________________
૨૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ શબ્દનાં અને બીજા વિભાગમાં “અસ્મ શબ્દનાં ત્રેસઠ ત્રેસઠ રૂપો અપાયાં છે. પ્રથમ નવસ્તવીમાં છો સ્તવ બે રીતે રજૂ કરાયો છે. તેમ છતાં એ બેને એક સ્તવ ગણી “નવસ્તવી’ એવો વ્યવહાર કરાય છે. એમાં પ્રથમ સ્તવમાં પાર્શ્વનાથની, બીજામાં અજિતનાથ અને શાન્તિનાથ એ બેની, ચોથામાં ઋષભદેવની, પાંચમામાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ એ બેની, સાતમામાં નેમિનાથની અને આઠમામાં સીમન્વરસ્વામી અને યુગન્ધરસ્વામીની સ્તુતિ કરાઈ છે, જ્યારે બાકીના સ્તવો “સાધારણજિનસ્તવ' છે.
બીજી નવસ્તવીમાં પ્રથમ સ્તવ અમુક જ તીર્થકરની સ્તુતિરૂપ નથી. ત્રીજો સ્તવ
મહાવીરસ્વામીની, ચોથો ઋષભદેવની અને પાંચમો ઋષભદેવ અને મહાવીર સ્વામીની સ્તુતિરૂપ છે. P ૩૮૯ બીજો અને છઠ્ઠો સાધારણજિનસ્તવ છે. સાતમો સ્તવ તો ઋષભદેવ, મહાવીરસ્વામી, ચન્દ્રાનન અને વારિષણ નામના ચાર શાશ્વત જિનોને અંગેનો છે.
અવચૂર્ણિ– ઉર્પયુક્ત અષ્ટાદશસ્તવીનું સંશોધન કરનાર સોમદેવગણિએ વિ. સં. ૧૪૯૭માં આ સમગ્ર કૃતિની અવચૂર્ણિ રચી છે. એઓ સોમસુન્દરસૂરિના શિષ્ય થાય છે.
નિન્દનવનકલ્પતરુ પ્ર. જૈન ગ્રન્થ પ્ર. સમિતિ ખંભાત. સં. ૨૦૫પથી આના અંકો બહાર પડતા રહે છે. આમાં સંસ્કૃતમાં વિવિધ લેખો-કાવ્યો વ. હોય છે.
અનુસંધાન– આના ૨૫ જેટલા અંકો પ્રગટ થયા છે. આમાં નાની અપ્રગટ કૃતિઓ અને પરિચય વ. હોય છે.
તાત્ત્વિકપ્રશ્નોત્તરાણિ- આ. સાગરાનંદસૂરિ મ. પાનાચંદમદ્રાસી સૂરત ૨૦૧૪ સ્તોત્રરાસસંહિતા- સિદ્ધરાજ જૈન કલકત્તા ઇ.સ. ૧૯૮૬. સંક. લલિતપ્રભસાગર. ચતુર્વિશતિ જિનસ્તુતિસંગ્રહ- પ્ર. ગૂર્જર ગ્રંથકાર્યા. અમદા. ૨૦૧૨ છાણીશતક- આ. વીરસેનસૂરિ. પ્ર.લ.જૈ.સા. છાણી ૨૦૬૬ જિનગુણ સ્તવના- કલ્પયશવિ. પ્ર.કલ્પેશ શાહ અમદા. ૨૦૩૮ જિનમૂર્તિપૂજાસાદ્ધશતકમ્–આ. સુશીલસૂરિ. સુશીલ સા.પ્ર. સ. જોધપુર ૨૦૫૦હિંદી અનુવાદ સાથ. જૈનસ્વાધ્યાયસુભાષિતમાલા પ્ર. સમ્યગૂજ્ઞાન પ્ર.મં. જયપુર સં. ૨૦૧૮ આગમોદ્ધારકકૃતિસંદોહ પ્ર. આગમોદ્ધારક જૈન ગ્રંથમાળા સં. ૨૦૨૦ જૈનરાજતરકિણી- શ્રીવર હિંદીસાથે પ્ર. ચૌખંબા અમરભારતી પ્ર.વારાણસી ૨૦૩૦
જ્ઞાનચતુર્વિશતિકા સ્વપજ્ઞ અવચૂરિ સાથે કર્તા નરચન્દોપાધ્યાય સં. આર્મેન્દ્ર શર્મા. પ્ર. “ઉસ્માનિયા વિશ્વવિદ્યાલય” હૈદરાબાદ ઇ.સ. ૧૯૫૬
જ્ઞાનસાર પ્ર. ભદ્રંકરોદયાટીકા સાથે પ્ર. જે.મૂ.પૂ.સંઘ મદ્રાસ સં. ૨૦૨૦]
[સોમસુન્દરસૂરિકૃત શાન્તિજિનસ્તવન (છ ભાષામાં) “જૈન સ્તોત્રકા સમીક્ષાત્મક અધ્યયન”માં છપાયો છે.]
૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯)માં મૂળ કૃતિના રચનાસમય તરીકે આનો જે નિર્દેશ છે તે બ્રાંત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org