________________
P. ૨૮૮
૧૮૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ જ રચના પ્રથમથી હશે કે કોઈએ ૧૦મી અને ૨૧મી બત્રીસીમાં પદ્ય ઉમેરેલ હશે કે પ્રસ્તુત ચાર બત્રીસીઓ પૂર્ણ હોવા છતાં એનાં પદ્યો કાલાંતરે લુપ્ત થયા હશે ? સામાન્ય રીતે તો એમ જ મનાય કે દરેક બત્રીસીમાં બત્રીસ બત્રીસ પદ્યો હોવી જ જોઈએ અને ઉપસંહારાત્મક બત્રીસીમાં એકાદ પદ્ય વધારે સંભવે.
રચનાક્રમ- મુદ્રિત એકવીસ બત્રીસીઓ સમકાળે– સિદ્ધસેન દિવાકર આચાર્ય બન્યા પછી જ અને તે પણ અહીં સૂચવાયેલા ક્રમે જ રચી છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. સંભવ છે કે કોઈ કોઈ બત્રીસી એઓ સૂરિ બન્યા તે પૂર્વેની રચના હોય અને કોઈક એમણે સંસારીપણામાં અર્થાત્ દીક્ષા લીધી તે પૂર્વે પણ રચી હોય. મુદ્રિત બત્રીસીઓમાં જે ક્રમ છે તે પાછળ કોઈ વિશિષ્ટ હેતુ જણાતો નથી. કોઈકે આ પ્રમાણે સંગ્રહ ગોઠવી તો નહિ દીધો હોય ?
નામોલ્લેખ- જે ૨૧ બત્રીસીઓ છપાયેલી છે તેમાં બારનાં નામ અપાયેલાં છે. એની ગુજરાતી પ્રસ્તાવના જોતાં એમ લાગે છે કે એટલાં જ નામો હાથપોથીમાં હતાં. મુદ્રિત પ્રતિમાં પહેલી છનાં નામ નથી. સાતમી બત્રીસીનું નામ વાદોપનિષદ્વત્રિશિકા છે. આઠમીનું વાદલવિંશકા અને નવમીનું વેદવાદ-દ્વાર્નાિશિકા છે. દસમીનું નામ નથી. એવી રીતે સત્તરમી અને અઢારમીનાં પણ નામ નથી. બાકીની અગિયારમી વગેરેનાં નામ દાવિંશિકા જેટલો અંશ બાજુએ રાખતાં અનુક્રમે નીચે મુજબ છે :
ગુણવચન, ન્યાય, સાંખ્યપ્રબોધ, વૈશેષિક, બૌદ્ધસંતાન, નિયતિ, નિશ્ચય, દૃષ્ટિઅબોધ અને મહાવીર.
પ્રથમ દ્વાર્નાિશિકાનો પ્રારંભ “સ્વયપુવં'થી થાય છે. એથી એને “સ્વયંભૂસ્તુતિ' કહી શકાય કેમકે સમન્તભદ્રકૃત જે સ્તોત્ર સ્વયમુવાથી શરૂ થાય છે તેને “સ્વયંભૂસ્તોત્ર' કહે છે.
વિષય- ૨૧ બત્રીસીમાં પહેલી પાંચ, ૧૧મી અને ૨૧મી એમ સાતનો વિષય સ્તુતિ છે. વિવિધ છંદોમાં રચાયેલી અગિયારમી બત્રીસી કોઈ રાજાની સામે ઊભા રહીને સિદ્ધસેને એમની સ્તુતિ કરી હોય એવી જણાય છે એમ પં. સુખલાલે કહ્યું છે. કોઈ કોઈ મુનિ તીર્થંકરનું રાજા તરીકે આ વર્ણન ૧. “પુરાતત્ત્વ” (પુ. ૩, અં. ૩)માં પં. સુખલાલનો “કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન”
નામનો લેખ છપાયો છે. એના ચોથા પરિશિષ્ટ તરીકે વાદોપનિષદ્રાવિંશિકાના શ્લો. ૧, ૭, ૮, ૨૧, ૨૬, ૨૯ અને ૩૨ આપી એના ગુજરાતીમાં અર્થ કરાયા છે. ત્યાર બાદ વાદ-દ્વાáિશિકાના શ્લો. ૧૫, ૭-૧૩, ૧૫, ૧૭-૨૧ અને ૨૪-૨૬ આપી એના પણ ગુજરાતીમાં અર્થ અપાયા છે. એના પછી ન્યાય-ધાત્રિશિકાના શ્લો. ૧, ૭, ૧૬, ૨૮, ૨૯ અને ૩૧ આપી એમ કરાયું છે. વિશેષમાં હારિભદ્રીય વાદાષ્ટક અને યમાષ્ટક ગુજરાતી અર્થ વિના પૂરા અપાયા છે. ૨. આના માટે જુઓ ઉપર્યુક્ત ટિપ્પણ. ૩. આ દ્વાર્નાિશિકા એના નામને અનુરૂપ કેવી રીતે ગણાય એ પ્રશ્ન છે. એમાં નિમિત્ત' જેવો શબ્દ પણ નથી.
આ શબ્દ ત્રીજી દ્વાઢિંશિકા (શ્લો. ૮)માં છે. [નિયતિક્રાંત્રિશિકા મુનિશ્રીભુવનચન્દ્રજીના અનુવાદ સાથે જૈન સાહિત્ય અકાદમી ગાંધીનગરથી પ્રગટ થઈ છે.]
> ૨૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org