાટકમાં પણ
જોવાય છે. ૫. આ પુસ્તક “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઇ. સ. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરાયું છે. ૬. જિ. ૨. કો. (વિ. ૧)માં આની આ નામથી તો નોંધ નથી. ૭. આ નાટક “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૨૩માં સંસ્કૃત છાયા સહિત પ્રકાશિત કરાયું છે. મુિનિ માનવિજયસંપાદિત “સત્યવિજય ગ્રં.” માં પ્રકાશિત.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org