________________
P ૫૦૭
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો
કાવ્યના ‘શ્રવ્ય' અને “દશ્ય' એમ જે બે પ્રકારો પડે છે તે પૈકી પ્રથમ પ્રકારનાં કાવ્યો વિષે આપણે પ્ર. ૧૮-૩૩માં વિચાર કરી ગયા એટલે હવે આ પ્રકરણમાં એના અવશિષ્ટ પ્રકારરૂપ ‘દશ્ય કાવ્ય કિંવા નાટકનો-રૂપકનો અધિકાર હાથ ધરીશું. રૂપકો શ્વેતાંબરોએ તેમ જ દિગંબરોએ રચ્યાં છે. આથી આના બે વર્ગ પડે છે.
શ્વેતાંબરીય રૂપકો- સૂર્યાભ દેવે મહાવીર સ્વામીના અવનથી માંડીને એમના નિર્વાણ સુધીના પ્રસંગો રજૂ કરતું નાટક ભજવ્યું હતું એમ રાયપ્પલેણ ઇજ્જ (સુત્ત ૨૪) જોતાં જણાય છે. આ જાતનું નાટક ચન્દ્ર નામના ઇન્દ્ર વગેરેએ ભજવ્યાનો ઉલ્લેખ પુફિયામાં જોવાય છે. પણ આ નાટકો લિપિબદ્ધ કરાયાં હોય તો તે આજે તો અપ્રાપ્ય છે. આ હકીકત પિણ્ડનિષુત્તિ (ગા. ૪૭૮-૪૮૦)માં નિર્દેશાયેલા રટ્ટવાલ નાટકને, ઉત્તરઝયણની નેમિચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર )માં નોંધાયેલા -
મહુયરીગીય અને સોયામણી એ નાટકને તેમ જ ચતુર્વિશતિપ્રબન્ધમાં (પૃ. ૭૮)માં વર્ણવાયેલા વૃષભધ્વજચરિત્ર નામના નાટકને અંગે પણ ઘટે છે.
વિબુધાનન્દ- આ એકાંકી દુઃખાત “નાટકના કર્તા શીલાંક ઉર્ફે વિમલમતિ છે. એમણે વિ. સં. ૯૨૫માં કે એ અરસામાં રચેલા ચઉપન્નમહાપુરિસચરિય (પૃ. ૧૭-૨૭)માં નજરે પડે છે.
આ નાટકમાં સંસ્કૃતમાં ૩૬ પદ્યો છે. એમાં નીચે મુજબનાં દસ પાત્રો છે :૧. સૂત્રધાર
૬ લક્ષ્મીધર = ચન્દ્રાપીડ નૃપનો પુત્ર ૨. નટી = સૂત્રધારની પત્ની
૭. બધુમતિ = રાજશેખરની પુત્રી ૩. માધવ = કંચુકી = રાજશેખર
૮. ચન્દ્રલેખા = બધુમતિની સખી ભૂપતિનો સેવક
૯. ચિત્રલેખા = રાજશેખરની પત્ની = ૪. વિદૂષક
રાજમહિષી ૫. ચતુરિકા = ચેડી, રાજ-મહિષની દાસી | ૧૦. મદનિકા
P. ૫૦૮
૧-૨. આની વિશેષ માહિતિ મેં “પ્રાચીન સમયમાં ભજવાયેલાં જૈન નાટકો' નામના મારા લેખમાં આપી છે.
આ લેખ “જૈ. સ. પ્ર. (વ. ૧૯, અં. ૧)માં છપાયો છે. ૩. આ એક જાતની નાટ્યવિધિનું પણ નામ છે. ૪. આનો સંક્ષિપ્ત પરિચય મેં “વિબુધાનન્દ એકાંકી દ્વભાષિક દુઃખાન્ત પ્રાચીન નાટક” નામના મારા લેખમાં
આપ્યો છે. આ લેખ “જૈન” (સાપ્તાહિક)ના તા. ૧૯-૫-'૬૨ના અંકમાં છપાયો છે. ૫. આ નાટક સ્વતંત્ર સ્વરૂપે રોહતકથી ઇ. સ. ૧૯૫૫માં પ્રકાશિત કરાયું છે. એનું સંપાદન પ્રો. પુરુષોત્તમદાસ
જૈને કર્યું છે. ૬. આ “પ્રકૃત ટેકસ્ટ સોસાયટી” તરફથી ઈ. સ. ૧૯૬૧માં છપાવાયું છે. [આનો ગુજરાતી અનુવાદ આ.
હમસાગરસૂરિ મ. એ કર્યો છે. અને તે છપાયો છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org