________________
P ૫૦૫
૩૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ પત્રના પ્રેષકને ત્યાંની ધાર્મિક પ્રવૃત્તિઓ અને વિજયપ્રભસૂરિનાં ગુણગાન એમ વિવિધ બાબતોને આ કૃતિમાં સ્થાન અપાયું છે.
(૩૨) વિજ્ઞપ્તિકા (લ. વિ. સં. ૧૭૭૧)- આ રૂપાવાસમાં ચાતુર્માસાર્થે રહેલા દયાસિંહે જેસલમેરમાં રહેલા ખરતરગચ્છીય જિનસુખસૂરિ ઉપર ૫૭ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. પદ્ય ૪૯ અને ૫૦ ખંડિત છે અને ત્યાર બાદ એકાદ પદ્ય હોય તો તે સર્વથા લુપ્ત છે. ૫૧મા પદ્ય પછી ૪ પદ્યો છે. તેમાં પદ્ય ૨-૪ ખંડિત છે. ત્યાર બાદ ૩ પદ્યો છે.
ભાષાનું વૈવિધ્ય- ૨૮મા પદ્યથી ૪૩મા સુધીનાં ૧૬ પદ્યો પાઇયમાં છે. પદ્ય ૨૮-૩૮ મરહઢીમાં અને ત્યાર પછીનું એકેક પદ્ય સોરસણી અને માગણીમાં, બે પેસાચીમાં અને એક અવર્ભસ (અપભ્રંશ) ભાષામાં છે. ૪૪મું પદ્ય સમસંસ્કૃતમાં છે. ત્યાર પછીનાં તમામ પદ્યો સંસ્કૃતમાં છે.
(૩૩) વિજ્ઞપ્તિપત્ર (લ. વિ. સં. ૧૭૭૧)- આ વિજયવર્ધનગણિએ “ખરતર' ગચ્છના જિનસુખસૂરિ ઉપર ૧૦૮ પદ્યમાં લખેલ પત્ર છે. આની શરૂઆતમાં તીર્થકરાદિને નમસ્કાર કરાયા છે.
જિનસુખસૂરિ જે નગરમાં રહેલા છે તેનું, એ સૂરિનું તેમ જ જે અર્ગલાપુરમાં સાહિ વસે છે તેનું વર્ણન. વિજ્ઞપ્તિપત્રના લેખકના શિષ્યાદિનાં નામો અને એમના નિવાસ સ્થાનનું વર્ણન પર્યુષણાને અંગેની વિગતો અને અંતમાં પર્જન્યની જેમ શાસ્ત્રની પ્રવૃત્તિ એમ વિવિધ વાનગી આ વિજ્ઞપ્તિપત્રમાં પિરસાઈ છે.
(૩૪) ચેતોદૂત– આના કર્તાનું નામ જાણવામાં નથી. આ કાવ્યમાં ૧૨૯ પદ્યો છે. અહીં કોઈ અમુક ગુરુનું કે વિશિષ્ટ સ્થાનોનું વર્ણન નથી. આથી તો હરકોઈ એનો ઉપયોગ કરી શકે એવું આ કાવ્ય છે. એમાં ચિત્તને દૂત બનાવી ગુરુની પાસે એ દ્વારા વિજ્ઞપ્તિ મોકલાઈ છે. આકાવ્ય મેઘદૂતના પ્રત્યેક પદ્યના અન્તિમ ચરણની પૂર્તિરૂપ છે. ૧૨૯મું પદ્ય ઉપસંહારરૂપ છે.
જે અનેક વિજ્ઞપ્તિપત્રો લ. વિ. સં. ૧૬૫૦થી લ. વિ. સં. ૧૭૪૭ સુધીમાં વિજયદેવ, વિજયસિંહ અને વિજયપ્રભ જેવા મુનિવરોને ઉદેશીને લખાયાં છે તેમાંના કેટલાંકનાં તો રચનાર અમરચન્દ્ર, નયવિજય, રવિવર્ધન, લાભવિજય અને મહોપાધ્યાય વિનીતવિજય છે. એ બધાંના વિજ્ઞપ્તિપત્રો મારા જોવામાં આવ્યા નથી. સાંભળવા પ્રમાણે ન્યાયાચાર્ય યશોવિજયગણિનું પણ એક વિજ્ઞપ્તિપત્ર છે.
P ૫૦૬
૧. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૨૧૪-૨૧૬)માં છપાવાઈ છે. ૨. આ વર્ષમાં જિનસુખસૂરિએ જેસલમેર ચૈત્યપરિપાટી રચી છે. ૩. આ કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૦૭-૧૨૩)માં રજૂ કરાયેલ છે. ૪. આ કાવ્ય ટિપ્પણો સહિત “જૈ. આ. સં.” તરફથી ગ્રંથાંક ૨૫ તરીકે વિ. સં. ૧૯૭૦માં છપાયું છે. એમાં
કર્તાનું નામ નથી. તેમ છતાં જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૨૪)માં “મેઘવિજયનો ઉલ્લેખ છે તો એ વિચારણીય છે. પ. જુઓ વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org