________________
P ૪પ૭
૨૭૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા મેઘવિજયગણિ છે. એમણે શ્રીહર્ષકૃત નૈષધચરિતના પ્રથમ સર્ગના ૧૪પ પદ્યો પૈકી અંતિમ સિવાયનાં તમામ પદ્યોના પ્રત્યેક ચરણની પાદપૂર્તિરૂપે આ કાવ્ય છ સર્ગમાં ૧૨૬ + ૧૧૭ + ૭૮ + ૭૧ + ૬૪ = ૫૮૬
પદ્યમાં ‘વિજયપ્રભસૂરિના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૭૧૦ પછી રચ્યું છે. એમણે કોઈ કોઈ વાર પાદપૂર્તિ તરીકે પસંદ કરેલી પંક્તિ બે કે ત્રણ વાર આપી એનો ભિન્ન ભિન્ન રીતે અર્થ કર્યો છે. નૈષધચરિતના પ્રથમ સર્ગનું અંતિમ (૧૪૫મું) પદ્ય એમણે આપ્યું છે ખરું પણ એનો અર્થ જુદી રીતે કર્યો છે. “સડમતિ ” ને બદલે “ માલિત?” એવો પાઠ લઈ “યમ” એટલે “પાંચ મહાવ્રતોની પાંચની સંખ્યા જેની આદિમાં છે એવો' એટલે કે છઠ્ઠો સર્ગ એવો અર્થ કર્યો છે. નૈષધચરિતમાં જે ચરણ જેટલામું છે તેટલામું જ આ પાદપૂર્તિરૂપ કૃતિમાં રખાયું છે જ્યારે પાર્શ્વભુદય કાવ્યમાં તો મેઘદૂતનાં તમામ ચરણોનો ચતુર્થ જ ચરણ તરીકે ઉપયોગ કરાયો છે.
આ કાવ્ય દ્વારા એમણે ચક્રવર્તી શાન્તિનાથનું એમના જન્મથી માંડીને નિર્વાણ સુધીનું સમગ્ર જીવન આલેખ્યું છે. મુખ્યત્વે ‘વંશસ્થ છંદમાં રચાયેલું, વિશિષ્ટ વ્યુત્પત્તિઓનું પોષક તેમ જ શબ્દાલંકારોથી તથા ઉન્મેલાદિ અર્થાલંકારોથી વિભૂષિત એવા આ કાવ્યમાં સર્ગદીઠ વિષયો નીચે મુજબ છે –
સર્ગ ૧- હસ્તિનાપુર નગર, વિશ્વસેન ભૂપતિ, અચિરા રાણી, શાન્તિનાથનો જન્મ અને એમનું અલૌકિક સૌન્દર્ય.
સર્ગ ૨-૩-શાન્તિનાથનાં લગ્ન, ચક્રાદિ ૧૪ રત્નો અને છ ખંડના વિજય માટેનું પ્રયાણ. સર્ગ ૪– શાન્તિનાથનો ચક્રવર્તી તરીકેનો અભિષેક અને વૈરાગ્ય-વાસનાનો સક્રિય અમલ.
સર્ગ પ– શાન્તિનાથની દીક્ષા અને તપશ્ચર્યા, એમને થયેલી કેવલજ્ઞાનની પ્રાપ્તિ, એમણે કરેલી તીર્થની સ્થાપના અને આપેલી દેશના તેમ જ એમનો પરિવાર.
સર્ગ – શાન્વિનાથનું નિર્વાણ, ગણધરોનો વિષાદ અને તેનું શમન તથા શાસનનું સંચાલન
આ પ્રમાણેની પાદપૂર્તિરૂપ વિવિધ કૃતિઓ જોતાં એમ ભાસે છે કે સુપ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાંથી ફક્ત કુમારસંભવની જ પાદપૂર્તિરૂપ કોઈ જૈન રચના નથી.
(૨) સ્તોત્રોની પાદપૂર્તિરૂપ કાવ્યો (૨) (૧) *સમસ્યા-મહિમ્ન સ્તોત્ર- પુષ્પદન્ત જે શિવમહિમ્ન સ્તોત્ર રચ્યું છે એના પ્રત્યેક પદ્યના આદ્ય ચરણની પૂર્તિરૂપે આ સ્તોત્ર ૩૩ પદ્યોમાં “અંચલ' ગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય ૧. ૨૮માં પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિ જણાતી નથી. ૨. વીરવિજય મુનિ. વિ. સં. ૧૭૧૦માં આચાર્ય બનતાં એમનું નામ વિજયપ્રભસૂરિ રખાયું. ૩. જુઓ પરિચય (પૃ. ૨૭૫ ટિ. ૩). ૪. આ સ્તોત્ર અને એના સ્વોપજ્ઞ વિવરણની નોંધ મેં D C G C M (Vol. XIX, sec. 1, pt. 2, pp. 159-161)માં લીધી છે. આની એક જ હાથપોથી ઉપલબ્ધ હોય એમ લાગે છે કેમકે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૧)માં બીજી કોઈ હાથપોથી વિષે ઉલ્લેખ નથી. અહીં આ કૃતિને સમસ્યામહિમ્નસ્તવ કહી છે.
P ૪૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org