________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ ઃ [પ્ર. આ. ૨૭૦-૨૭૩]
૧૬૯
આમ બધાં મળીને ૭૮૦ પદ્યો છે. આ કૃતિ સરળ અને મનોરંજક સંસ્કૃતમાં રચાઈ છે. આ પદ્યાત્મક કૃતિમાં દાન વિષે અધિકાર છે. આના આઠ પ્રકાશમાં અનુક્રમે મુનિવરને વસતિ (નિવાસસ્થાન), શય્યા, આસન, શુદ્ધ અન્ન, પ્રાસુક જળ, ઔષધ, વસ્ત્ર અને પાત્રનું દાન દેવાથી થયેલા લાભની વાત છે. આ આઠ પ્રકાશમાં અનુક્રમે કુરુચન્દ્ર, પદ્માકર, કરિરાજ, કનકરથ, ધન અને પુણ્યક, 'રેવતી, ધ્વજભુજંગ અને ધનપતિની કથા અપાઈ છે.
સુરપ્રિયમુનિકથા (વિ. સં. ૧૬૫૬)- આ હાલીવાટક ગામમાં વિ. સં. ૧૬૫૬માં કનકકુશલગણિએ રચી છે. આ ૧૨૫ પદ્યની કૃતિમાં સુરપ્રિય મુનિનો અધિકાર છે. પૂર્વ જન્મના વેરને લઈને એમનો જ પિતા જે ‘બાજ' પક્ષી થયો હતો તે રાણીનો હાર ઉઠાવી આ મુનિ કાયોત્સર્ગ કરતા હતા તે વેળા એમના ગળામાં નાંખી ગયો અને એથી રાજાએ અંતે એ મુનિને શૂળીએ ચડાવ્યા. ત્યાં એમને કેવલજ્ઞાન થયું અને શૂળીનું સિંહાસન થયું. બાજ પક્ષી પણ આત્મનિન્દા કરી ‘સૌધર્મ’ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયું.
ભાષાંતર– આ કથાનું પ્રતાપવિજયજી (હાલ સૂરિ)એ ગુજરાતીમાં ભાષાન્તર કર્યું છે.
*ભાનુચન્દ્રગણિચરિત (લ. વિ. સં. ૧૬૭૦)- આના કર્તા ‘શતાવધાની’ `સિદ્ધિચન્દ્રગણિ છે. એમણે આ કૃતિ દ્વારા પોતાના ગુરુ ભાનુચન્દ્રગણિનો જીવનવૃત્તાંત આલેખ્યો છે. આ કૃતિ ચાર વિભાગમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :–
૧૨૮, ૧૮૭, ૭૬ અને ૩૫૮.
આમ આ કૃતિમાં ૭૪૯ પદ્યો છે.
કૃપારસકોશ (ઉ. વિ. સં. ૧૬૭૦)– આ ઉપાધ્યાય સકલચન્દ્રના શિષ્ય અને રત્નચન્દ્રગણિના ગુરુ ‘અષ્ટોત્તરશતાવધાની' શાન્તિચન્દ્રની રચના છે. એમણે હીરવિજયસૂરિના રાજ્યમાં કવિમદપરિહાર
૧. મહાવીરસ્વામી ઉપર ગોશાલકે તેજોલેશ્યા મૂકી તેથી ઉદ્ભવેલા વ્યાધિને મટાડવા સિંહ નામના મુનિ રેવતી શ્રાવિકાને ત્યાં ઔષધ લેવા જાય છે એ સમગ્ર પ્રસંગ અહીં વર્ણવાયો છે.
૨. આની એક હાથપોથી અહીંના મોહનલાલજીના ભંડારમાં છે. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૭માં પ્રસિદ્ધ થયેલી છે.
૩. આ મુ. ક. જૈ. મો. મા.’માં વિ. સં. ૧૮૭૬માં પ્રકાશિત કરાયું છે.
૪. આ પ્રકાશિત છે. જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૪) એનું સંપાદન સ્વ. મોહનલાલ દ. દેશાઈએ કર્યું છે અને એમ કરતી વેળા એમણે વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે.
૫. એમના કૃતિકલાપ ઇત્યાદિ માટે જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૪, ૧૧૯, ૧૨૯, ૨૫૪, ૨૫૫, ૨૮૮ અને ૨૯૬ એમણે રચેલું કાવ્ય-પ્રકાશખંડન ‘‘સિં, જૈ. ગ્રં.''માં ગ્રંથાંક ૪૦ તરીકે ઇ. સ. ૧૯૩૫માં પ્રકાશિત કરાયું છે.
૬. આ કૃતિ ‘‘કાંતિવિજય ઇતિહાસમાલા'માં ભાવનગરથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત કરાઈ છે. [આત્માનંદ જૈ. પુ. ભંડા૨થી સં. ૨૦૧૬માં અને એ પછી આ. શીલચન્દ્રસૂરિજીના પ્રયાસથી પ્રસિદ્ધ થયેલ છે.] ૭.જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.૧૭૭)
Jain Education International
For Personal & Private Use Only
P ૨૭૨
P. ૨૭૩
www.jainelibrary.org