________________
૧૭૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ નામની કૃતિ રચી અને સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરી છે. વળી એમણે જંબુદીવપણત્તિ ઉપર વિ. P ર૭૪ સં. ૧૬૫૧માં પ્રમેયરત્નમંજૂષા નામની વૃત્તિ રચી છે અને એ જ વર્ષમાં અજિત-શાન્તિ-સ્તવ રચ્યો
છે. વિશેષમાં એમણે ઋષભવીરસ્તવ પણ રચ્યો છે. આ મુનિવરે ઈડર ગઢના રાજા નારાયણ બીજાની સભામાં (સંવત્ ૧૬૩૩ પછી) દિ. ભટ્ટારક વાદિભૂષણને અને વાગડ દેશના ‘ઘટશિલ' નગરમાં ત્યાંના અધિપતિ સહસમલ્લની સંમુખ દિ. ગુણચન્દ્રને પરાસ્ત કર્યા હતા.
આ કૃપારસકોશ એ ઐતિહાસિક કાવ્ય છે. એમાં ૧૨૮ પદ્યો છે. એની રમણીય રચના મોગલ સમ્રાટુ અકબરને પ્રતિબોધ પમાડવા માટે-એના જીવનમાં દયારૂપ સુધાનું સમુચિત સિંચન કરવાના ઈરાદે કરાઈ છે. એની શરૂઆતમાં ખુરાસાન” દેશના મુખ્ય નગર કાબુલનું વર્ણન છે. ત્યાં બાબર રાજા થયાનું કહ્યું છે. એ મોગલ રાજાને હુમાયુ નામે પુત્ર હતો. તેનું વર્ણન કરી એની પત્ની ચોલી બેગમ અકબરને જન્મ આપ્યો ત્યારે હુમાયુએ કરેલા ઉત્સવનો ચિતાર અહીં ખડો કરાયો છે. ત્યાર બાદ અકબરની શૂરવીરતા વગેરેનું વર્ણન છે. આમ આ કાવ્ય અકબરના ગુણગ્રામની પ્રશસ્તિરૂપ છે. આ કાવ્ય કર્તા જાતે અકબરને સંભળાવતા હતા.
વૃત્તિ- કૃપારસકોશના ઉપર કર્તાના શિષ્ય રત્નચન્દ્રમણિએ વૃત્તિ રચી છે અને એનો ઉલ્લેખ એ ગણિએ પ્રદ્યુમ્નચરિત્રમાં, અધ્યાત્મકલ્પદ્રુમ ઉપરની વૃત્તિમાં અને સમ્મત્તસત્તરિયા (સમ્યકત્વસપ્તતિકા)
ઉપરના વિ. સં. ૧૬૭૬ના બાલાવબોધમાં કર્યો છે. એ હિસાબે એ વૃત્તિ લ. વિ. સં. ૧૬૭૦ની કૃતિ ગણાય. P ૨૭૫ ઇન્દુદ્દત- આ હૈમપ્રક્રિયા વગેરેના પ્રણેતા વિનયવિજયગણિની રચના છે. એ વિજ્ઞપ્તિરૂપ હોવાથી એને આગળ ઉપર વિજ્ઞપ્તિપત્રોમાં સ્થાન અપાયું છે.
હરિશ્ચન્દ્ર-તારાલોચની-ચરિત્ર- આના કર્તા માનવિજયગણિ છે. એમણે સત્યવક્તા તરીકે સુપ્રસિદ્ધ અને તારામતીના પતિ 'હરિશ્ચન્દ્રનું જીવનવૃત્તાન્ત આલેખ્યું છે.
હરિશ્ચન્દ્ર-તારાલોચની-ચરિત્ર- આ અજ્ઞાતકર્તુક કૃતિ હરિશ્ચન્દ્રની અને એની પત્ની તારાલોચનીનો અધિકાર રજૂ કરે છે.
“આભાણ-શતક યાને ધર્મોપદેશલેશ (વિ. સં. ૧૬૯૯)- આના કર્તા ઉપાધ્યાય કલ્યાણવિજયગણિના શિષ્ય ધનવિજયગણિ છે. આ કૃતિને ધર્મોપદેશલેશ પણ કહે છે. એમાં ૧૦૮ ૧. આ નદિષેણે રચેલા અજિય-ત્તિ થયના વિષય તેમ જ છંદની દૃષ્ટિએ અનુકરણરૂપે રચાયેલો સ્તવ કોઈ
સ્થળેથી પ્રકાશિત થયો જણાતો નથી. જો એમ જ હોય તો એમ સત્વર થવું ઘટે. ૨. આ અજિય-સત્તિ-થયના છંદની દૃષ્ટિએ અનુકરણરૂપે રચાયેલો સ્તવ પ્રકરણરત્નાકર (ભા. ૭, પૃ. ૮૩૫
૮૩૭)માં ઈ. સ. ૧૮૭૮માં છપાયો છે. ૩. આ કથાનક “સત્યવિજય જૈ. ગ્રં.”માં અમદાવાદથી ઈ. સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાયું છે. ૪. એમને અંગે “કલિ.” હેમચન્દ્રસૂરિના શિષ્યરત્ન રામચન્દ્ર સત્ય હરિશ્ચન્દ્ર નામનું નાટક રચ્યું છે. ૫. આ શતક “આ. સમિતિ” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરાયું છે એમ જિ. ૨. કો. (વિ. ૧,
પૃ.૩૦)માં ઉલ્લેખ છે. ૬ જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૦૨) મુદ્રિત પ્રતિના અંતમાં પણ આ નામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org