________________
૨ ૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ આ આહ્વાદ તે જ આલ્હાદન દંડનાયક તરીકે ઓળખાવાતી વ્યક્તિ હોય એમ લાગે છે જો એમ જ હોય તો એ “ગલ્લક' કુળના છે અને વિ. સં. ૧૨૯૬માં ભીમદેવના મહામાત્ય તરીકે કામ કરનારા અંબડના એઓ ભાઈ થાય છે. એમની અભ્યર્થનાથી ‘નાગેન્દ્ર ગચ્છના વર્ધમાનસૂરિએ આહ્વાદન’ શબ્દથી અંકિત વાસુપૂજ્યચરિત્ર વિ. સં. ૧૨૯૯માં રચ્યું હતું.
‘પદ્માસ્તવાવલી (લ. વિ. સં. ૧૨૯૫)- આ પદ્માનન્દ-મહાકાવ્ય રચનારા અમરચન્દ્રસૂરિના P ૩૬૨ અનુરાગી પદ્મ મંત્રીની રચના છે. એ મંત્રીના પૂર્વજોનો તેમ જ પરિવારનો સંક્ષિપ્ત પરિચય પદ્યાનન્દ
મહાકાવ્ય (સર્ગ ૧૯, શ્લો. ૪૦-૫૯)માં અપાયો છે. એમાં કહ્યું છે કે “વાયડ' વંશના અને અણહિલપુરના શ્રેષ્ઠ નાગરિક મંત્રી વાસુપૂજ્યને પદ્મિની નામે પત્ની હતી. એ સ્ત્રીએ રામદેવને જન્મ આપ્યો હતો. એના પુત્રનું નામ શાન્તડ હતું. એ શાન્તડની પત્ની સહજીના પુત્ર આસલ તે ઉપર્યુક્ત પદ્મ મંત્રીના પિતા થાય અને અહિદેવી એમનાં માતા થાય. પદ્મ મંત્રીને પણ પત્ની હતી : ચંપલા, પદ્મલા અને પ્રહ્નાદનદેવી. પદ્મલાને વિક્રમાદિત્ય નામનો પુત્ર હતો. પદ્મ મંત્રીને સૌભાગ્યદેવી નામની બેન હતી. એનાં લગ્ન મોષાક સાથે કરાયાં હતાં. એ દપંતીને ચાર પુત્રો હતા : મહણ, મલ્લદેવ, દેવસિંહ અને ઊદાક.
પવાનન્દ-મહાકાવ્ય (સર્ગ ૧૯, શ્લો. ૫૧) પ્રમાણે પદ્મમંત્રી જિનેન્દ્રની નવીન સ્તવો વડે સ્તુતિ કરતા હતા. એ સ્તવો સંસ્કૃતમાં હશે. આજે એ કોઈ સ્થળેથી મળે છે ખરા ?
જય વૃષભ' સ્તુતિ (લ. વિ. સં. ૧૩૫૦)- આ ધર્મઘોષસૂરિની ૨૮૫ઘોની આઠ યમપૂર્વકની P ૩૬૩ માલિની છંદમાં રચના છે. એ દ્વારા એમણે ઋષભનાથ વગેરે ૨૪ તીર્થકરોની સ્તુતિ ગ્લો. ૧-૨૪માં
કરી છે. ૨૫માં પદ્યમાં જિનની અને સિદ્ધોની, ર૬મા પદ્યમાં સમસ્ત જિનેશ્વરોની, ર૭મામાં આગમની અને ૨૮મામાં શ્રુતદેવીની સ્તુતિ છે. છેલ્લાં ત્રણ પદ્યોનું પ્રત્યેક તીર્થંકરને અંગેના પદ્ય સાથે સંયોજન કરાતાં ચોવીસ સ્તુતિ-કદંબક બને તેમ છે.
ઉપર્યુક્ત ધર્મઘોષસૂરિ એ ‘તપા' ગચ્છના ધુરંધર આચાર્ય જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમના વડીલ બંધુ તે વિદ્યાનન્દસૂરિ તરીકે સુપ્રસિદ્ધ છે ધર્મઘોષસૂરિએ વિ. સં. ૧૩૦૨માં દીક્ષા લીધી ત્યારે એમનું નામ ધર્મકીર્તિ રખાયું હતું. વિ. સં. ૧૩૨૩માં એઓ ઉપાધ્યાય બન્યા. વિ. સં. ૧૩૨૮માં સૂરિ થતાં એમનું ધર્મઘોષ નામ પડાયું.
૧. જુઓ પૃ. ૯-૧૧ ૨. આ નામ મેં યોજ્યું છે. ૩. આ સ્તુતિ ચતુર્વિશતિજિનસ્તુતિ એ નામથી એક વિસ્તૃત અવસૂરિ સહિત, મહેસાણાની “જૈન સંસ્કૃત પાઠશાલા” તરફથી ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત સ્તોત્રરત્નાકર (ભા. ૧, પત્ર ૧૫-૭૮)માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી આ સ્તુતિ અન્ય અવસૂરિ સહિત જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૧૭૨-૧૮૦)માં
છપાવાઈ છે. ૪. પ્રથમ પદ્યના પ્રત્યેક ચરણમાં બબ્બે વાર “નાભિ' શબ્દ છે. એવી રીતે બીજાનાં ચરણોમાં આઠ વાર “રૂપ' શબ્દ છે. આઠ વાર વપરાય છે. આવો એક સ્તવ તે “નવખંડ' પાર્શ્વસ્તવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org