________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૬૫-૩૬૮]
૨૨૭ (૪) 'સિદ્ધાન્તાગમસ્તવ (લ. વિ. સં. ૧૩૬૫)આના કર્તા પણ જિનપ્રભસૂરિ છે. એમાં ૪૬ પડ્યો છે. એ દ્વારા એમણે આવશ્યક, વિશેષાવશ્યકભાષ્ય, દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ, પિંડનિ નિર્યુક્તિ નન્દિ, અનુયોગદ્વાર, ઉત્તરાધ્યયનાની, ઋષિભાષિત, ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૩ પ્રકીર્ણક, P. ૩૬૭ ૭ છેદસૂત્ર, દૃષ્ટિવાદ, અંગવિદ્યા, વિશેષણવતી, સંમતિ, નયચક્રવાલ, 'તત્વાર્થ, જ્યોતિષ્કરંડ, સિદ્ધપ્રાભૃત, વસુદેવ-હિડી, કર્મપ્રકૃતિ, પંચનમસ્કૃતિ, અને આચાર્યમત્ર એમ વિવિધ કૃતિઓ વિષે સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે.
અવચૂરિ– વિશાલરાજસૂરિના કોઈ શિષ્ય આ રચી છે.
(૫) ચિત્ર-સ્તવ યાને વીરજિનસ્તવ (લ વિ. સં. ૧૩૬૫)- આ પણ જિનપ્રભસૂરિની કૃતિ છે અને એ દ્વારા એમણે મહાવીરસ્વામીની સ્તુતિ કરી છે. એમાં ૨૭ પદ્યો છે. પ્રત્યેક પદ્ય ચિત્રકાવ્યરૂપ છે. આથી “
રિતોષ્ય”થી પ્રારંભમાં કરાયેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ થયો છે. પ્રતિલોમાનુલોમ, અનુલોમ-પ્રતિલોમ, અર્ધભ્રમ ઇત્યાદિ તેમ જ મુરજ, મુશલ, ત્રિશૂલ, અષ્ટદલ-કમલ, હાર, ચામર વગેરે બંધો વડે આ અલંકૃત છે.
અવચૂરિ– આના ઉપર કોઈકની અવસૂરિ છે.
(૬) દશદિપાલસ્તુતિગર્ભિત ઋષભજિનસ્તવન (લ. વિ. સં. ૧૩૬૫)- આ પણ ઉપર્યુક્ત જિનપ્રભસૂરિની રચના છે. એમણે આ ૧૧ પદ્યના સ્તોત્ર દ્વારા ઈન્દ્ર, અગ્નિ, યમ, નૈઋતિ, વરુણ, P ૩૬૮ વાયુ, કુબેર, ઈશાન, નાગ અને બ્રહ્મ એ દસ દિપાલની શ્લેષપૂર્વકની ઋષભદેવની સ્તુતિની સાથે હવે સ્તુતિ કરી છે. એનો પ્રારંભ “કસ્તુ શ્રીનામ”થી કરાયો છે.
અવચૂરિ– આ કોઈકે રચી છે.
જિનપ્રભસૂરિકૃત અન્ય ૨૬ સંસ્કૃત સ્તોત્રો નીચે મુજબ છે :(૧૦) “ ને વાવ”થી શરૂ થતું પાર્શ્વનાથ-સ્તવ (શ્લો. “૧૭). ૧. આ સ્તવ વિશાલરાજસૂરિના કોઈ શિષ્ય રચેલી અવચૂરિ સહિત “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ.
૧૯૨૬ની ચોથી આવૃત્તિમાં છપાયો છે. ૨-૩. આ બે સંસ્કૃતમાં છે. ૪. આ સ્તવ “વીરજિનસ્તવ” એ નામથી જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૯૨-૯૭)માં અવચૂરિ સહિત છપાયો છે. જૈિનસ્તોત્રી સમીક્ષાત્મક અધ્યયન (લે.સા.હેમપ્રભાશ્રી) માં પણ છપાયો છે.] આ સ્તોત્રગત બંધોનાં નામ અને
એને લગતાં પદ્ય મેં TL D(2nd inst, PP.108-109) માં આપ્યાં છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૬. આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૨૬-૨૮)માં કોઈકની અવચૂરિ સહિત છપાયું છે. આ અવસૂરિની શુદ્ધિ માટે
અન્ય હાથપોથીની આવશ્યકતા રહે છે. ૭. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૮. આ “કાવ્યમાલા” (ગુ. ૭)ની ત્રીજી આવૃત્તિમાં પૃ. ૧૦૦-૧૧૦ માં છપાયો છે. ૯. આ શ્લોકની સંખ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org