________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૨૬-૩૨૯]
૨૦૩ સ્તુતિ-ચતુર્વિશતિકા બપ્પભદ્રિસૂરિકત ચતુર્વિશતિકાની પેઠે ૨૪ સ્તુતિ-કદંબકોમાં ૯૬ પદ્યમાં રચાયેલી છે અને પ્રત્યેક કદંબકનાં ત્રણ ત્રણ પદ્યો પૂરતી તો એમાં વિષયની સમાનતા છે ચોથા ચોથા પદ્યમાં અનુક્રમે શ્રુતદેવતા, 'માનસી, વજશૃંખલા, રોહિણી, કાલી, ગાન્ધારી, મહામાનસી, વજાંકુશી, જ્વલનાયુધા (સર્વાત્મા મહાજ્વાલા), માનવી, મહાકાલી, શાન્તિ, રોહિણી, ‘અય્યતા, પ્રજ્ઞપ્તિ, બ્રહ્મશાન્તિ (યક્ષ), પુરુષદત્તા, ચક્રધરા (અપ્રતિચક્રા), કપર્દી (યક્ષ), ગૌરી, કાલી અંબા, વૈરોચ્યા અને અંબિકા (અંબા)ની સ્તુતિ કરાઈ છે. આમ અહીં રોણિહી, કાલી અને અંબિકા એ ત્રણ દેવીની બબ્બે વાર સ્તુતિ કરાઈ છે. અહીં. વિદ્યાદેવીઓની જે ક્રમે સ્તુતિ કરાઈ છે તે ક્રમ પાછળ શો ઉદેશ - ૩૨૯ રહેલો છે તે જાણવું બાકી રહે છે.
આ શોભન-સ્તુતિના ૫૦મા પદ્યમાનું આદ્ય તેમ જ તૃતીય ચરણ “સદાનવસુરાજિતા'થી શરૂ કરાયું છે. એના આ પદ્ય પરત્વે બે અર્થ તો છે જ. સોમતિલકસૂરિએ જે દસ પદ્યનું સર્વજ્ઞસ્તોત્ર રચ્યું છે. તેનાં પહેલાં આઠે પદ્યનું ચોથું ચરણ પણ આ જ શબ્દગુચ્છનું બનેલું છે પરંતુ એ ભિન્ન ભિન્ન અર્થમાં વપરાયું છે. આમ એ અનેકાર્થી છે.
વૃત્તિઓ- "અઢાર પ્રકારના છંદોમાં રચાયેલી આ શોભન-સ્તુતિ ઉપર નીચે મુજબની વૃત્તિઓ અને અવસૂરિઓ રચાઈ છે –
(૧) વૃત્તિ- આના કર્તા શોભન મુનિવરના મોટા ભાઈ ધનપાલ છે. એમણે આ વૃત્તિ આ મુનિવરની વિજ્ઞપ્તિ અનુસાર એમના સ્વર્ગવાસ બાદ રચી છે. એના અંતની પુષ્મિકામાં આ શોભનસ્તુતિનો શોભન-ચતુર્વિશતિકા તરીકે ઉલ્લેખ છે. આ પુષ્પિકા પછી શાન્તિ દેવીની સ્તુતિ છે તે અન્ય કોઈની રચેલી હશે, પ્રારંભમાં ધનપાલે પોતાનો પરિચય આપ્યો છે. એમાંનાં કેટલાંક પદ્યો તિલકમંજરીમાં જોવાય છે.
(૨) અવચૂરિ– આ અવચૂરિ ધર્મચન્દ્રના શિષ્ય રાજમુનિએ વિ. સં. ૧૧૫૧માં રચી છે.
૧. આ પૈકી માનસીથી માંડીને મહાકાલી સુધીની દસ દેવીઓ તેમ જ પ્રજ્ઞપ્તિ, પુરુષદત્તા, ચક્રધરા અને
અજગરવાહિની વૈરોચ્યા એ વિદ્યાદેવી છે. ૨. શું આ વિદ્યાદેવી છે ? આ અય્યતા દેવીને અંગે અહીં અપાયેલું પદ્ય આચારદિનકર (પત્ર ૧૫૦આ
૧૫૧૮)માં જોવાય છે. ૩. “માનન્દાનપ્રશ્ર” થી શરૂ થતી અને ઋષભદેવને ઉદેશીને રચાયેલી એક સ્તુતિ-કદંબકના એટલે કે
ઋષભદેવ-સ્તુતિના ચોથા પદ્યમાં આ પક્ષની સ્તુતિ છે. એ સંપૂર્ણ કદંબક મારા ગુજરાતી અનુવાદ સાથે
સ્તુતિચતુર્વિ-શતિકાની શબ્દાર્થ સહિતની આવૃત્તિ (પૃ. ૨૩૫-૨૩૬)માં છપાયો છે. ૪. આ સંપૂર્ણ સ્તોત્ર મારા ગુજરાતી અનુવાદ સહિત સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૬૮-૧૬૯) માં છપાવાયું છે. ૫. આ પૈકી એક છંદ ‘અર્ણવ-દંડક છે. ભાસે અવિમારક નામના નાટકમાં ૨૭ અક્ષરનાં “ચંડવૃષ્ટિપ્રપાત'
નામના દંડકમાં અને ભવભૂતિએ માલતીમાધવ (અંક ૫) સંગ્રામ-દંડકમાં એકેક પદ્ય રચ્યું છે. ૬. આ “આ. સમિતિ” તરફથી પ્રકાશિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org