________________
૨૮૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૨ લઈ પાંચ લઘુ કૃતિઓ બનાવી એના અર્થ કર્યા છે. એ કૃતિઓ દુગ્ધ, શંખ, શુભ્ર, શુભ્ર અને સ્ત્રી એમ પાંચ છંદમાં હોવાનું કહી એના સમર્થનાર્થે હૈમ છન્દોઅનુશાસનમાંથી અવતરણ આપ્યાં છે.
(૪-૫) “દોસસય' ગાથાની શતાથ (લ. વિ. સં. ૧૨૪૧ અને વિ. સં. ૧૬૦૫)ધર્મદાસગણિએ જ. મ. માં ઉચએસમાલા રચી છે. એની “દોસસયથી શરૂ થતી ૫૧મી ગાથા નીચે મુજબ છે :
दोससयमूलजालं पुव्वरिसी वज्जिअं जईवन्तं ।।
अत्थं वहसि अणत्थं कीस अणत्थं तवं चरसि ॥४१॥ આ ગાથાને લક્ષીને એક શતાર્થી ઉપર્યુક્ત સોમપ્રભસૂરિએ રચી છે એમ ઉપદેશરત્નાકર (પ્રાપ્ય તટ, અંશ, ૨ તરંગ ૧૪, પત્ર ૯૧ અ)માંના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી ફલિત થાય છે :
तथा केचित् सम्यगागमावगाहेन ज्ञानोपदेशाभ्यां समन्विताः, न तु चारित्रेण, यथा विज्ञश्राद्धप्रश्रित P ૪૬૫ ‘રો' કૃતિ જાથાશતતાર્થવ્યસ્થાવરપ્રતિવૃધકરમુદ્રિવાહિત્યનિતાર્થીતિધ્યાતિવૃષ્ટ્રીઝમજૂરઃ પ્રમાવાયામ્ II”
અનેકાર્થસાહિત્યસંગ્રહના પ્રથમ વિભાગની પ્રસ્તાવના (પૃ. ૫૯)માં એના લેખક ચતુરવિજયજી તો એમ કહે છે કે “આ હકીકત બિલકુલ વિશ્વસનીય નથી કારણ કે તોય ગાથા ઉપર તો ઉદયધર્મગણિએ સો અર્થો કરેલા છે.” [ઉદયધર્મકૃત શતાર્થીની નકલ માટે.સી.માં છે.]
લાવણ્યધર્મના શિષ્ય ઉદયધર્મગણિએ ઉપર્યુક્ત ગાથા ઉપર શતાર્થી વિ. સં. ૧૬૦૫માં રચી છે અને એ દ્વારા એમણે પાંચ પરમેષ્ઠી, પૃથ્વીકાયાદિ છની રક્ષા, આઠ પ્રવચનમાતા, દસ યતિધર્મ, ગણધરો વગેરેને આશ્રીને ૧૦૧ અર્થ કર્યા છે એ વાત તો સાચી છે. શું એક જ ગાથા ઉપર બે વ્યક્તિની શતાર્થી ન જ હોઈ શકે કે જેથી સોપ્રભસૂરિ વિષે ના પડાય છે કે પછી ઉપર્યુક્ત ઉલ્લેખ ભ્રાન્ત જ છે ?
(૬) રત્નાકરાવતારિકાદ્યપદ્યશતાર્થી (ઉ. વિ. સં. ૧૫૩૯)- જૈ. ગ્રં. (પૃ. ૭૮)માં રત્નાકરાવતારિકાના આદ્ય પદ્યને અંગે શતાર્થી હોવાનો ઉલ્લેખ છે. આ રહ્યું એ પદ્ય –
___ "सिद्धये वर्धमानः स्तात् ताम्रा यन्नखमण्डली ।।
प्रत्यूहशलभप्लोषे दीप्रदीपाङ्करायते ॥१॥" અહીં કર્તાનું નામ જણાવાયું નથી. P. ૪૬૬
જિનમાણિજ્ય વિ. સં. ૧૫૩૯માં શતાથ રચી છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૭૧)માં ઉલ્લેખ છે. આ સૂરિએ શેની શતાથ રચી છે તે અહીં જણાવાયું નથી. [‘રત્નાકરાવતારિકાધશ્લોકશતાર્થી કર્તા માણિજ્યગણિ આ કૃતિ લા. દ. વિદ્યામંદિર દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.]
૧. આ પ્રમાણનયતત્તાલોકની રત્નપ્રભસૂરિએ રચેલી ટીકા છે. એ મૂળ સહિત “ય. જે. ગ્રં.'માં વીરસંવત્ ૨૪૩૧૨૪૩૭માં છપાવાઈ છે. રત્નાકરાવતારિકાની એક હાથપોથી વિ. સં. ૧૨૨૫માં લખાયેલી મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org