________________
P. ૪૨૧
૨૫૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ યશોવિજયગણિ છે. એમણે આ ૧૧૦ પદ્યની કૃતિ મુખ્યતયા વસન્તતિલકા છંદમાં વિજયદેવસૂરિના રાજ્યમાં રચી છે. આની વિ. સં. ૧૭૩૫માં લખાયેલી એક હાથપોથી મળે છે. આ કૃતિના પ્રારંભમાં કહ્યું છે કે કવિત્વ અને વિશ્ર્વની ઇચ્છા પરિપૂર્ણ કરવામાં કલ્પવૃક્ષના સમાન ઍકાર જાપ ગંગાને કિનારે જપી (સરસ્વતી પાસે) વરદાન મેળવી હું વરની પૂજા સુભાષિતરૂપ કુસુમો વડે કરું છું. આ ઉપરથી આનું મહાવીર-સ્તવ એ નામ તો યોજાય પરંતુ ન્યાયખંડખાદ્ય એ નામ કોણે યોન્યું છે એ વિચારવું બાકી રહે છે.
સ્વોપજ્ઞ ટીકા- આ મહાવીર-સ્તવ ઉપરની સ્વોપજ્ઞ ટીકા છે. આ ટીકામાં અસ્પૃશદ્ગતિવાદ નામની પોતાની કૃતિ જોવા ન્યાયાચાર્યે ભલામણ કરી છે.
ન્યાયપ્રભા- આ મહાવીર-સ્તવના ઉપરની તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિએ સંસ્કૃતમાં રચેલી ટીકા છે.
'કલ્પલતિકા- આ મહાવીર-સ્તવ ઉપર શ્રી વિજયનેમિસૂરિના શિષ્ય શ્રી વિજયદર્શનસૂરિએ રચેલી વિવૃત્તિનું નામ છે.
શ્લોકાર્થ અને ભાવાર્થ– આ બંનેના કર્તા શ્રી. જીવરાજભાઈ ઓધવજી દોશી છે અને એ બંને “જૈ. ધ. પ્ર.” માં પ્રકાશિત છે.'
વિજયપ્રભસૂરિ-સ્વાધ્યાય (લ. વિ. સં. ૧૭૩૦)- આ સાત પદ્યની લઘુ કૃતિના રચનાર ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમાં એમણે છ અજૈન દર્શનોને માન્ય ગણાય એવા વિચારો દર્શાવી ‘વિજયપ્રભસૂરિની સ્તુતિ કરી છે. એની બીજી વિશેષતા એ છે કે આ કૃતિ “કડખાની દેશીમાં રચાયેલી હોવાનું મનાય છે. ગમે તેમ પણ એ ગેય કાવ્યની ગરજ સારે છે. ૧. શ્લો. ૧-૯૯ વસન્તતિલકામાં, ગ્લો. ૧૦૦-૧૦૫ શિખરિણીમાં, શ્લો. ૧૦૬ હરિણીમાં, શ્લો. ૧૦૭
શાલિનીમાં, શ્લો. ૧૦૮ શિખરિણીમાં અને શ્લો. ૧૦૯-૧૧૦ શાર્દૂલવિક્રીડિતમાં છે. ૨. મનસુખભાઈ ભગુભાઈ તરફથી આ પ્રકાશિત છે. ૩. આ માણેકલાલ મનસુખભાઈ તરફથી છપાયેલી છે. ૪. જાવાલના તારાચંદ દ્વારા આ પ્રકાશિત છે.
૫. જુઓ પૃ. ૨૫૪ ટિ. ૪ ૬. સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી ભૂમિકા (પૃ. ૧૦૫)માં મેં આ સ્વાધ્યાય આપ્યો છે. મુનિ (હાલ સૂરિ) ધુરંધરવિજયે આ કૃતિના અનુકરણરૂપે વિજયનેમિસૂરિસ્વાધ્યાય નામની નવ પદ્યની પ્રભાતિયાના રાગે ગવાતી કૃતિ રચી છે. એ ઇ. સ. ૧૯૪૬માં પ્રકાશિત સટીક ઇન્દુદૂતના પ્રારંભમાં છપાયેલી છે. ૭. આ સંબંધમાં જુઓ યશોદોહન (પૃ. ૩૮, ૮૩, ૩૬, ૧૦૫, ૧૭૨-૧૭૩ અને ૧૮૧.) ૮. આ સૂરિએ દેવપત્તનના જિનાલયના એક તીર્થકરને ઉદેશીને જિન-સ્તવન રચ્યું છે. એ જૈનસ્તોત્રસન્દ્રોહ
(ભા. ૧, પૃ. ૩૬)માં છપાયું છે. ૯. આ દેશમાં “શ્રીપાલ રાજાનો રાસ”ના ચોથા ખંડની ચોથી ઢાલ છે. આને લગતી કેટલીક બીના મેં
કડખાની દેશી અને જૈન સાહિત્ય” નામના મારા લેખમાં આપી છે. આ લેખ “સ્વાધ્યાય” (પુ. ૪ અં. ૧ દીપોત્સવી અંક)માં છપાયો છે.
| P ૪૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org