________________
૧૯૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ મુખ્યતયા ઉપજાતિ છંદમાં રચાયેલાં ૬૪ પઘોમાં મહાવીરસ્વામીની સ્તુતિ કરી છે અને સાથે સાથે
વૈશેષિક, બૌદ્ધ, ચાર્વાક વગેરે દર્શનાંતરીયોની માન્યતાઓની આલોચના કરી છે. | P ૩૦૬ ‘વીરજિનસ્તોત્ર' એ નામ પ્રથમ અને અંતિમ પદ્યમાં સૂચવાયું છે. ૪૮માં પદ્યમાં ‘યુજ્યનુશાસન'
શબ્દગુચ્છ છે. ૬૧માં પદ્યમાં વીરના જ તીર્થને “સર્વોદય તીર્થ કહ્યું છે કેમકે એ અનેકાન્તમય છે.
ટીકા- આ વિદ્યાનન્દ રચી છે. એમણે આ મૂળ કૃતિને યુજ્યનુશાસન કહી છે. હરિવંશપુરાણમાં પણ એવો જ ઉલ્લેખ છે.
અનુવાદ– આ હિન્દી અનુવાદ શ્રી. જુગલકિશોર મુખ્તાર કર્યો છે. એમણે પોતાની પ્રસ્તાવના (પૃ. ૧૭)માં કહ્યું છે કે આ યુજ્યનુશાસન આપ્તમીમાંસા બાદ રચાયું છે.
આતમીમાંસા કિંવા દેવાગામસ્તોત્ર- આના કર્તા સ્વયંભૂસ્તોત્ર વગેરેના પ્રણેતા દિ. સમન્તભદ્ર છે. આ સ્તોત્રનો પ્રારંભ “દેવાગમથી થતો હોવાથી એને દેવાગમસ્તોત્ર' કહે છે. એમાં ૧૧૫ પદ્યો P ૩૦૭ છે. કેટલાકને મતે એ એમની કૃતિ નામે ગધહતિમહાભાષ્યનાં પ્રારંભિક પદ્યો છે પણ એના
સમર્થનાર્થે કોઈ સબળ પ્રમાણ જણાતું નથી. આ સ્તોત્ર દ્વારા આપ્ત કોને કહેવાય એ વાત તાર્કિક દૃષ્ટિએ વિચારાઈ છે અને એ દ્વારા મહાવીરસ્વામીએ દર્શાવેલ સન્માર્ગ સાધવા માટેની યુક્તિઓનું અનુશાસન રામબાણ ઉપાય છે એ બાબત આ સ્તોત્રમાં વિસ્તારથી વિચારાઈ છે.
આ સ્તોત્રના ચોથા પદ્યમાં મહાવીરસ્વામીની મહત્તા વર્ણવાઈ છે અને તેમ કરતી વેળા એમણે શુદ્ધિ, શક્તિ અને શાન્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ કરાયો છે. એવી રીતે છઠ્ઠા પદ્યમાં એમના શાસનનું મહત્ત્વ વર્ણવાયું છે. એ મહત્ત્વ દયા, દમ (સંયમ), ત્યાગ અને સમાધિની તત્પરતાને આભારી છે એમ કહ્યું છે. એ શાસન અનેકાન્તવાદને પૂરેપૂરું અપનાવે છે એટલે એકાન્તવાદીઓ એને બાધા પહોંચાડી શકતા નથી. ૧. આ રહ્યું એ પદ્ય :
"सर्वान्तवत् तद्गुणमुख्यकल्पं
सर्वान्तशून्यं च मिथोऽनपेक्षम् । सर्वापदामन्तकरं निरन्तं
સવયં તીર્થfમ તવૈવ I૬૨ " ૨-૩. “સે. જૈ. ગ્રં.” અને “મા. દિ. ગ્રં.” તથા “વીરસેવામંદિર”થી આ પ્રકાશિત છે. ૪. “સ. જે. ગ્રં.” અને નાથરંગગાંધી તરફથી આ પ્રકાશિત છે આની પંડિત જયચન્દ્ર ચાવડાએ વિ. સં. ૧૮૬૮માં હિન્દીમાં રચેલી ટીકા યાને વ(વા)ચનિકા મૂળ સહિત “અનન્તકીર્તિગ્રન્થમાલા”માં ચોથા પુષ્પ તરીકે છપાવાઈ છે પરંતુ અત્ર પ્રકાશન-વર્ષનો ઉલ્લેખ નથી. અહીં મૂળ કૃતિ દસ પરિચ્છેદમાં વિભક્ત કરાઈ છે. ૫. આને અંગે જુઓ યશોદોહન (પૃ. ૨૮/૩૨, ૫૫, ૬૦, ૮૦, ૧૩૩, ૧૬૬, ૧૮૨, ૧૯૪, ૧૯૬
અને ૩૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org