________________
૨૫૪
P ૪૧૭
P ૪૧૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ 'દ્વિસ્વર-ત્રિભંજન-યુક્ત-ષશ્લોકી– આ છ પદ્યની સ્તુતિમાં ‘તુ', “ર” અને “સુ” એ ત્રણ જ વ્યંજનો અને “અ” અને “આ” એ બે જ સ્વર વપરાયાં છે. અલબત્ત અનુસ્વારનો ઉપયોગ કરાયો છે.
અવચૂરિ– આ કોઈકની રચેલી લઘુ ટીકા છે. એ જૈ. સ્તો. ૨. ભા. ૨ માં છપાયેલી છે.
*જિન-સ્તુતિ– આ ચાર શ્લોકની સ્તુતિનો પ્રારંભ “સદા મહસાથી થાય છે. એ યમકોથી અલંકૃત સ્તુતિ “તોટક' છંદમાં રચાઈ છે.
અવચૂરિ– આ અજ્ઞાતકર્તુક કૃતિ જૈ. સ્તો. ૨. ભા. રમાં છપાયેલી છે.
ફલવર્ધિ” પાર્શ્વનાથસ્તવ- આ વાચનાચાર્ય ચારિત્રોદયના સેવક (? શિષ્ય) સૂરચન્દ્ર ઋષિની સાત પદ્યોની યમકબદ્ધ રચના છે. એ દ્વારા એમણે “ફલોધિ' પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. ફલવર્ધિ એટલે ફલોધી.
વ્યાખ્યા- આ જૈ. સ્તો. ૨. ભા. રમાં પ્રકાશિત છે.
*વર્ધમાનજિનસ્તવ ( )- આ નિર્વષ્ય સ્તવનો પ્રારંભ “શ્રેય તિ”થી થાય છે. એમાં આઠ પદ્યો છે અને એ સૂરચન્દ્રની પાંચ વર્ગના પરિહારપૂર્વકની રચના છે.
અવચૂરિ– આ અજ્ઞાતકર્તૃક કૃતિ જૈ. સ્તો. ૨. ભા. ૨ માં પ્રકાશિત છે.
પાર્શ્વનાથ-સ્તવ ( )- આ સાત પદ્યની કૃતિ યમકમય છે. એનું અંતિમ પદ્ય જોતાં એ શિવસુન્દરની રચના લાગે છે. એનો પ્રારંભ “વાસંવર”થી થાય છે.
અવચૂરિ– આ નાનકડી વૃત્તિ જૈ. સ્તો. ૨ ભા. રમાં છપાયેલી છે.
પાર્શ્વનાથ-લઘુ-સ્તવન ( )- આ પાંચ પદ્યનું સ્તવન શિવસુન્દરે રચ્યું છે. એ ત્રણ પ્રકારના ગત-પ્રત્યાગતથી વિભૂષિત છેઃ (૧) વૃતગત. (૨) અર્ધગત. અને (૩) પાદગત. આ લઘુ સ્તોત્ર પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે.
પાર્ષલઘુસ્તવ ( )- “ત્ત નિવારથી શરૂ થતી અને વિવિધ યમકોથી અલંકૃત આ કૃતિમાં સાત પદ્યો છે. સાતમું પદ્ય વિચારતાં એના કર્તા ક્ષમાકલ્યાણ હશે એમ લાગે છે.
અવસૂરિ આ સંક્ષિપ્ત ટીકા કોઈકે રચી છે અને એ જૈ. સ્તો. ૨. ભા. ૨માં પ્રસિદ્ધ કરાઈ છે. ૧. આ કૃતિ “સરસાથી શરૂ થાય છે. એ અવસૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૭૬ અ-૭૭)માં
પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ કૃતિ અવચૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા ૨, પત્ર ૭૭આ-૭૮આ)માં પ્રકાશિત કરાઈ છે. ૩. આ સંક્ષિપ્ત વ્યાખ્યા સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૮૦આ-૮૩)માં છપાયો છે. ૪. આ સ્તવ અવસૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૭૯ અ-૮૦ અ)માં છપાયો છે. ૫. મારું નામ (હીરાલાલ) પણ નિર્વગ્યું છે. એમાં ૬ થી મ્ પૈકી એકે અક્ષર નથી. અરે ... અને ૬ તેમ જ
શું, ૬ અને સ્ પણ નથી. ૬. આ અવસૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૮૪૫-૮૫-આ)માં છપાયો છે. ૭. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૨૦૪-૨૦૫)માં પ્રકાશિત કરાયું છે. ૮. આ કૃતિ અવચૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૮૬૮-૮૮૮)માં પ્રસિદ્ધ કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org