________________
P. ૩૪૧
P ૩૪૨
૨૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮
હૈમ સ્તુતિ-સ્તોત્રો અન્યયોગવ્યવચ્છેદ-દ્વાáિશિકા- આના તેમ જ અયોગ-વ્યવચ્છેદ-દ્વાáિશિકાના પણ કર્તા કલિ.” હેમચન્દ્રસૂરિ છે. સિદ્ધસેન દિવાકરની ધાર્નાિશિકાઓ જોઈ એમણે આ રચના કરી છે એમ જણાય છે. આ બે ધાર્નાિશિકાઓ સમભાવભાવી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણયના “પક્ષપાતો ન
''થી શરૂ થતા ૩૮માં પદ્યના સુંદર ભાષ્યની ગરજ સારે છે. મહાવીરસ્વામીની સ્તુતિરૂપ આ બંને દ્વાર્નાિશિકામાં બત્રીસ બત્રીસ પડ્યો છે. પહેલીમાં આદ્ય ૩૧ પદ્યો પૈકી ૨૦માં અને ૨૨માં સિવાયના ઉપજાતિમાં, ૨૦મું અને ૨૨મું ઉપેન્દ્રવજામાં અને અંતિમ શિખરિણીમાં છે જ્યારે બીજીમાં શ્લો. ૧૧૧, ૧૩-૨૭, ૨૯ અને ૩૦ ઉપજાતિમાં, શ્લો. ૩૧ રથોદ્ધતામાં, શ્લો. ૩૨ શિખરિણીમાં તેમ જ
શ્લો. ૧૨નું આદ્ય ચરણ ઈન્દ્રવંશામાં અને બાકીનાં ત્રણ વંશસ્થમાં તથા શ્લો. ૨૮નાં પહેલાં બે ચરણમાં વંશસ્થમાં અને બાકીના બે ઉપેન્દ્રવજામાં છે.
બંને દ્વાચિંશિકા દ્વારા વસ્તુ એક જ સિદ્ધ કરાઈ છે પરંતુ માર્ગ ભિન્ન ભિન્ન યોજાયા છે.
અર્થ– “અન્યયોગ-વ્યવચ્છેદ'નો અર્થ (જૈન તીર્થંકર સિવાયના) અન્ય (દેવો)માં (આતત્વનો) યોગ હોવાનો વ્યવચ્છેદ યાને ખંડન છે, જ્યારે “અયોગ-વ્યવચ્છેદ'નો અર્થ (જૈન તીર્થકરોમાં આતત્વના)
૧. આ દ્વાત્રિશિંકા અયોગવ્યવચ્છેદ-દ્વાર્નિંશિકા સહિત “કાવ્ય-માલા” (ગુ. ૭)માં છપાવાઈ છે. એનું
ત્રીજનું સંસ્કરણ ઈ. સ. ૧૯૦૭માં બહાર પડ્યું છે. આ મૂળ કૃતિ સ્યાદ્વાદમંજરી સહિત “બૉમ્બે સંસ્કૃત એન્ડ પ્રાકૃત સિરીઝમાં ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત કરાઈ છે. એનું સંપાદન ડૉ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે કર્યું છે. વળી આ બંનેનું પ્રકાશન મોતીલાલ લાધાજીએ (હાલ મુનિ કેવલવિજયજીએ) વીરસંવત્ ૨૪૫રમાં કર્યું છે. આ ઉપરાંત આ મૂળ કૃતિની સ્યાદ્વાદમંજરી અને એના પ્રો. જગદીશચન્દ્ર જૈને કરેલા હિંદી અનુવાદ તેમ જ અયોગવ્યવચ્છેદાવિંશિકા સહિતની બીજી આવૃત્તિ “રા. જૈ. શા”માં ઈ. સ. ૧૯૩૫માં છપાવાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ અયોગવ્યવચ્છેદ્રાવિંશિકા, એ બંનેની કીર્તિકલા નામની સંસ્કૃત વ્યાખ્યા, બંનેના કીર્તિકલા નામના હિન્દી ભાષાનુવાદ, મારી ગુજરાતી પ્રસ્તાવના ઈત્યાદિ સહિત “શ્રી હેમચંદ્રાવાર્યવિરવિત ત્રિશિવદિયી”ના નામથી શ્રી. ભાઈલાલ અંબાલાલ પેટલાદવાળાએ વિ. સં. ૨૦૧૫માં છપાવી છે. સ્યાદ્વાદમંજરીનું ગુજરાતી ભાષાંતર હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૩૦માં છપાવાયું છે. [સાધ્વીશ્રીસુલોચનાશ્રીજી અને પં. અજિતશેખરવિજયજીના ગુજરાતી અનુવાદ સાથે સ્યાદ્વાદમંજરી અલગ અલગ પ્રકાશકો દ્વારા પ્રસિદ્ધ કરાઈ છે. પં. અજીતશેખર વિ.ના અનુવાદની બીજી આવૃત્તિ દિવ્યદર્શને પ્રસિદ્ધ કરી છે.] ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૩. સંપૂર્ણ પદ્ય નીચે મુજબ છે :
"पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥३८॥"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org