________________
પ્રકરણ ૩૨ : શ્રવ્ય કાવ્યો : અનેકાર્થી કૃતિઓ : પ્રિ. આ. ૪૭૧-૪૭૪]
૨૮૫ "ઋષભજિનસ્તુતિ- આ “કામક્રીડા' છંદમાં સારંગના બાર અર્થથી ગર્ભિત એવી ઋષભદેવની સ્તુતિ કોઈકે ચાર પદ્યમાં રચી છે.
અવચૂરિ– ઉપર્યુક્ત સ્તુતિ ઉપર કોઈકે અવચૂરિ રચી છે અને એ પ્રકાશિત છે.'
મહાવીરજિનસ્તવ- આ ગુણવિજયની ૧૯ પદ્યની કૃતિ છે. એનાં આદ્ય ત્રણ પદ્યોમાં સારંગ' શબ્દના ૬૦ અર્થ દર્શાવી એ અર્થગર્ભિત એકેક પદ્ય એવાં પંદર પદ્યો કર્તાએ રચ્યાં છે. અંતિમ પદ્ય ઉપસંહારરૂપ છે.
'સાધારણજિનસ્તવ (લ. વિ. ૧૬OO)- આ હર્ષકલ્લોલગણિના શિષ્ય ૫. લક્ષ્મીકલ્લોલગણિની P ૪૭૪ ૨૮ પદ્યોની રચના છે. પ્રથમ પદ્યમાં પરાગ” શબ્દ વિવિધ અર્થમાં યોજવાની પ્રતિજ્ઞા કરાઈ છે અને ત્યાર બાદ આ શબ્દ ૧૦૮ રીતે વપરાયો છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાના ગુરુનું અને પોતાનું નામ રજૂ કરેલ છે. એમણે આયાર ઉપર તખ્તાવગમાં નામની અવચૂર્ણિ વિ. સં. ૧પ૯૬માં રચી છે. વળી એમણે નાયધમ્મકહા ઉપર મુગ્ધાવબોધા નામે લઘુવૃત્તિ રચી છે.
લિબ્ધિસૌરભમ્ સંપા. મુનિ અજિતયશવિ. આમાં આ. લબ્ધિસૂરિ મ. સા. વિષે સ્તુતિ, સ્તોત્ર, શતક આદિ છે.
વિવિધ સ્તોત્રસંગ્રહ–આમાં પ્રગટ-અપ્રગટ કેટલાંક પ્રાચીન સ્તોત્રો ઉપરાંત આ. શ્રી અરવિન્દસૂરિ મ. સા. એ રચેલા સ્તુતિસ્તોત્રો વગેરે આ પ્રમાણે છે. મંગલાષ્ટક, સિદ્ધચક્રસ્તોત્ર, સતીરત્નચક્ર, યશોવિ. સ્તુતિ,વિજયસિદ્ધિસૂરિસ્તુતિ,વિજયભદ્રસૂરિસ્તુતિ,કારસૂરિગુરુગુણઅષ્ટક, આ.ભદ્રકરસૂરિસ્તુતિ, પં. ભાનુવિજયસ્તુતિ, વિજયરાજતિલકસૂરિસ્તુતિ, શત્રુંજય તીર્થયાત્રા પ્રશસ્તિ, નાગેન્દ્રપાર્શ્વનાથસ્તુતિ, સિદ્ધષ્ટક વગેરે. આનું પ્રકાશન કે.પી.સંઘવી રીલીજીયસ ટ્રસ્ટ દ્વારા વિ. સં. ૨૦૧૭માં થયું છે.]
જૈિનસ્તોત્રસંચય- પ્ર.રમણલાલ જયચંદ કપડવંજ સં. ૨૦૧૬. ભુવનકાવ્યકેલિ- આ. ભુવતિલકસૂરિ. પ્ર. લ. જૈ.સા. છાણી સં. ૨૦૨૯, યુગાદિવન્દના- વર્ધમાન જૈન છે.મૂ.પૂ.સંઘ અમદાવાદ સં. ૨૦૩૨. ઉપદેશકલ્પવલ્લી– પ્ર. પદ્મવિજયજીગણિ જૈન ગ્રં. અમદા. ૨૦૫૧ સંશો. આ. મિત્રાનન્દસૂરિ. જિનભક્તિ- પ્ર. પ્રાકૃત ભારતી અકાદમી જયપુર. ઈ. ૧૦૮૯. સં. પં. ભદ્રંકર વિ.] મૃિગાંકકુમારકથા : અજ્ઞાતકર્તક, મૃગાંકચરિત્ર : ઋદ્ધિચન્દ્ર સૂરત, ભાવનગર. રત્નસારચરિત્ર : આ. યતીન્દ્રસૂરિ, મૂલદેવનૃપકથા (અજ્ઞાતકર્તક) પ્રકા. વિનયભક્તિસુંદર ચરણગ્રંથમાલા જામનગર. સં.૧૯૯૫ ચંપકશ્રેષ્ઠિકથા : પ્રીતિવિમલ, પ્ર. જમનભાઈ ભગુભાઇ. ચંપકશ્રેષ્ઠિકથા જિનકીર્તિ, જયસોમ.]
૧. આ કૃતિને અનેકાર્થરત્નમંજૂષામાં અવચૂરિ સહિત પૃ. ૮૪-૮૫માં મેં સ્થાન આપ્યું છે. ૨. જુઓ ઉપરનું ટિપ્પણ.
૩. આ સ્તવ અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૮૫-૮૬)માં અપાયો છે. ૪. આ સ્તવ અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૮૭-૯૦)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org