________________
૨૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ શિવનાગે ધરણ ઈન્દ્રની આરાધના કરી હતી. એથી એ ઈન્દ્ર એમને આઠ કુળના નાગોનું વિષ, ફૂંક અને હાથના સ્પર્શમાત્રથી દૂર કરી શકે એવો મંત્ર આપ્યો હતો. એ મંત્રની રચના અને પ્રભાવથી યુક્ત તેમ જ “ધરળ રીન્દ્રથી શરૂ થતો પાર્શ્વનાથનો આ મહોસ્તવ શિવનાગે રચ્યો છે. એમાં ૩૮ પદ્યો છે. એમાં મંત્રાક્ષરો છે. ૩૭માં પદ્યમાં કર્તાએ આડકતરી રીતે પોતાનું નામ રજૂ કર્યું છે.
વૃત્તિ- આ મહોસ્તવ ઉપર કોઈકની સંસ્કૃતમાં વૃત્તિ છે અને એમાં ૧૯ વસ્ત્રો છે. આ P ૩૨૭ વૃત્તિની એક હાથપોથી વિ. સં. ૧૫૨૩માં લખાયેલી મળે છે. એનો અહીં ઉપયોગ કરાયો છે. છઠ્ઠ યંત્ર આઠ પાંખડીના ‘કમળ’ બંધથી વિભૂષિત છે.
સ્તુતિ-ચતુર્વિશતિકા કિંવા શોભન-સ્તુતિ (લ. વિ. સં. ૧૮૬૫)- આના કર્તા બાલબ્રહ્મચારી મુનિરાજ શોભન છે.' એઓ સંસારપક્ષે દેવર્ષિના પૌત્ર, સર્વદેવના પુત્ર અને ધનપાલના તેમ જ સુન્દરીના ભાઈ થાય છે. મધ્યપ્રદેશમાં આવેલા “સંકાશ્ય” નગરમાં એઓ કે એમના વડીલ વસતા હતા. એમના ગોત્રનું નામ “કાશ્યપ’ હતું એ મુનિવરે કાતત્ર અને ચન્દ્ર એ બે વ્યાકરણોનો
અભ્યાસ કર્યો હતો. P. ૩૨૮
એમણે મહેન્દ્રસૂરિ પાસે દીક્ષા લઈ પોતાની વિપ્રતાને દિપાવી હતી. એમનો સ્વર્ગવાસ એમના વડીલ બંધુ ધનપાલની પહેલાં થયો હતો. એમણે આ ધનપાલને પ્રતિબોધ પમાડી જૈન બનાવ્યા હતા. એમ કહેવાય છે કે આ શોભન મુનિવર સ્તુતિ-ચતુર્વિશતિકા રચ્યા બાદ ટૂંક સમયમાં સ્વર્ગ સંચર્યા હતા. એમની બીજી કોઈ કૃતિ હોય તો તે જાણવામાં નથી. ગમે તેમ પણ એમની આ વિધ યમકોથી વિભૂષિત એક જ કૃતિ પણ એઓ ઉત્તમ કવિ હતા એ વાત પુરવાર કરે તેમ છે. આ
૧. “જૈન સ્તોત્રસન્દોમાં આ પ્રકાશિત છે. ૨. ચોથા અને પંદરમાં સિવાયનાં યંત્રોની વિધિ જૈનસ્તોત્રદોહ (ભા. ૨, પૃ. ૨૯૬-૩૦૦)માં વૃત્તિને
આધારે ગુજરાતીમાં અપાઈ છે. ૩. આ કૃતિ ધનપાલકૃત ટીકા, કોઈકની અવચૂરિ તેમ જ ઐન્દ્ર-સ્તુતિ (સાત્વયાંક) સહિત સચિત્ર સ્વરૂપે “આ. સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાવાઈ છે. એમાં આ કૃતિને અંગે મેં તૈયાર કરેલાં અન્વય, શબ્દાર્થ,
શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ તેમ જ ઉપોદ્ધાતને સ્થાન અપાયું છે. વળી આ જ કૃતિ મેં જયવિજયગણિ, સિદ્ધિચન્દ્રમણિ, સૌભાગ્યસાગરસૂરિ તથા દેવચન્દ્ર એ ચારની ટીકા તેમ જ પરિશિષ્ટ તરીકે ઐન્દ્ર-સ્તુતિ (સાવચૂરિ), રવિસાગરકૃત વરસ્તુતિ(સાવચૂરિ) શીલશેખરકૃત પંચનિસ્તુતિ (સવિવૃત્તિક) તથા મારી સંસ્કૃત ભૂમિકા સહિત સંપાદિત કરી છે. એ સંપાદન “આ. સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૩૦માં પ્રકાશિત
કરાયું છે, જો કે મોટો ભાગ ઈ. સ. ૧૯૨૬માં છપાઈ તૈયાર થયો હતો. ૪. આને લઈને કેટલાક આ કૃતિને “શોભન-સ્તુતિ” કહે છે. ૫. આને અંગે મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં પૃ. ૩૩, ૪૧, ૪૨, ૫૮, ૬૫-૬૬, ૭૫-૮૭, ૨૬૯-૨૭૧,
૨૭૩, ૩૧૩, ૩૧૪ અને ૩૨૨માં કથન કર્યું છે. ૬. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં પૃ. ૩૩, ૫૭, ૫૮ અને ૨૭૦
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org