________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૨૪-૨૨૬]
૧૪૧ ચોથા પ્રકાશનો મુખ્ય વિષય કુમારપાલનો પ્રબંધ છે. પ્રસંગવશાત્ અહીં અજયદેવ (અજયપાલ), બાલ' મૂલરાજ, ભીમ બીજ, લવણ-પ્રસાદ અને વરધવલ એ ભૂપતિઓ વિષે તેમ જ વસ્તુપાલ મંત્રીશ્વર વિષે કેટલીક હકીકતો અપાઈ છે.
પાંચમાં પ્રકાશમાં વિક્રમાર્ક, નન્દ, મલવાદી, શિલાદિત્ય, જયચન્દ્ર, વરાહમિહિર, નાગાર્જુન, ભર્તુહરિ અને વૈદ્ય વાલ્મટ એમ વિવિધ વ્યક્તિઓના નાનામોટા પ્રકીર્ણક પ્રબંધો છે.
દાનત તેવી બરકત- આ કહેવતને ચરિતાર્થ કરનારી અને “શેરડીનો રસ તરી ઓળખાવાતી એક કથા આ પ્રબન્ધચિન્તામણિ (પ્રકાશ ૨, “ઈશુરસ' પ્રબન્ધ, પૃ. ૪૮)માં નીચે મુજબ અપાઈ છે –
એક વેળા ભોજ રાજા રાત્રિના સમયે પોતાના મિત્ર સાથે શહેરમાં ફરવા નીકળ્યો. એ ખૂબ તરસ્યો થતાં એક વારાંગનાને આંગણે ગયો અને પોતાના મિત્ર દ્વારા એણે પાણી માંગ્યું. શંભલી નામની દાસી પૂર્ણ વાત્સલ્યપૂર્વક પાણીને બદલે શેરડીનો રસ આપવા અંદર ગઈ પરંતુ શેરડીના રસથી પાત્ર ભરતાં એને વાર લાગી એથી એને ખેદ થયો. એ દાસીનો ઉલ્લાસ જતો રહેલો જોઈ રાજાના એ મિત્રે એને ખિન્નતાનું કારણ પૂછ્યું. દાસી બોલી કે રોજ તો શેરડીના સાંઠા ઉપર કાપો મૂકતાં વંત રસની શેડ ઊડતી અને પાત્ર જોતજોતામાં છલકાઈ જતું પરંતુ આજે માંડમાંડ આવડું જ પાત્ર ભરી શકાયું. આપણા રાજાનું મન પ્રજાની વિરુદ્ધ થયું છે એટલે આમ થયું. આ સાંભળી રાજાએ વિચાર્યું કે મેં શિવમંદિરમાં મોટું નાટક કરાવનારા એક વણિકને લૂંટવાનો વિચાર કર્યો હતો. એ મારી બદદાનતનું આ ફળ છે. બીજી રાત્રે બીજા વર્ષે રાજા એ જ સ્થળે આવ્યો અને પાણી માંગ્યું એ વેળા - ૨૨૬ દાસી શેરડીના રસથી છલકાતો પ્યાલો આપી શકી અને બોલી કે આજે રાજાજીની દાનત સુધરી ગઈ લાગે છે. રાજાને એ સાંભળતાં યાદ આવ્યું કે પોતે આજે પ્રજાનું ભલું કરવાનો ઉપાય વિચારતો નીકળ્યો હતો.'
આ કથા સ્વલ્પ પરિવર્તનપૂર્વક “શેરડીનો રસ” નામની કવિતારૂપ મેં રજૂ કરી છે.
સહાયક– પ્રસ્તુત કૃતિને અંગેની ઐતિહ્ય સામગ્રી મોટા પ્રમાણમાં ધર્મદેવ કે જેઓ કર્તાના મોટા ગુરુભાઈ થતા હશે કે અન્યગચ્છીય હશે તેમની પાસેથી કર્તાને મળી હતી.
પ્રથમદર્શ- પ્રસ્તુત કૃતિનો પ્રથમદર્શ કર્તાના શિષ્ય ગુણ તૈયાર કર્યો હતો.'
ભાષાન્તરો– પ્રસ્તુત કૃતિના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમા ભાષાન્તર થયેલાં છે અને એ છપાવાયાં છે.
સમાનનામક કૃતિ– ગુણચન્દ્રસૂરિએ પ્રબન્ધચિન્તામણિ નામની કૃતિ રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૫૦૨માં લખાયેલી છે.' ૧. આ કલાપીના “ગ્રામ્યમાતા' નામના ખંડકાવ્યનું સ્મરણ કરાવે છે. ૨. આ મારી કવિતા “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૧૯-૬-૬૫ના અંકમાં છપાઈ છે. ૩. “ફાર્બસ ગુજરાતી સભા” અને “સિંધી જૈન ગ્રંથમાળા”માં છપાયા છે. ૪. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૬૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org