________________
૨૬૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ (૧૦) જિન-ભક્તામર- આ અજ્ઞાતકર્તૃક કાવ્ય ભક્તામરસ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. એનું આદ્ય પદ્ય દાદા-પાર્શ્વભક્તામરના આદ્ય પદ્યની જેમ ભક્તા.-સ્તોત્રયની મારી ભૂમિકા (પૃ. ૧૪)માં મેં નોંધ્યું છે.
અહીં જિનભક્તામરને અજ્ઞાતકર્તૃક કહ્યું છે જ્યારે મતાંતર પ્રમાણે આ રત્નવિમલની રચના છે.
(૧૧) ઋષભ-જિન-સ્તુતિ– આ ભક્તામર સ્તોત્રના આદ્ય પદ્યનાં ચારે ચરણોને અંગેની ચાર શ્લોકની કોઈકની રચના છે. એમાં પ્રથમ પાને પ્રથમ શ્લોકના પ્રથમ ચરણ તરીકે, દ્વિતીયને દ્વિતીય શ્લોકમાં દ્વિતીય ચરણ તરીકે એમ અન્ય ચરણોને લક્ષીને યોજના કરાઈ છે.
(૧૨) “નવકલ્લોલ-પાર્શ્વ-ભક્તામર- આ ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કૃતિ હોવાનું કહેવાય છે.
(૧૩) ચન્દ્રામલક-ભક્તામર- આના કર્તા જયસાગરસૂરિ છે. શું આ સૂરિ વિક્રમની વીસમી સદીમાં થયા છે. ?
(૧૪) પાદપૂર્વાત્મક સ્તોત્ર- આના કર્તા વિવેકચન્દ્ર છે. તેઓ ક્યારે થયા એ જાણવું બાકી રહે છે.
(૧૫) આત્મ-ભક્તામર- પંજાબોદ્ધારક તરીકે ઓળખાવતા આત્મારામજી મહારાજ ઉર્ફે વિજયાનન્દસૂરિની સ્તુતિરૂપ આ કાવ્ય પં. હીરાલાલ હંસરાજે રચ્યું છે. આ પ્રકાશિત થયેલું છે.
(૧૬) સૂરીન્દ્ર-ભક્તામર- આના કર્તા ‘દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજી છે. એમાં ૪૫ પદ્યો છે. ભક્તામરસ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્યનું આદ્ય પદ્ય મેં ભક્તાવસ્તોત્રત્રયની મારી ભૂમિકા (પૃ. ૧૫)માં નોંધ્યું છે.
(૧૭) વલ્લભ-ભક્તામર- આના કર્તા “પંજાબ કેસરી' વિજયવલ્લભસૂરિજીના શિષ્ય વિચક્ષણવિજયજી છે. એમણે ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્ય દ્વારા પોતાના ગુરુની સ્તુતિ કરી છે. એમાં ૪૪ પદ્યો છે. રચનાસમય વિષે ઉલ્લેખ નથી. ' (૧૮) કાલુ-ભક્તામર-સ્તોત્ર (વિ. સં. ૧૯૮૫)- તેરાપંથીના ઉપાજ્ય આચાર્ય કાલુરામજીના ગુણાનુવાદરૂપે આ કાવ્ય કાનમલ્લસ્વામીએ “બિકાનેર રાજ્યના છાપર' ગામમાં વિ. સં. ૧૯૮૫માં રચ્યું છે. અત્રે ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક પદ્યના દ્વિતીય ચરણનો ચતુર્થ પાદ તરીકે ઉપયોગ કરાયો છે. એમાં ૪૭ પદ્યો છે.
P ૪૩૯
P ૪૪૦.
૧. આ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૧૫)માં પ્રકાશિત છે. ૨. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨)માં છપાયાનો ઉલ્લેખ મળે છે પણ એમાં તો એ નથી. ૩. આ કાવ્ય આદર્શજીવનના પરિશિષ્ટ (પૃ. ૨૦૧-૨૦૯)માં વીરસંવત્ ૨૪૫૨માં છપાયું છે. ૪. આ કાવ્ય અન્વયે અને એના હિન્દી અર્થ તેમ જ ભાવાર્થ સહિત “જૈન શ્વેતાંબર તેરાપંથી સભા” તરફથી કલકત્તાથી વિ. સં. ૧૯૮૭માં છપાવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org