________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૮૪-૨૮૭].
૧૭૯ (૧) સમ્મઈપયરણ, (૨) ન્યાયાવતાર, (૩) કાત્રિશલાનિંશિકા, (૪) કલ્યાણ- ૨ ૨૮૬ મદિર સ્તોત્ર અને (૫) *શસ્તવ.
આ પ્રમાણેની વિવિધ કૃતિઓ રચનારા અને હરિભદ્રસૂરિ દ્વારા “શ્રુતકેવલી' તરીકે સંબોધાયેલા P ૨૮૭ આ સિદ્ધસેન દિવાકરને સિ. હે. (૨-૨-૩૯)ની સ્વપજ્ઞ વૃત્તિમાં ઉત્તમ કવિ તરીકે નિર્દેશ્યા છે અને એ હકીકત યથાર્થ છે એમ એમણે રચેલી ઉપલબ્ધ ધાર્નાિશિકાઓ જોતાં પણ જણાય છે.
(૧-૨૧) એકવીસ દ્વાáિશિકાઓ પઘોની સંખ્યા- એકવીસ બત્રીસીઓમાં એનાં નામ પ્રમાણે પ્રત્યેકમાં બત્રીસ બત્રીસ પઘોની આશા રખાય પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. એકવીસમી બત્રીસીમાં એક પદ્ય અને દસમીમાં બે વધારે છે જ્યારે ૮, ૧૧, ૧૫ અને ૧૯ એ ક્રમાંકવાળી બત્રીસીઓમાં અનુક્રમે ર૬, ૨૮, ૩૧ અને ૩૧ પદ્યો છે. આમ બેમાં વધારે પદ્ય અને ચારમાં ઓછાં પદ્ય છે તો તેનું શું કારણ ? શું આવી
૧. આ પ્રકાશિત છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૬-૧૫૭) ૨. આ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી “સિદ્ધસેનદિવાકરકૃતગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૦૯માં છપાઈ છે. સિદ્ધર્ષિકૃત વિવૃતિમાંથી ઉદ્ધત પાઠો, મૂળને અગે ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણનાં અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણ તેમ જ પ્રસ્તાવના તથા સંસ્કૃત શબ્દોની સૂચિ સહિત આ કૃતિ ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે કલકત્તાથી ઈ. સ. ૧૯૦૯માં છપાવી છે. વળી મૂળ કૃતિ સંપૂર્ણ વિવૃત્તિ સહિત આરાથી ઈ. સ. ૧૯૧૫માં બીજી વાર પ્રસિદ્ધ કરાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ ઉપર્યુક્ત વિવૃતિ અને રાજશેખરસૂરિકૃત ટિપ્પન સહિત “હેમચન્દ્રાચાર્ય ગ્રંથાવલી”માં ગ્રંથાંક ૨ તરીકે ઈ. સ. ૧૯૧૭માં છપાવાઈ છે. આ મૂળ કૃતિ એના . સુખલાલે કરેલા ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત મકનજી જૂઠા તરફથી છપાવાઈ છે. સિદ્ધર્ષિકૃત વિવૃતિ અને એના ઉપર દેવભદ્રકૃત ટિપ્પણ સહિત મૂળ કૃતિ “જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ” તરફથી ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ કરાઈ છે. મૂળ કૃતિ એના તેમ જ વિવૃત્તિના ૫. વિજયમૂર્તિએ કરેલા હિંદી અનુવાદ
સહિત “રા. જૈ. શા.”માં ઈ. સ. ૧૮૫૦માં પ્રકાશિત થયેલી છે. ૩. આ સ્તોત્ર “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાયું છે. વળી એ કનકકુશલગણિની વૃત્તિ અને માણિક્યચન્દ્રની વિવૃત્તિ સહિત “દે. લા. જૈ. પુ. સ.” તરફથી ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત ભક્તા.સ્તોત્રત્રયમાં
છપાયેલું છે. ૪. આ કૃતિ ભક્તા.સ્તોત્રત્રયની મારી આવૃત્તિ (પૃ. ૨૪૨-૨૪૫)માં પાઠાંતરપૂર્વક છપાઈ છે. વિશેષમાં આ જ કૃતિ “સિદ્ધિશ્રેયસમુદય” એવા નામથી “અનેકાંત” (વ. ૧, કિરણ ૮–૧૦)માં વિ. સં. ૧૯૮૬માં
સિદ્ધ કરાઈ છે. પ. આ કૃતિઓ અને એના અભ્યાસ માટેનાં સાધનો વિષે મેં “સિદ્ધસેન દિવાકરની કૃતિઓ અને એના અભ્યાસ
માટેનાં સાધનો” નામના મારા લેખમાં વિચાર કર્યો છે. આ લેખ “આ. પ્ર.” (પુ. ૪૯)ના અં. ૮ ૯૧૦, ૧૧ અને ૧૨માં તેમ જ પુ. ૫૦ના અં. ૨, ૩ અને ૪માં એમ સાત કટકે છપાયો છે. ૬. મુદ્રિત ૨૧ બત્રીસીઓની ગુજરાતી પ્રસ્તાવનામાં કહ્યું છે કે “ઘણી પ્રતો તો વીશ બત્રીસીવાળી જ મળી
છે. એક પ્રતમાં જ એકવીસમી મહાવીરદ્ધાત્રિશિકા હતી તે અહીં દાખલ કરી છે શા કારણથી તે બત્રીશી બીજી પ્રતોમાં નહિ હોય તે કહી શકાતું નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org