________________
૨૮૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૨ વૃત્તિનું નામ છે. આ મૂળ કૃતિ એક શ્લોકના એક ચરણ જેટલી આઠ અક્ષર પૂરતી છે. આ રહી એ કૃતિ :- “રાના છે તે સામ”
“સૌખ્યમ્'ની પૂર્વે અવગ્રહ ઉમેરીને, આઠ અક્ષરોના ભિન્ન ભિન્ન રીતે પદચ્છેદ કરીને અને સંધિ છૂટી પાડીને , અમુક અક્ષરોનો એકાક્ષરી કોશ અનુસાર અર્થ કરીને, “રાજા'ને બદલે 'રાજાવું અને રાજા... જેવાં રૂપો તથા રાજાને બદલે લાજા અને 'લાજાવું જેવા શબ્દો યોજીને “ર'ને બદલે હું સમજી લઈને અને “બ” અને વૃને એકાર્થક ગણીને તેમ જ કાકુને લક્ષ્યમાં લઈ એમ ભિન્ન દૃષ્ટિએ ઉપર્યુક્ત આઠ અક્ષરની પંક્તિનો વિચાર કરીને ૧૦૨૨૪૦૭ અર્થો સમયસુન્દરગણિએ આની ‘વૃત્તિમાં
કર્યા છે. પૃ. ૬૭માં એમણે કહ્યું છે કે આઠ લાખ અર્થોમાં જે અર્થો અસંગત જણાય તેને બદલે આ | P ૪૭ર બે લાખ ઉપરના અર્થમાંથી યોજના કરી લેવી. અંતમાં ૩૩ પદ્યોની પ્રશસ્તિ છે. એ ઉપરથી પ્રસ્તુત
વૃત્તિ લાહોરમાં “રસ-જલધિ-રાગ-સોમ”માં એટલે કે વિ. સં. ૧૬૪૯માં પૂર્ણ થયાની હકીકત જાણી શકાય છે. અહીં રસથી છનો અંક ન સમજતાં નવનો સમજવો સમુચિત જણાય છે, કેમકે આ અષ્ટલક્ષાથી ગ્રંથ “કાશ્મીર' દેશ જીતવા ઉપડેલ મોગલ સમ્રાટ અકબરને વિ. સં. ૧૬૪૯માં શ્રાવણ સુદ તેરસે સાંજે મેં બતાવ્યો-વાંચી સંભળાવ્યો ત્યારે એથી ખુશ થઈ એ બાદશાહે એ ગ્રંથ મારી પાસેથી લઈ શુભેચ્છાપૂર્વક પાછો આપ્યો એમ સમયસુન્દરગણિએ જાતે કહ્યું છે. અર્થરત્નાવલીમાં જે અનેક ગ્રંથોની સાક્ષી અપાઈ છે તે પૈકી કેટલાકનાં નામ પૃષ્ઠક સહિત હું નોંધું છું –
તિલકાનેકાર્થ (''દ), રત્નકોશ (૩૫), વરરુચિકૃતિ એકાક્ષરી નિઘંટક (૫૪) અને વિષ્ણુવાર્તિક (૫૯).
સંસ્કૃત ભાષામાં કેટલાક શબ્દો અનેકાર્થી છે. એ પૈકી હું અહીં “હરિ’ અને ‘સારંગ” એ બે
શબ્દોથી ગર્ભિત કૃતિઓ સૌથી પ્રથમ વિચારું છું. P. ૪૭૩
વીતરાગસ્તવ (વિક્રમની ૧૬મી સદી)– વિશાલરાજના ભક્ત વિવેકસાગરે ત્રીસ અર્થવાળા હરિ' શબ્દથી અંકિત વીતરાસ્તવ દસ પદ્યમાં રચ્યો છે. પ્રથમ પદ્યમાં ‘હરિ' શબ્દના ત્રીસ અર્થ દર્શાવાયા છે. દસમા પદ્યમાં કર્તા વગેરેનાં નામ શ્લેષ દ્વારા સૂચવાયાં છે. ૧. જુઓ ૧૪મો અર્થ ૨. જુઓ ૧૫મો અર્થ ૩. જુઓ ૩૬મો અર્થ ૪. જુઓ ૩૯મો અર્થ ૫. જુઓ પૃ. ૪૦-૪૨ ૬. જુઓ પૃ. ૬૬ ૭. જુઓ પૃ. ૬૩. ૮. આના પ્રારંભમાં બે પદ્યો છે. પ્રથમમાં સૂર્યની અને બીજામાં બ્રાહ્મીની સ્તુતિ કરાઈ છે. ૯. પૃ. ૬૬ માં આઠ પદ્ય દ્વારા એમની સ્તુતિ કરાઈ છે. ૧૦. જુઓ પૃ. ૬૫ ૧૧. આ પૃષ્ઠક છે. ૧૨. આ સ્તવ અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૮૩)માં છપાયો છે. ૧૩. આ શબ્દ ચાર અર્થમાં નિમ્નલિખિત પદ્યમાં વપરાય છે –
હરિ આવો હરિ ઉપન્યો, હરિપૂંઠે હરિ ધાય,
હરિ ગયો હરિના વિષે, હરિ બેઠો વા ખાય.” આ પદ્યમાં “હરિ’ના અર્થ અનુક્રમે મેઘ, દેડકો, દેડકો, સર્પ, દેડકો, કૃષ્ણ અને સર્પ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org