________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૫૭-૩૬૧]
૨૨૩ 'અપહૃતિ-જાવિંશિકા- આ ૩૨ પદ્યની કૃતિમાં અપહૃતિની ઝડી વરસાઈ છે. એ પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે.
યુગાદિદેવ-દ્વાáિશિકા- આ ૩૩ પદ્યોની કૃતિ દ્વારા રામચન્દ્ર આદિનાથનાં ગુણગાન કર્યા છે.
શાન્તિ-દ્વાર્નાિશિકા- આ ૩૨ પદ્યની કૃતિ હશે કે ૩૩ની તે જાણવું બાકી રહે છે. મુદ્રિત કૃતિ તો ૨૯માના બીજા ચરણથી અપૂર્ણ જોવાય છે.
'ભકત્પતિશય-દ્વાર્નાિશિકા- આ ૩૨ પદ્યની કૃતિ “જબલપુર'ની પાર્શ્વનાથની ભક્તિપૂર્ણ P ૩૬૦ સ્તુતિરૂપ છે.
પ્રસાદ-દ્વાáિશિકા- આ ૩૨ પદ્યોની કૃતિમાં પળે પળે પાર્શ્વનાથની કૃપા વિષે વિજ્ઞપ્તિ કરાઈ છે.
ષોડશ-ષોડશિકા (ઉ. વિ. સં. ૧૨૩૦)– આના કર્તા ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે સોળ સોળ પદ્યોની સોળ ષોડશિકા રચી કોઈ પણ જિનેશ્વરને અંગે ઘટી શકે એવી આ સ્તુતિ રચી છે. આથી તો આ પ્રત્યેક પોડશિકાને સાધારણજિનસ્તવ તરીકે ઓળખાવાય છે. આ પ્રત્યેક કૃતિના અંતિમ પદ્યમાં ‘રામચન્દ્ર એવું નામ શ્લેષરૂપે રજૂ કરાયું છે.
જિનસ્તોત્રો (ઉ. વિ. સં. ૧૨૪૮)- આના કર્તા જૈન ગૃહસ્થ “કવિતા-વૃંગાર' આસડ છે. ભિન્નમાલ (શ્રીમાલ) વંશના કટુકરાજ અને એની પત્ની આનલદેવીના એઓ પુત્ર થાય છે. કલિકાલગૌતમ અભયદેવસૂરિ એમના ગુરુ થાય છે. આ “બાલસરસ્વતી’ રાજડ અને ચૈત્રસિંહના પિતા થાય છે. એમણે મેઘદૂત ઉપર ટીકા રચી છે. એમણે પાઈયમાં ઉચએસકંદલી અને વિ. સં. ૧૨૪૮માં વિવેગમંજરી રચી છે.“ આ વિવેગમંજરીની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ આસડે પદ્ય-ગદ્યબન્ધોમાં અનેક જિનસ્તોત્ર-સ્તુતિઓ રચેલ છે. આ પૈકી થોડાંક સ્તોત્રો તો સંસ્કૃતમાં હશે જ, જો કે ૩૬૧ એકે હજી સુધી તો મળી આવ્યાનું જણાતું નથી.
પાર્શ્વજિનસ્તોત્ર (લ. વિ. સં. ૧૨૯૦)- આ દસ પદ્યમાં મુખ્યતયા વસન્તતિલકામાં રચાયેલા અને યમકથી અલંકૃત સ્તોત્રના કર્તા જૈન ગૃહસ્થ આલ્હાદ મંત્રી છે. એમણે દસમાં પદ્યમાં પોતાનો આહ્વાદ મંત્રી તરીકે નિર્દેશ કર્યો છે. “શ્રી પાર્શ્વનાથ થી શરૂ થતા આ સ્તોત્રમાં “શંખેશ્વર' અને સેરીસક (સેરીસા)નો ઉલ્લેખ છે.
૧. એજન પૃ. ૧૨૪-૧૨૭ ૨. એજન પૃ. ૧૪૭-૧૫૦ ૩. એજન પૃ. ૧૫૦-૧૫૩ ૪. એજન, પૃ. ૧૫૩-૧૫૬ ૫. એજન પૃ. ૧૫૬-૧૬૨ ૬. એજન પૃ. ૧૬૨-૧૯૦ ૭. આ રીતનો પ્રયોગ ૨૪ પદ્યના મુનિસુવ્રત-સ્તવમાં પણ જોવાય છે. એથી એ પણ આ રામચન્દ્રની કૃતિ
હશે એમ લાગે છે. આ સ્તવ જૈનસ્તોત્રસન્દ્રોહ (પૃ. ૧૩૩-૧૩૮)માં છપાયું છે. ૮. વૃત્તરત્નાકર ઉપર ઉપાધ્યાયનિરપેક્ષા નામની વૃત્તિ રચનારા આસડ પ્રસ્તુત હોય તો આ વૃત્તિ એમની
ગણાય. આ વૃત્તિની નોંધ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૮૨)માં મેં લીધી છે. ૯. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૧૯૨-૧૯૪)માં છપાવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org