________________
૧૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ 'વિચારશ્રેણિયાને સ્થવિરાવલી– આના કર્તા તે પ્ર. ચિં. વગેરે રચનારા મેરૂતુંગસૂરિ છે. P ૨૨૭ એમની આ પ્રસ્તુત કૃતિ પણ પ્ર. ચિં ની પેઠે ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે. એમાં “ચાવડા વંશની
*વંશાવલી છે. વળી એમાં કાલકસૂરિ, હરિભદ્રસૂરિ અને જિનભદ્રગણિના વૃત્તાંતો છે. આ ઉપરાંત મહાવીરસ્વામીના નિર્વાણ સમય અને વિક્રમસંવત્ વચ્ચે ૪૭૦ વર્ષના અંતરનો અહીં નિર્દેશ છે.
“નં ર ” થી શરૂ થતી ગાથા તેમ જ બીજાં પણ કેટલાંક પાઈય પદ્યો અહીં અપાયાં છે અને એનું સ્પષ્ટીકરણ કરાયું છે. આથી તો કેટલાક આ કૃતિને “વૃત્તિ માનવા પ્રેરાય છે.
સારાંશ- પ્રસ્તુત કૃતિનો અંગ્રેજીમાં કરાયેલો ‘સારાંશ છપાયેલો છે.
"પુરાતનપ્રબન્ધ-સંગ્રહ– આ સંગ્રહ પ્ર. ચિં. સાથે સંબંધ ધરાવે છે એને એક રીતે એની પૂર્તિની ગરજ સારે છે. આની સંકલનામાં પાંચ પ્રબન્ધ-સંગ્રહ કામમાં લેવાયા છે અને તેમ કરી આમાં સાઠેક પ્રબોને સ્થાન અપાયું છે. પ્રબન્ધકોશની રચનામાં આ કૃતિ ઉપયોગી નીવડી હોય એમ લાગે છે.
વાસતતિ-પ્રબન્ધ અને ચતુરશીતિ-પ્રબન્ધ- વિ. સં. ૧૫૧૭માં ભોજપ્રબન્ધ રચનારા રત્નમન્દિરગણિએ ઉપદેશ તરંગિણીમાં વસ્તુપાલના કીર્તિદાનના પ્રબો વિચારતી વેળા આ બે
કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. P ૨૨૮ | ‘અત્તરકથાસંગ્રહ યાને કથાકોશ (લ. વિ. સ. ૧૪૦૫)આના કર્તા પ્રબંધકોશ વગેરેના
૧. જૈ. સા. સં. (નં. ૨ અંક ૩-૪)માં આ પ્રકાશિત છે. ૨. આ નામ પરિશિષ્ટપર્વનું પણ છે. ૩. આમાં સાત રાજાનો (નહિ કે આઠનો) ઉલ્લેખ છે. વળી અહીં. વનરાજના રાજ્યકાળના આરંભ તરીકે વિ. સં. ૮૨૧ની સાલ અપાઈ છે અને છેલ્લા રાજાના રાજ્યકાળની સમાપ્તિ માટે વિ. સં. ૧૦૧૭નો ઉલ્લેખ
છે. આમ એ પ્ર. ચિં. થી ભિન્નતા ધરાવે છે. ૪. આ સારાંશ J B B R A s (Vol. IX. p. 147)માં અપાયો છે. ૫. આ કૃતિ “સિં જૈ.” ગ્રં. માં ઈ. સ. ૧૯૩૬માં છપાવાઈ છે. [આનું પુનર્મુદ્રણ પણ થયું છે.] ૬. આનો પરિચય ઉપર્યુક્ત આવૃત્તિમાં અપાયો છે. ૭. આની વિ. સં. ૧૫૧૯માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્રા. સં. મું. માં છે. એના વર્ણન માટે જુઓ
D CG C M (Vol. XVIII, Pt. pp. 322-223) [“હર્ષપુષ્યામૃત” ૬૭માં ઉપદેશત પ્રસિદ્ધ થઈ છે.] ૮. આ કૃતિ “ઋ. કે. . સંસ્થા” તરફથી રતલામથી ઇ. સ. ૧૯૩૭માં છપાવાઈ છે. એમાં પ્રત્યેક કથાને
મથાળે જે પદ્ય છે એની અનુક્રમણિકા અપાઈ છે. વળી આ કૃતિમાં આવતાં નગરનાં નામ તેમ જ અન્ય વિશેષનામોની સૂચી અપાઈ છે. વિશેષમાં ૮૬ કથાનાં નામો પણ રજૂ કરાયાં છે. અંતમાં વિનોદકથાસંગ્રહમાંથી વધારાની અન્ય પંદર કથાઓ અપાઈ છે. આ ઉપરાંત આ ૧૫ કથાને મથાળે પણ જે એકેક પદ્ય છે તેની નોંધ, એ કથાઓમાં આવતાં નગરનાં નામોની સૂચી, પંદર કથાનાં નામ તેમ જ કથાકોશમાંના પ્રાસ્તાવિક
શ્લોકની સૂચી અપાયાં છે. [વિનોદકથાસં. હર્ષપુષ્પા ૯૦માં પ્રસિદ્ધ થયેલ છે.] ૯. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૧)માં આ નામની રાજશેખરસૂરિની કૃતિમાં ૮૧ કથાઓ હોવાનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં આ જ કૃતિને વિનોદ કથાસંગ્રહ કહી છે. આ ઉપરાંત આ કૃતિ ઈ. સ. ૧૯૧૮માં મુંબઈથી પ્રકાશિત થયાનો અને એનો ગુજરાતી અનુવાદ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૮માં પ્રસિદ્ધ થયાનો ઉલ્લેખ છે. આ કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૫૪૦માં લખાયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org