________________
P ૫૧૧
૩૦૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ • મહાભારત વગેરેમાં જે કાર્ય કલિ કરે છે તે કાર્ય અહીં દમયન્તીનો અભિલાષા ચેદિરાજ (કલચુરિપતિ) ચિત્રસેનના ચર-કાપાલિકો કરે છે.
મહાભારતમાં નળને વિકૃત બનાવનાર તરીકે કર્કોટક નાગનો અને એમના દમયન્તીથી વિયોગની મુદત તરીકે ચાર વર્ષનો ઉલ્લેખ છે જ્યારે અહીં તેમ જ વસુદેવહિડી વગેરેમાં) એ કાર્ય નળના દેવ થયેલા પિતા નિષધ સર્પનું રૂપ લઈ કરે છે અને નળને દમયન્તીથી બાર વર્ષનો વિયોગ રહેશે એ વાત સૂચવે છે.
( નવવિલાસ એ સંસ્કૃત તેમ જ પાઈય ભાષાઓમાં ગુંથાયેલા અને ગર્ભાકથી ગર્ભિત સાત અંકનું નાટક છે. અહીં વૈદર્ભ રીતિ પ્રાધાન્ય ભોગવે છે અને નાટક તરીકે ધીર-લલિત રાજર્ષિ નળ છે. એમાં નાટ્યના પ્રાણરૂપ રસના સર્વ પ્રકારોને યથાયોગ્ય સ્થાન અપાયું છે. અંક ૫-“કરુણ રસથી ઓતપ્રોત છે.
ઉપયોગ- નાટ્યદર્પણની નિવૃત્તિમાં હેતુ, બિન્દુ વગેરે કેટલીક બાબતો સમજાવતી વેળા આ નલવિલાસના અમુક અમુક અંશોનો ઉલ્લેખ કરાયો છે. વળી આ નલવિલાસનાં કેટલાંક પદ્યો આ રામચન્દ્રનાં કેટલાંક અન્ય નાટકોમાં જોવાય છે. એકાદ બે પાત્રનાં નામ પણ એવી રીતે એમનાં અન્ય નાટકમાં નજરે પડે છે.
- સંતુલન– ચોથા અંકમાં દમયન્તીના સ્વયંવરનું જે મનોમોહક વર્ણન છે એ સોમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧માં રચેલા કુમારવાલપડિબોહ (પૃ. ૪૯-૫૦)માંના વર્ણન સાથે મોટે ભાગે મળતું આવે છે.'
અં. રનું ૨૨મું પદ્ય અનેકાન્તવાદનું ઉદાહરણ પૂરું પાડે છે. વિદ્યાજીવીને અલ્પ વેતન મળે છે. એ વાત પૃ. ૮માં દર્શાવાઈ છે. પૃ. ૧૦માં દાક્ષિણાત્ય નારી કેવી હોય તે કહ્યું છે.
ઉલ્લેખ અને અવતરણ– ગણતરસદ્ધસયગ ઉપર વિ. સં. ૧૨૯૫માં સુમતિગણિએ જે બૃહદ્રવૃત્તિ રચી છે એમાં (પત્ર ૩૦૯-૩૧૧માં) આ નાટકના ઉલ્લેખપૂર્વક પ્રથમ અંકગત વિદૂષકનાં હાસ્યકારક વચનો (પૃ. ૪-૭) તેમ જ કલહંસ, રાજા, લંબસ્તની વગેરેનાં વચનો ઈત્યાદિને લગતું લખાણ (પૃ. ૨૩-૨૬) પણ આ બૃહવૃત્તિમાં કંઈક ફેરફારપૂર્વક જોવાય છે.
(૪) કૌમુદી-મિત્રાણન્દ-પ્રકરણ કિંવાદ કૌમુદી-નાટક (લ. વિ. સં. ૧૨00)કિ.મિ.રૂપકમ્ આ નામે સિંઘી જૈમાં છપાયું છે.] આ પણ “કવિકટારમલ' રામચન્દ્રની કૃતિ છે. એમાં દસ અંક છે. પૃ. રમાં કર્તાને વિષે નીચે મુજબનો ઉલ્લેખ છે –
___ "श्रीसिद्धहे मचन्द्राभिधानशब्दानुशासनविधानवेधसः श्रीमदाचार्यहे मचन्द्रस्य शिष्येण प्रबन्धशतविधान-निष्णातबुद्धिना नाट्यलक्षणनिर्माणापातावगाढसाहित्याम्भोधिना विशीर्णकाव्यनिर्माण (નિ)તા શ્રીમતી રીવન્ટેળ' ૧. જુઓ પ્રસ્તાવના (પૃ. ૧૯)
૨. જુઓ પ્રસ્તાવના (પૃ. ૧૫) ૩. આ પ્રકરણ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાયું છે. [સિંધી જે. ગ્રંમાં છપાયું છે.]
P ૫૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org