________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૨૧-૪૨૪]
૨૫૭ "શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તોત્ર (લ. વિ. સં. ૧૭૩૦)- આના કર્તા “ન્યાયાચાર્ય” યશોવિજયગણિ છે. આનો પ્રારંભ “ઐન્દ્ર”થી કરાયો નથી. અંતમાં “વોવિનયશ્રય”એવો શબ્દગુચ્છ છે. આમાં P ૪૨૩ ૧૧૩ પદ્યો છે. મુખ્યતયા ઉપજાતિ, વંશસ્થ અને ઉપેન્દ્રવજામાં અને કવચિત્ ઈન્દ્રવજા, કુતવિલંબિત, વસત્તતિલકા, પૃથ્વી અને હરિણી છંદોમાં રચાયેલા અને વિવિધ અલંકારોથી વિભૂષિત આ સ્તોત્ર દ્વારા “શંખેશ્વર' પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે.
શંખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર- આ ન્યાયાચાર્યકૃત સ્તોત્રમાં ૯૮ પદ્યો છે અને એ પૈકી છેલ્લાં બાર સમ્પરામાં છે. એ પણ “શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે. એમાં જગત્કર્તુત્વવાદનું નિરસન, પ્રભુનાં દેહનું માહાભ્ય, તીર્થકરના જન્મથી સહોત્થ ચાર અતિશયો અને પ્રભુનાં ગુણોનું ગૌરવ એમ વિવિધ વિષયો આલેખાયા છે.”
શંખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર- આ ૩૩ પદ્યના સ્તોત્રમાં પણ ન્યાયચાર્ય “શંખેશ્વર પાર્શ્વનાથનું ગુણોત્કીર્તન કર્યું છે.
ગોડી-પાર્જ-સ્તવન (લ. વિ. સં. ૧૭૩૦)- આ ૧૦૮ પદ્યમાં મુખ્યતયા “શિખરિણી' P ૪૨૪ છંદમાં રચાયેલા સ્તવનના કર્તા પણ “ન્યાયાચાર્ય' યશોવિજયગણિ છે. આ સ્તવન “ગોડી પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે.
વિવરણ તથા અનુવાદ– શ્રીધુરંધરવિજયગણિ (હાલ સૂરિ)એ ખૂટતાં પદ્યને સ્થાને નવીન પદ્યો રચ્યાં છે. એ તેમ જ એમણે રચેલ સંસ્કૃત વિવરણ તથા મૂળના ગુજરાતી અનુવાદ સહિત મૂળ કૃતિ “શ્રીગોડી પાર્શ્વનાથસ્તોત્રમ્'ના નામથી “જૈન સાહિત્ય વર્ધક સભા”એ વિ. સં. ૨૦૧૮માં છપાવી છે.
૧. આ સ્તોત્ર જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૩૮૦-૩૯૨)માં પ્રકાશિત કરાયું છે. ૨. વાચક મેઘવિજયે ૨૧ પદ્યનું “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન રચ્યું છે અને એ “દે. લા. જૈ. પુ. સંસ્થા”
તરફથી પ્રકાશિત ભક્તા.સ્તોત્રત્રયમાં ઈ. સ. ૧૯૩૨માં છપાવાયું છે. એ વિ. સં. ૧૭૩૬ પહેલાં રચાયું
છે. હંસરત્ન તેમ જ અન્ય કોઈએ પણ શંખેશ્વર-પાર્જ-સ્તવ રચ્યો છે. ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૬૯)માં ૧૧૨ પદ્યનો ઉલ્લેખ છે. ૪. અંતિમ પદ્ય આ છંદમાં છે અને એમાં એ નામ પણ ગુંથાયેલું છે. ૫. વિશેષ માટે જુઓ યશોદોહન પૃ. ૪૫ ૬. આ સ્તોત્ર “જૈન ગ્રન્થ પ્રસારક સભા” તરફથી વિ. સં. ૧૯૯૮માં પ્રકાશિત “શ્રીયશોવિજયવાચક
ગ્રન્થસંગ્રહ”માં પત્ર ૪પ૪-૪૯-અમાં છપાયું છે. ૭. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૪૬). ૮. આ ય. વા. ગ્રંથસંગ્રહ (પત્ર ૪૪૫-૪૫૮)માં પ્રસિદ્ધ કરાયું છે. ૯. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૩૯૩-૪૦૬)માં છપાયું છે ખરું પરંતુ એમાં શ્લો. ૧-૬, ૫૮-૬૩ અને ૬૮
૯૩ નથી. આમ આ ખંડિત કૃતિ છે. આ ત્રુટિઓ દૂર કરવાના ઇરાદે આને અંગે મેં એક લેખ લખ્યો છે. ૧૦. કોઈકે નવ પદ્યની ગોડી-પાર્શ્વનાથ-સ્તુતિ રચી છે. કોઈકે ગોડી-જિન-સ્તવન પણ રચ્યું છે. ૧૧. જુઓ યશોદોહન (પૃ. ૪૪)
૧૭
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org