________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૪૭-૩૫૦]
૨૧૫ નામ પડ્યું છે. એના પ્રથમના બે પદ્યો દ્વારા આઈજ્ય (તીર્થકરત્વ) અને અહંતોને અનુક્રમે વંદન કરાયું છે. ત્યાર પછીનાં ૨૪ પદ્યો ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ર૪ જિનવરોની સ્તુતિ-રૂપે છે. નથતિo વીરઃ સર્વો, અવનિ તેવોડનેવાળ અને ઘાતષ્ટાપ0થી શરૂ થતાં પાંચ પડ્યો અન્યકર્તક છે.
સન્તુલન– પ્રથમનાં ૨૫ પદ્યો અને ૨૭મું પદ્ય હૈમ ત્રિષષ્ટિ.માં મંગલાચરણરૂપે અને ૨૬મું તેમ જ ૩૧મું એ બે પદ્યો પરિશિષ્ટ-પર્વના પ્રારંભમાં મંગલ-શ્લોકો તરીકે જોવાય છે. સુવિધિનાથની સ્તુતિરૂપ અગિયારમું પદ્ય માણિક્યવિદેવસૂરિકૃત યશોધર-ચરિત્રમાં મંગલાચરણ તરીકે નજરે પડે છે. [આ ય. ચ. “હર્ષપુષ્પા.”માં છપાયું છે.] “ગતિ”થી શરૂ થતું ૨૮મું પદ્ય દસયાલિયની હારિભદ્રીય ટીકા (પત્ર ૧ અ)માંના મંગલાચરણરૂપ પદ્યનું અંશતઃ પરિવર્તન કરી યોજાયેલું હોય એમ જણાય છે. “છાતોડખાપ'થી શરૂ થતું ૩૩મું પદ્ય જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૧-૩)માં ધર્મસૂરિએ જે ૧૫ પદ્યોનું મંગલ સ્તોત્ર રચ્યું છે તેના આઠમા પદ્ય સાથે અક્ષરશઃ મળે છે.
પ્રથમ પદ્યના તૃતીય ચરણમાં “ભૂર્ભવસ્વ' એવો જે શબ્દગુચ્છ છે તે ગાયત્રીમાં P ૩૫૦ જોવાય છે.
ઉપયોગ- પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણો કરતી વેળા ચૈત્યવદન તરીકે આ સ્તોત્રનો ઉપયોગ ‘તપા' ગચ્છના તો તમામ જૈનો–શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ કરે છે. વળી આડે દહાડે પણ કેટલાંક ચૈત્યવદન તરીકે આ બોલે છે. આને લઈને કે પછી કોઈ અન્ય કારણસર આ સ્તોત્રનું નામ બૃહચૈત્યવદન પડ્યું છે.
વૃત્તિઓ- આ સકલાઈ ઉપર ત્રણ વૃત્તિઓ છે – (૧) વૃત્તિ- વિજયસેનસૂરિના શિષ્યાણ અને સોમકુશલના શિષ્ય કનકકુશલે ઈ. સ. ૧૬૫૪માં આ
રચી છે.' (૨) ટીકા- આના કર્તા ગુણપ્રભસૂરિ છે. (૩) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.
"પદ્યાત્મક અનુવાદ– આ “સકલાહિત્ સ્તોત્રના ૩૩ પદ્યાનો મેં સમશ્લોકી અનુવાદ ગુજરાતીમાં કર્યો છે.
૧. D c G C M (Vol. XVII, pp. 4, p. 156)પ્રમાણે પહેલાં ૨૫ પદ્યો અને ૨૮મું પદ્ય એમ ૨૬ પદ્યો સમજવાં. એનો અંગ્રેજી અનુવાદ ડૉ. હેલેન એમ. જોન્સને કર્યો છે અને એ ત્રિષષ્ટિનો જે એમણે અંગ્રેજી અનુવાદ કર્યો છે અને જે G 0 ઈ. સ. ૧૯૩૧માં છપાવાયો છે તેમાં પૃ. ૧૦૭માં જોવાય છે. ૨. આની વિ. સં. ૧૮૩૯માં લખાયેલી હાથપોથી મળે છે. ૩. “જૈ. આ. સ.” દ્વારા આ વૃત્તિ છપાયેલી છે. એમાં ૨૬ જ પદ્ય પૂરતું સ્પષ્ટીકરણ છે. ૪. આ અનુવાદ “દિગંબર જૈન” (વ. ૪૬, અં. ૭)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org